AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : વાસ્તુ દોષ દૂર કરવા માટે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ આ દિશામાં રાખો, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્રમાં દેવી -દેવતાઓની મૂર્તિઓ કઈ દિશામાં મૂકવી યોગ્ય છે, આ અંગે માહિતી આપવામાં આવી છે. ચાલો જાણીએ કે ઘરમાં હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ કઈ દિશામાં રાખવાથી સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મળશે.

Vastu Tips : વાસ્તુ દોષ દૂર કરવા માટે હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ આ દિશામાં રાખો, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ
પંચમુખી હનુમાનજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:04 PM
Share

મંગળવાર હનુમાનજીને (Hanumanji) સમર્પિત છે. આ દિવસે ભક્તો વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે. આ દિવસે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા ભક્તો મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી હનુમાનજી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

હનુમાનજીને બુદ્ધિ અને શક્તિના દેવતા માનવામાં આવે છે. કોઈ પણ ભક્ત જે મુશ્કેલીમાં હનુમાનજીને નિષ્ઠાપૂર્વક યાદ કરે છે, તે દરેકના દુ:ખ દૂર કરે છે. તેથી જ તેમને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તુમાં (Vastushastra) દિશાનું વિશેષ મહત્વ છે. જો તમને વાસ્તુ વિશે જાણકારી હોય, તો તમે જાણતા હશો કે ઘરમાં પેઇન્ટિંગથી લઈને સોય જેવી વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાશે.

વાસ્તુમાં હનુમાનજીની તસવીર અને મૂર્તિ લગાવવાનું મહત્વ અને નિયમો જણાવવામાં આવ્યા છે. જો વાસ્તુને ધ્યાનમાં રાખીને હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર કરીને ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. આ તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે કઈ દિશામાં હનુમાનજીની પ્રતિમા મૂકવી જોઈએ.

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાંચ મુખવાળી તસવીર અથવા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં હનુમાનજીની પંચમુખી તસવીર લગાવવામાં આવે છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ રહે છે.

2. વાસ્તુશાસ્ત્રમાં દિશાનું વિશેષ મહત્વ છે. ઘરમાંથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં બેઠેલી મુદ્રામાં મુકવી જોઈએ. તેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

3. ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધારવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર, ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર ઘરના લિવિંગ રૂમમાં લગાવવી જોઈએ. આ પ્રકારની તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આ સિવાય ધાર્મિક ભાવનાઓ પણ જાગૃત થાય છે.

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Bhakti: જાણો શા માટે પૂજામાં થાય છે આસનનો ઉપયોગ, જાણો આસન સબંધિત નિયમો અને તેનુ વૈજ્ઞાનિક કારણ

આ પણ વાંચો : Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન

g clip-path="url(#clip0_868_265)">