Chanakya Niti : ઘર બનાવવાનું કે ખરીદવાનું સ્થળ નક્કી કરતા પહેલા 5 બાબતો ધ્યાનમાં રાખો

|

Sep 28, 2021 | 8:37 PM

આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો પોતાનું ઘર બનાવવાની જગ્યા નક્કી કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નહિંતર નિષ્ફતા સાથે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Chanakya Niti : ઘર બનાવવાનું કે ખરીદવાનું સ્થળ નક્કી કરતા પહેલા 5 બાબતો ધ્યાનમાં રાખો
Chanakya Niti

Follow us on

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ સારું અને આરામદાયક જીવન ઇચ્છે છે. પણ આ બધુ માત્ર વિચારીને ન થઈ શકે. આ માટે સાચી દિશામાં પગલા લેવા પણ ખૂબ જ જરૂરી છે. સફળતા માટે સાચી દિશામાં જેટલી મહેનત કરવી જરૂરી છે, તેટલું જ મહત્વનું છે જ્યાં તમે રહો છો.

આચાર્ય ચાણક્ય માનતા હતા કે જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો પોતાનું ઘર બનાવવાની જગ્યા નક્કી કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નહિંતર નિષ્ફતા સાથે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આચાર્યએ જણાવેલી આ 5 બાબતો વિશે જાણો.

આચાર્ય ચાણક્ય કહે છે કે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

यस्मिन देशे न सम्मानो न वृत्तिर्न च बांधव:,
न च विद्यागमोऽप्यस्ति वासस्तत्र न कारयेत्.

આ શ્લોકનો અર્થ એ છે કે જ્યાં કોઈ સન્માન નથી, રોજગાર નથી, મિત્રો કે સંબંધીઓ નથી, શિક્ષણ નથી અને કોઈ સારા ગુણો નથી, એવી જગ્યાએ ક્યારેય ઘર ન બાંધવું જોઈએ. તે સ્થાન છોડવું વધુ સારું છે.

1. તમારે ક્યારેય એવી જગ્યાએ ન રહેવું જોઈએ જ્યાં તમારૂ માન-સન્માન નથી. કારણ કે આસપાસના લોકો પણ પછી એ પ્રકારે જ આચરણ કરે છે. તેઓ પણ તમારો આદર કરશે નહીં. આવી જગ્યાએ રહેવું અર્થહીન છે.

2. આચાર્ય માનતા હતા કે જો પ્રગતિ કરવી હોય તો સારી રોજગારી પણ જરૂરી છે. તેથી, નિવાસ સ્થાન ત્યા હોવું જોઈએ જ્યાં તમારા માટે રોજગારની તકો હોય. જો રોજગારીની તકો નથી, તો પછી ભલે તે સ્થળ ગમે તેટલું સુંદર હોય, તે તમારા માટે નકામું છે.

3. જીવનમાં ચોક્કસપણે એવો સમય આવે છે, જ્યારે તમને તમારા મિત્રો અને સંબંધીઓની જરૂર હોય છે. તેથી, તમારા મિત્રો અને સંબંધીઓ રહે છે તેની આસપાસ ઘર બનાવો. નહિંતર મુશ્કેલ સમય તમારા માટે વધારે મુશ્કેલ બની જશે.

4. શિક્ષણની સારી વ્યવસ્થા જોવી ખૂબ જ જરૂરી છે કારણ કે વ્યક્તિત્વ શિક્ષણ દ્વારા જ રચાય છે. તમારા બાળકોને સારું શિક્ષણ આપવું એ તમારી ફરજ છે. તેથી રહેવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય હોય.

5. જે સ્થળ પર તમને કંઈક નવું શીખવાની તક મળે, તે સ્થાન તમારા રહેવા માટે સારું છે. તેથી એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને મહત્તમ શીખવા મળે.

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Vastu Tips : વાસ્તુ દોષ દૂર કરવા માટે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ આ દિશામાં રાખો, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આ પણ વાંચો : Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન

Next Article