Vastu Tips : આ છોડને ઘરમાં લગાવવાની ના કરશો ભૂલ, નહીંતર થઈ શકે છે નુકસાન
Vastu Tips : છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે એટલું જ નહીં પરંતુ ઓક્સિજનનું સ્તર પણ વધારે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક છોડ રાખવા એ શુભ માનવામાં આવતું નથી.
ઘરમાં છોડ રાખવાના ઘણા ફાયદા છે. તેઓ પર્યાવરણને શુદ્ધ રાખે છે. તુલસી અને ઓર્કિડ જેવા છોડ ઘરની હવાને શુદ્ધ કરે છે એટલું જ નહીં, વાસ્તુમાં તે ખૂબ જ શુભ પણ કહેવાય છે. આ સિવાય છોડ ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. ઘરને સજાવવાની આ એક સારી રીત છે. તમે ઘરને સજાવવા માટે ઘણા બધા છોડ લગાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ઇન્ડોર છોડ (Indoor Plants)એવા છે જેને ઘરમાં લગાવવા અશુભ માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તણાવ અને ચિંતા વધારે છે. વાસ્તુમાં (Vastu Tips) આ છોડને ઘરમાં લગાવવાની સલાહ આપવામાં આવતી નથી. આવો જાણીએ આ છોડ કયા છે.
કેક્ટસ છોડ
વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર કેક્ટસનો છોડ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં ખરાબ નસીબ લાવે છે. તેનાથી પરિવારમાં તણાવ અને ચિંતા પણ થઈ શકે છે. આના કારણે નાણાકીય સમસ્યાઓ પણ થાય છે. તેને ઘરની અંદર ન રાખો.
બોંસાઈ
બોંસાઈ છોડ જોવામાં ખૂબ જ સુંદર હોય છે. પરંતુ તેમને ઘરમાં રાખવું શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ નિષ્ણાતોના મતે, આ છોડને ઘરમાં ક્યાંય રાખતા પહેલા વિચારવું જોઇએ છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. આ કારણે પૈસા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
કપાસનો છોડ
કપાસનો છોડ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. આ સફેદ છોડ ખૂબ જ સુંદર લાગે છે પરંતુ વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવા યોગ્ય નથી. આ છોડ અશુભ હોય છે અને જો ઘરની અંદર રાખવામાં આવે તો તે અશુભતા લાવે છે.
મહેંદી
એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડમાં દુષ્ટ આત્માઓ રહે છે. તેમને ઘરમાં ન રાખવા જોઈએ. એ જ રીતે આમલીનો છોડ કે વૃક્ષ પણ શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ નિષ્ણાતો હંમેશા આમલીના ઝાડની બાજુમાં ઘર બનાવવાની ભલામણ કરતા નથી.
સુકાઈ ગયેલા છોડ
કોઈપણ પ્રકારના છોડ હંમેશા તાજા અને લીલા દેખાવા જોઈએ. તેમના પર ફૂલો ખીલતા રહેવું જોઈએ. આ જ કારણ છે કે છોડને વધુ કાળજીની જરૂર છે. સુકાઈ ગયેલા કે મરેલા છોડને ઘરમાં ન રાખવા જોઈએ. તમારે તેમને તરત જ તમારી આસપાસના વાતાવરણમાંથી દૂર કરવું જોઈએ કારણ કે તેઓ સૂચવે છે કે જીવનમાં કંઈક ખરાબ થઈ રહ્યું છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)
આ પણ વાંચો :પ્રમોદ સાવંત સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી બનશે, 24 માર્ચે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ: અહેવાલ