સોમવારે પરિવાર સાથે કરો આ કામ, આપની દરેક મનોકામનાને પૂર્ણ કરશે ભોળાનાથ
સંસારની દરેક સમસ્યાનું સમાધાન છે શિવ ! સોમવારે જો શક્ય હોય તો પરિવાર સાથે શિવાલય જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. એ કયા દ્રવ્યો છે કે જેનો પરિવાર સાથે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે ?
શિવ (SHIVA) સમસ્ત સંસારનો આધાર છે. સંસારની સમસ્ત સમસ્યાઓનું સમાધાન છે શિવ. અને સોમવાર એટલે તો શિવની સમીપ જવાનો અવસર. શિવજીની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. સોમવાર હોય કે શ્રાવણ માસ હોય કે પ્રદોષ હોય કે પછી અમાસ હોય આ તમામ અવસરો પર શિવજીની આરાધના કરવાનું ખૂબ માહાત્મ્ય છે. સોમવારે પરિવાર સાથે શિવપૂજાનું માહાત્મ્ય છે.
સોમવારે જો શક્ય હોય તો પરિવાર સાથે શિવાલય જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આજે અમે આપને એ પાંચ દ્રવ્યો વિષે જણાવીશું કે જેના અભિષેક માત્રથી આપને પ્રાપ્ત થશે મહાદેવની કૃપા. આવો જાણીએ કે એ કયા દ્રવ્યો છે કે જેનો પરિવાર સાથે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે ?
દૂધ: કહેવાય છે કે ગાયના દૂધથી જો શિવલિંગ પર સોમવારે પરિવાર સાથે અભિષેક કરવામાં આવે તો વ્યક્તિને યશ અને કિર્તીની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં ગૃહ કલેશને પણ નિવારે છે દૂધનો અભિષેક. ઘરમાં સુખને સ્થાયી કરવા માટે પણ મહાદેવને દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને સાથે જ ભોળાનાથ પર દૂધનો અભિષેક કરવામાં આવે તો ઘરની આર્થિક પરેશાની દૂર થાય છે.
સરસવનું તેલ: ભોળાનાથ પર સરસવના તેલનો અભિષેક પણ કરવામાં આવે છે. સરસવના તેલથી મહાદેવ પર જો અભિષેક કરવામાં આવે તો વ્યક્તિને સફળતાના આશિષ પ્રદાન થાય છે.
પંચામૃત: શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવાનો પણ મહિમા છે. એવું કહેવાય છે કે જો શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. માન્યતા છે કે પંચામૃત અભિષેકથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે.
ઘી: શિવલિંગ પર લોકો ઘીનો પણ અભિષેક કરે છે. કહેવાય છે કે જો શિવલિંગ પર શુદ્ધ ઘીથી અભિષેક કરવામાં આવે તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂં રહે છે અને સાથે જ દીર્ઘાયુ થાય છે.
ગંગાજળ: દેવી ગંગાને તો મહાદેવે તેની જટામાં ધારણ કર્યા છે. કહેવાય છે કે મહાદેવને ગંગાજળ અત્યંત પ્રિય છે. એટલે ભોળાનાથનો જો માત્ર ગંગાજળથી અભિષેક કરવામાં આવે તો પણ મહાદેવ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.
આ પણ વાંચો:બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?
આ પણ વાંચોઃ વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ