Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: સૌભાગ્ય પંચમીએ અચૂક કરો આ ઉપાય, ધંધામાં થશે વૃદ્ધિ અને પરિવારમાં આવશે ખુશહાલી

લાભ પાંચમ એ જ્ઞાન પંચમી, કલ્યાણ પંચમી તેમજ સૌભાગ્ય પંચમી જેવા નામોથી પણ ઓળખાય છે. કારણ કે તે અનેકવિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારી અને કામનાઓને સિદ્ધ કરનારી છે.

Bhakti: સૌભાગ્ય પંચમીએ અચૂક કરો આ ઉપાય, ધંધામાં થશે વૃદ્ધિ અને પરિવારમાં આવશે ખુશહાલી
સૌભાગ્યની પ્રાપ્તિ કરાવશે આ લાભ પંચમી !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:21 AM

કારતક સુદ પંચમીની તિથિ એ લાભ પાંચમ (Labh Pancham) તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે નવ વર્ષના પ્રારંભમાં આવતી આ એ સર્વ પ્રથમ તિથિ છે કે જે અત્યંત ફળદાયી મનાય છે. આ તિથિ જ્ઞાન પંચમી, કલ્યાણ પંચમી તેમજ સૌભાગ્ય પંચમી જેવા નામોથી પણ ઓળખાય છે. કારણ કે તે અનેક વિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારી અને કામનાઓને સિદ્ધ કરનારી છે. ત્યારે આવો જાણીએ કે આ તિથિએ એવું તો શું વિશેષ કરવું કે જેના લીધે સમગ્ર વર્ષ સુખમય રીતે પસાર થાય.

લાભ પંચમીના અવસરે ગણેશજી અને શિવજીની પૂજા અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શરૂ કરવામાં આવેલા કાર્યને પણ અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. વિશેષ પૂજા વિધિ દ્વારા આ દિવસે ધંધામાં પ્રગતિ પણ કરી શકાય છે. તે વિશે વિગતે વાત કરીએ.

નવા બિઝનેસ માટે જો તમે કોઇ નવો વેપાર શરૂ કરા માંગતા હોય તો આજે શિવ મંદિરમાં જઈને દૂધ અને ગંગાજળને મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરો. તેમજ શિવજી સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરી ધંધો સફળ બને તેવી કામના અભિવ્યક્ત કરો. તેનાથી ચોક્કસપણે ધંધામાં સફળતાની પ્રાપ્તિ થશે.

અભિનેત્રી એક કે બે નહીં પણ 4 બિઝનેસ સંભાળી રહી છે, જુઓ ફોટો
4 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 90 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ ડેટાનો લાભ
ધોની IPL ઈતિહાસમાં 200 થી વધુ કેચ પકડનાર પહેલો ખેલાડી બન્યો
મહિલાઓની ખુબ મોટી સમસ્યા, ચહેરાના વાળ કેવી રીતે દૂર કરવા ? જાણો ઉપાય
ભૂલથી પણ તમારા ફ્રિઝમાં ન રાખતા આ ચીજો, બગાડી નાખશે ખાવાનો સ્વાદ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ત્રીજી મેરેજ એનિવર્સરી, જુઓ ફોટો

પ્રમોશન અર્થે જો ઓફિસમાં કોઇ સીનીયરના કારણે તમને પ્રમોશન ન મળી રહ્યું હોય તો આજના દિવસે રંગોળીવાળા પાંચ અલગ અલગ રંગ લો અને સાંજના સમયે શિવ મંદિરમાં જઇને આ રંગોની મદદથી ગોળ આકૃતિમાં રંગોળી બનાવો. હવે આ રંગોળીની વચ્ચે ઘીનો દીવો કરી ભગવાનનું ધ્યાન કરતા કરતા તમારા મનની વાતો ભગવાનને કહો. આવું કરવાથી જલ્દી જ તમને તમારી આવડતના આધાર પર બઢતીના યોગ સર્જાશે.

વિઘ્ન રહિત ધંધા-રોજગાર જો તમારે વેપાર ધંધામાં વારંવાર અડચણ આવી રહી હોય તો દૂધમાં થોડું કેસર અને સફેદ ફૂલ ઉમેરીને શિવલિંગ પર ચઢાવો. તેના લીધે કાર્ય આડે આવી રહેલી અડચણોથી છૂટકારો મળશે.

અધિકારીઓનો સહયોગ જો ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મેળવવા માંગતા હોવ તો આજે સવા કિલો આખા ચોખા લઇ, તેમાંથી કેટલાક ચોખા શિવ મંદિરમાં ચઢાવો અને બાકી રહેલા ચોખા જરૂરિયાતમંદ લોકોને વહેંચી દો.

મહેનત પ્રમાણે પરિણામ જો તમને તમારી મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળતું હોય તો આજે “ૐ શિવાય નમઃ ।” મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.

સંતાન સાથે સુખમય સંબંધ જો તમારા સંતાન તમારી કોઇ વાત ન માનતા હોય કે સાંભળતા ન હોય કે પછી તમને તમારા સંતાન તરફથી કોઇ સુખ ન મળતું હોય તો આજના દિવસે મંદિરમાં ઘીનું દાન કરો. તેમજ તે ઘીથી એક દીવો ભગવાન સામે પ્રગટાવો. તેનાથી સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે.

સંતાનોને દાંપત્ય સુખ જો તમે તમારા સંતાનોના દાંપત્ય જીવનમાં ખુશહાલી જોવા માંગતા હોવ તો આજના દિવસે શ્રીગણેશજીને લાલ સિંદૂર અને લાલ પુષ્પ અર્પણ કરો. સાથે જ ધૂપદીપ અર્પણ કરી તેમની પૂજા કરો. ત્યારબાદ ગણેશજીના “ૐ ગં ગણપતયે નમઃ ।” મંત્રનો 108 વાર જાપ કરો. આવું કરવાથી તમારા પુત્ર કે પુત્રીનું વિવાહજીવન અત્યંત ખુશહાલ બની રહેશે.

જીવનસાથીનો પ્રેમ જો તમે જીવનસાથીનો પ્રેમ મેળવવા માંગતા હોવ તો ગણેશજીને મોદક કે બુંદીના લાડુનો ભોગ લગાવો. સાથે જ “શ્રી ગણેશાય નમઃ ।” મંત્રનો 108 વખત જાપ કરો.

આ પણ વાંચો : છઠ પૂજા પહેલા સૂર્યદેવની કૃપા મેળવવા કરો આજે રવિવારે આ મહાઉપાય

આ પણ વાંચો : મની પ્લાન્ટ લગાવવામાં રાખવુ પડશે ખાસ બાબતોનું ધ્યાન, નહિંતર જીવનમાં આવશે તણાવ

ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
g clip-path="url(#clip0_868_265)">