શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !
માન્યતા અનુસાર આ એવાં ચિત્રો છે કે જેની ઘરમાં હાજરી વ્યક્તિના ભાગ્યોદય આડે અવરોધો ઉભા કરી શકે છે ! તે ઘરમાં રહેનાર વ્યક્તિની પ્રગતિને અટકાવી દે છે. અને તેને લીધે વ્યક્તિ મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે ! એટલે આવી વસ્તુઓથી દૂર રહેવું જ ઘર માટે શુભદાયી બની રહેશે.
લોકો તેમના ઘરને સુંદર વસ્તુઓથી સજાવતા હોય છે. ફૂલોથી, તોરણોથી, શિલ્પોથી તો ક્યારેક ચિત્રોથી. શક્ય છે કે તમે પણ કદાચ તમારાં ઘરને ચિત્રોથી શોભાવ્યું હોય. પણ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોઈએ તો કેટલાંક ચિત્રોને ઘરમાં રાખવું વર્જીત મનાય છે. જેમ કે, નટરાજ શિવનું ચિત્ર, મહાભારતનું ચિત્ર, મધદરિયે ડૂબતી હોડી કે જહાજનું ચિત્ર, જંગલી પશુ કે પક્ષીઓનું ચિત્ર, કાંટાળા છોડનું ચિત્ર, તેમજ કોઈ સમાધિસ્થાનનું ચિત્ર
માન્યતા અનુસાર આ એવાં ચિત્રો છે કે જેની ઘરમાં હાજરી વ્યક્તિના ભાગ્યોદય આડે અવરોધો ઉભા કરી શકે છે ! તે ઘરમાં રહેનાર વ્યક્તિની પ્રગતિને અટકાવી દે છે. અને તેને લીધે વ્યક્તિ મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે !
કહે છે કે નટરાજના ચિત્રમાં શિવજી તાંડવની મુદ્રામાં નૃત્ય કરતા જોવા મળે છે. જે વિનાશનું પ્રતિક છે. અને એટલે જ તેને ઘરમાં રાખવાનો નિષેધ છે. એ જ રીતે મહાભારતનું ચિત્ર કુરુક્ષેત્રના ભયંકર યુદ્ધને ચરિતાર્થ કરે છે. જે ઘરમાં કલેશનું કારણ પણ બની શકે છે. તો મધદરિયે ડૂબતા જહાજનું ચિત્ર વ્યક્તિના સૌભાગ્યને પણ ડૂબાડી દે છે !
માન્યતા અનુસાર ઘરમાં જંગલી પશુ-પક્ષીઓના ચિત્ર રાખવાથી તેની અસર ઘરમાં વસનારાઓના સ્વભાવ પર પડે છે. આવાં ચિત્રોથી પરિવારજનોનો સ્વભાવ પણ ઉગ્ર થાય છે. એટલે જ આ પ્રકારના ચિત્રને ઘરમાં રાખવું વર્જીત મનાય છે. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ઘરમાં કાંટાળા છોડવા રાખવાથી જીવન પણ કંટકથી ભરેલું એટલે કે મુશ્કેલ બની જાય છે. એ જ રીતે કોઈ સમાધિસ્થળની તસવીર પણ ઘરને નકારાત્મક ઊર્જાથી ભરી દેતી હોવાની માન્યતા છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ તો ઘરમાં ફુવારાનું ચિત્ર રાખવાની પણ મનાઈ છે. કહે છે કે ફુવારાનું ચિત્ર ઘરમાં રાખવાથી જેટલી ઝડપથી પૈસા ઘરમાં આવે છે તેટલી જ ઝડપથી તે ઘરમાંથી જતાં પણ રહે છે ! એ જ રીતે સૂકા ઝાડવાઓનું ચિત્ર, ઉજ્જડ પર્વત, ઉજ્જડ શહેર કે વિખરાયેલાં ઘરના ચિત્રથી ઘરને શણગારવું પણ અશુભ મનાય છે. એટલે આવી વસ્તુઓથી દૂર રહેવું જ ઘર માટે શુભદાયી બની રહેશે.
વળી, કેટલાંક લોકો તેમના ઘરને દેવી-દેવતાઓની તસવીરોથી સજાવતા હોય છે. પણ, યાદ રાખો, કે ઘરમાં દેવી-દેવતાઓનું પૂજાસ્થાન નિશ્ચિત જ છે. તો તે સિવાય અન્ય દિવાલો પર ભગવાનના ચિત્રો ન લગાવો. કેટલાંક લોકો ઘરમાં એક જ દેવી કે દેવતાના અનેક ચિત્રો કે તસવીરો લગાવતા હોય છે. પરંતુ, આ બાબત વાસ્તુદોષ નોતરી શકે છે. એટલે આવું ભૂલથી પણ ન કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ સપનામાં જો પોતાની જાતને કૂવામાં પડી જતાં જુઓ, તો જાણો શું હોય છે તેનો અર્થ ?
આ પણ વાંચોઃ સાત જન્મોના પાપનો નાશ કરી દેશે આ એક પાઠનો જાપ ! જાણો વિષ્ણુ સહસ્ત્રનામની મહત્તા