Bhakti: કાળીચૌદસ પર કરો આ સરળ ઉપાય, નહીં ભોગવવી પડે નરકની યાતના !

આ દિવસ એ નરકની યાતનામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવતો દિવસ છે ! માન્યતા અનુસાર આ દિવસે જો કેટલાં વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ બાદ નરકની યાતનાઓ નથી ભોગવવી પડતી.

Bhakti: કાળીચૌદસ પર કરો આ સરળ ઉપાય, નહીં ભોગવવી પડે નરકની યાતના !
નરક ચતુર્દશીએ ચાર વાટનો દિવો પ્રગટાવવાનો મહિમા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:18 AM

દિવાળીનો (diwali) અવસર એટલે તો પ્રકાશને આવકારવાનો અવસર. એ અવસર કે જેમાં લોકો તેમના ઘરને જ નહીં, પરંતુ, તનને અને મનને પણ શુદ્ધ કરે છે. તેની પણ સફાઈ કરે છે. કહે છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં નિવાસ કરે છે કે જ્યાં મનની શુદ્ધિ હોય. અને આ જ શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ અવસર એટલે કાળીચૌદસ.

દિવાળી પર્વના આગલા દિવસે એટલે કે આસો વદ ચૌદસે કાળીચૌદસનો પર્વ ઉજવવામાં આવે છે. કાળીચૌદસ એ કાળરાત્રી, રૂપચૌદસ તેમજ નરક ચતુર્દશી જેવા નામોથી પણ ઓળખાય છે. પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ આ જ દિવસે કર્યો હતો. જેના પરથી આ તિથિ નરક ચતુર્દશીના નામે પ્રસિદ્ધ બની. આ દિવસ એ નરકની યાતનામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવતો દિવસ છે ! માન્યતા અનુસાર આ દિવસે જો કેટલાં વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ બાદ નરકની યાતનાઓ નથી ભોગવવી પડતી. આવો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

1. ઘરમાં રહેલો તૂટેલો સામાન વાસ્તુદોષને આમંત્રણ આપે છે. એટલે દિવાળી પૂર્વે આ બધો જ સામાન કાઢી દેવો જરૂરી છે. ચૌદસ એ દિવાળીનો આગલો દિવસ હોઈ આ દિવસે તો આવો બધો જ સામાન ઘરમાંથી નીકળી જ જાય તે જરૂરી છે. કારણ કે આવો તૂટેલો સામાન એ નરક સમાન મનાય છે ! વાસ્તવમાં ગંદકી જ નરકનું મૂળ છે. એટલે તૂટેલા ડબ્બા, પસ્તી, તૂટેલો કાચ, ધાતુનો સામાન, બેકાર પડેલું ફર્નિચર કે ઉપયોગમાં ન લેવાતી કોઈપણ વસ્તુ આ દિવસે કાઢી દેવી જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

2. નરક ચતુર્દશીના દિવસે તલના તેલના 14 દિવા કરવાની પરંપરા છે. કહે છે કે તેનાથી મૃત્યુના દેવતા યમ પ્રસન્ન થાય છે. અને વ્યક્તિને નરકની યાતના નથી ભોગવવી પડતી.

3. આ દિવસે સાંજે માટીના કોડિયામાં 4 વાટ વાળો દિવો પ્રગટાવવો. પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખીને મુખ્ય દ્વાર પર આ દિવો મૂકવો. તેનાથી આવનારા સંકટોનું નિવારણ થશે.

4. શક્ય હોય તો આ દિવસે વાદળી અને પીળા રંગના વસ્ત્ર પહેરી યમદેવતાની પૂજા કરવી. તેનાથી યમરાજાની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થશે.

5. જો કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડિત હોય, તો આ રાત્રીએ હળદરને એક વાટકીમાં રાખીને લોબાનનો ધૂપ કરી શુદ્ધ કરી લો. આ એક ટુકડામાં કાણું પાડી તેને કાળા દોરામાં પરોવીને ગળામાં પહેરાવી દો. નિયમિત રૂપે વાટકીમાની થોડી હળદરનું ચૂર્ણ તાજા પાણી સાથે સેવન કરાવતા રહો. માન્યતા અનુસાર આવું કરાવવાથી વિશેષ લાભ થશે. 6. કાળા મરીના પાંચ દાણા માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તે જઇને ચાર દિશાઓમાં એક એક દાણો ફેંકી દો. પાંચમો દાણો આકાશ તરફ ફેંકી દો. ત્યારબાદ પાછળ જોયા વિના અને કોઇની સાથે વાત કર્યા વિના ઘરે પાછા આવી જાવ. આવું કરવાથી ધનની વૃદ્ધિ થશે.

7. જો તમારે ધંધામાં ખોટ આવી રહી હોય તો કાળીચૌદસની રાતે પીળા કપડામાં કાળી હળદર, 11 અભિમંત્રિત કરેલ ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 અભિમંત્રિત કરેલી ધનદાયક કોડીઓ બાંધીને 108 વાર “શ્રીં લક્ષ્મી નારાયણાય નમઃ” મંત્રનો જાપ કરી ધન રાખવાની જગ્યા પર રાખી દો. આવું કરવાથી વ્યાપાર ધંધામાં પ્રગતિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ભૂલથી પણ દિવાળી પર આટલી વસ્તુઓ ન કરો ગિફ્ટ, નહિતર થશે નુકસાન !

આ પણ વાંચો : ગરીબોને અમીર બનાવે છે હાથની જોડી, દિવાળીની રાત્રે કરો આ ઉપાય

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">