AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kali Chaudas: કાળી ચૌદસે અચૂક કરી લો આ કામ, જીવનની તમામ સમસ્યાઓનું મળી જશે સમાધાન !

કાળી ચૌદસ (kali chaudas) એ ભયભીત કરનારી નહીં, પરંતુ, કલ્યાણની પ્રાપ્તિ કરાવનારી મહા રાત્રી છે. આ રાત્રીએ તમે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને જીવનની સઘળી મુશ્કેલીઓનું સમાધાન મેળવી શકો છો !

Kali Chaudas: કાળી ચૌદસે અચૂક કરી લો આ કામ, જીવનની તમામ સમસ્યાઓનું મળી જશે સમાધાન !
Maa Kali
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 23, 2022 | 6:12 AM
Share

દિવાળીની (Diwali 2022) રાત એ આસો વદી અમાસે આવે છે. પરંતુ, આ અંધારી રાત અજવાશના પર્વ તરીકે જ ઉજવાય છે. અલબત્, વાઘ બારસથી લઈ લાભ પંચમી સુધીના આ શુભ દિવસો દરમિયાન એક કાળી ચૌદસના (kali chaudas) નામથી લોકો ભયભીત થઈ જતા હોય છે. પરંતુ, આ કાળી ચૌદસ એ ભયભીત કરનારી નહીં, પરંતુ, કલ્યાણની પ્રાપ્તિ કરાવનારી મહા રાત્રી છે. કાળી ચૌદસે દેવી કાલી (goddess kali), ભૈરવ દેવતા તેમજ હનુમાન ઉપાસનાની સવિશેષ મહત્તા છે. પરંતુ, અમારે આજે કેટલાંક એવાં ઉપાયોની વાત કરવી છે, કે જેના દ્વારા તમારા જીવનની સઘળી મુશ્કેલીઓનું શમન થઈ જશે. એટલું જ નહીં, મા કાલીની વિશેષ કૃપાની પણ આપને પ્રાપ્તિ થશે.

લવિંગથી નકારાત્મકતાનો નાશ !

કાળી ચૌદસની રાત્રે તમારે દેવી મહાકાળીને લવિંગની જોડ અર્પણ કરવી જોઈએ. રાત્રે દેવી કાલીના પૂજન બાદ તેમને બે લવિંગ જરૂરથી અર્પણ કરો. માન્યતા અનુસાર, દેવીને લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર રહેલી તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે.

જાસૂદ હરશે કષ્ટ !

દેવી કાલીને જાસૂદનું પુષ્પ અત્યંત પ્રિય છે. આ ફૂલ ખૂબ જ ચમત્કારિક પણ મનાય છે. એટલે તમારે કાળી ચૌદસે દેવી કાલીને એક જાસૂદનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું. જાસૂદનું ફૂલ એ સૌભાગ્યનું પ્રતિક છે. અને દેવીને આ ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે.

શત્રુઓથી મુક્તિ !

જો કાળી ચૌદસની રાત્રે તમે દેવી કાલીની આરાધના કરી રહ્યા છો, તો દેવીના અહીં જણાવેલ મંત્રનો અચૂકથી જાપ કરો. મંત્ર છે, “ૐ ક્રીં ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા ।” કાળી ચૌદસની રાત્રીએ આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિનું મન શાંત થઈ જાય છે. અને વ્યક્તિને શત્રુ સંબંધી સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે.

બે મુખી વાટનો દીવો

કાળી ચૌદસની રાત્રીએ ઘરમાં બેમુખી વાટનો દીવો પ્રજ્વલિત કરવો. આ દીવો સરસવના તેલનો કરવો. કહે છે કે આ બેમુખી વાટના દીવાને લીધે જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે. જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય, તો અચૂક આ દીવો પ્રગટાવવો જોઈએ. કારણ કે, આ દીવાના પ્રભાવથી તે વ્યક્તિને પણ રોગમાં રાહતની પ્રાપ્તિ થાય છે.

અનિષ્ટ તત્વોથી રક્ષા !

કાળી ચૌદસની રાત્રે માતા મહાકાળીને કાળી હળદર અર્પણ કરો. ત્યારબાદ આ હળદરને લાલ અથવા તો કાળા વસ્ત્રમાં લપેટી લો. અને પછી તેને તમારા હાથની બંન્ને બાજુ પર બાંધી લો. યાદ રાખો, કે આ હળદર કોઈને પણ દેખાવી ન જોઈએ. માન્યતા અનુસાર, આ ટોટકાથી વ્યક્તિને અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">