ભૂલથી પણ રસોડામાં આ ચાર વસ્તુઓની અછત ન થવા દો, નહીં તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે !

મા લક્ષ્મીને ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. મા લક્ષ્મી પોતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

ભૂલથી પણ રસોડામાં આ ચાર વસ્તુઓની અછત ન થવા દો, નહીં તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે !
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:44 PM

લક્ષ્મી માતાની કૃપા હોય છે, તે ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. મા લક્ષ્મીને ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. મા લક્ષ્મી (Lakshmi Mata) પોતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ પણ ઘર પર મા લક્ષ્મી ક્રોધિત થાય છે તો તે ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. એટલા માટે દરેકનો પ્રયાસ હોય છે કે મા લક્ષ્મીની કૃપા બની રહે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ પ્રકારની પૂજા-અર્ચના કરે છે.

રસોડામાં પણ મા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં (Vastushastra) કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જેને રસોડામાં ક્યારેય પણ પૂરી રીતે ખતમ ન થવા દેવી જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે જો આ વસ્તુઓ રસોડામાં ખતમ થઈ જાય તો નકારાત્મકતા વધે છે અને દેવી લક્ષ્મી નારાજ થાય છે. ચાલો જાણીએ તે વસ્તુઓ કઈ છે.

1. લોટ લોટ વગર દરેક રસોડું અધૂરું છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘરનો બધો લોટ ખતમ થઈ જાય છે, પરંતુ વાસ્તુ અનુસાર લોટ પૂરો થતા પહેલા લાવવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે લોટ રાખવાનું વાસણ ખાલી ન રાખવું જોઈએ, કારણ કે તેનાથી તમારા ઘરમાં અન્ન અને ધનની હાનિ થાય છે અને પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2. હળદર હળદરનો ઉપયોગ સૌથી અસરકારક માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ બધી વસ્તુઓ બનાવવામાં પણ થાય છે. હળદરનો ઉપયોગ શુભ કાર્યો અને દેવી પૂજામાં પણ થાય છે. હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં તેની ઉણપ ગુરુ દોષ હોવાનું કહેવાય છે. જો રસોડામાં હળદર સંપૂર્ણપણે પૂરી થઈ જાય તો સુખ-સમૃદ્ધિનો અભાવ હોઈ શકે છે અને શુભ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

3. ચોખા ઘણી વખત આપણે ચોખામાં જીવજંતુઓ ન આવે તેથી તે બધા જ પૂરા થઈ જાય ત્યારબાદ નવા ચોખાની ખરીદી કરીએ છીએ, પરંતુ આ ખોટું છે. ચોખાને શુક્રનો પદાર્થ માનવામાં આવે છે અને શુક્રને ભૌતિક સુખાકારીનો કારક માનવામાં આવે છે. ઘરમાં હંમેશા ચોખા પૂરા થાય તે પહેલા જ તેની ખરીદી કરવાનું રાખો.

4. મીઠું મીઠું એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં હોય છે, કારણ કે મીઠા વગર દરેક ભોજનનો સ્વાદ અધૂરો રહે છે. આ સ્થિતિમાં તમને જણાવીએ કે ગમે તે થાય, ઘરમાં મીઠાનો ડબ્બો સંપૂર્ણપણે ખાલી ન હોવો જોઈએ. આ સાથે ક્યારેય પણ બીજાના ઘરેથી મીઠું ન માંગવું જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surya Grahan 2021: વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ ડિસેમ્બરમાં, આ રાશિના લોકો માટે સાબિત થશે અશુભ

આ પણ વાંચો : Horoscope Today 25 November : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">