AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંગળવારે કરી લો આ એક કામ , તમને થશે અઢળક લાભ !

મંગળવારે કરો આ ખાસ ઉપાય, આ ઉપાય આપને કરશે માલામાલ ! દરિદ્રતાને પણ દૂર કરે દુંદાળા દેવ અને દેવી દુર્ગાના મળશે આશીર્વાદ ! મંગળવારે ગજાનનની સાથે દેવી દુર્ગાની પણ વિશેષ આરાધના કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ.

મંગળવારે કરી લો આ એક કામ , તમને થશે અઢળક લાભ !
Lord Ganesh (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:34 AM
Share

મંગળવારના દિવસને ગણેશજી (Lord Ganesh)નો દિવસ માનવામાં આવે છે સાથે જ મંગળવારે મા દુર્ગાની પણ આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે મંગળવાર કે બુધવારે જો ગણેશજી અને દુર્ગામાતાની આરાધના સાથે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે તો તે ઉપાયો વ્યક્તિને ખુબ જ લાભદાયી બને છે. આ ઉપાય આપને કરશે માલામાલ ! દરિદ્રતાને પણ દૂર કરે દુંદાળા દેવ અને દેવી દુર્ગાના મળશે આશીર્વાદ ! મંગળવારે ગજાનનની સાથે દેવી દુર્ગાની પણ વિશેષ આરાધના કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યાનું થાય છે નિવારણ. તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો છે જે ઉપાયો કરવાં માત્રથી આપનું જીવન સુખમય બની શકે છે. આજે અમે આપને જણાવીશું કે મંગળવારે કયા કાર્યો અવશ્ય કરવાં જોઈએ.

મંગળવારે  કરવાના કાર્યો

સૌથી પહેલાં તો સવારે વહેલા ઊઠીને સ્નાન આદિ કાર્યો પરવારી લો.

ઘરમાં જ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરી હોય તો ત્યાં જ અથવા તો નજીકના કોઇ ગણેશ મંદિરમાં જઇને 11 કે 21 દૂર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરો.

કહેવાય છે કે જો કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળે છે તો મંગળવારે શ્રીગણેશના કોઈ પણ મંત્રનો આપ જાપ કરી શકો છો.

ગણપતિ દરેક સંકટો અને વિઘ્નો દૂર કરે છે.

ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને દરેક દિવસની પૂજાની શરૂઆત ગણેશજીની પૂજા આરાધનાથી જ કરવામાં આવે છે.

મંગળવારના દિવસે ગણેશ પૂજનનું સવિશેષ મહત્વ માનવામાં આવે છે.

ગણેશજીને વિદ્યા અને બુદ્ધિના દાતા ગણવામાં આવે છે. આ દિવસે આપ જો ગણેશજીના મંત્રોનો જાપ કરશો તો સવિશેષ ફળની પ્રાપ્તિ થશે. નીચે આપેલ મંત્રની માળા કરવી જોઇએ. ” ૐ ગ્લૌમ ગણપતયે નમ : “

ગણેશજીને મોદકનો ભોગ અર્પણ કરવો આવશ્યક છે.

મંગળવારના દિવસે મા દુર્ગાની આરાધના કરવી પણ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે.

આજનો દિવસ બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટેનો માનવામાં આવે છે.

દુર્ગામાતાને સમસ્ત દુ:ખોનો નાશ કરનાર દેવી માનવામાં આવે છે.

મંગળવારના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ફળદાયી સાબિત થાય છે. જો આપની પાસે વધુ સમય ન હોય તો માત્ર 12માં અધ્યાય અને કુંજિકાસ્તોત્રનો પાઠ પણ આપ કરી શકો છો.

મંગળવાર અને બુધવારના દિવસને ગણેશજીની અને દેવી દુર્ગાની આરાધના કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે આ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિના તમામ સંકટો, જીવનના અવરોધો, રોગ, દરિદ્રતા દૂર થતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : આ છોડને ઘરમાં લગાવવાની ના કરશો ભૂલ, નહીંતર થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ ! જાણો રસપ્રદ કથા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">