AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima : ગુરુનો એક મંત્ર જાપ કરવાથી આપને જીવનમાં પ્રાપ્ત થશે અપાર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ

ગુરુ પૂર્ણિમાના (Guru purnima) દિવસે જેના પર ગુરુની કૃપા વરસશે તેનો તો આ ભવ દરેક વિઘ્નોમાંથી બહાર નીકળી જશે. આવા પવિત્ર તહેવાર પર જો તમે અહીં જણાવેલ મંત્રોનો જાપ કરશો તો જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

Guru Purnima : ગુરુનો એક મંત્ર જાપ કરવાથી આપને જીવનમાં પ્રાપ્ત થશે અપાર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ
Guru-shishya
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 12, 2022 | 6:30 AM
Share

‘શરણ’ જો મા-બાપની હોય ને તો આ જીવનના (Life) સઘળાંય દર્દ ભૂલાઈ જાય. ‘શરણ’ જો આપણાં ‘વ્હાલા’ની હોય ને તો મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચેય ટકી જવાય અને એમાંય જો ‘શરણ’ કોઈ સદગુરુની (Sadguru) મળી જાય ને તો તો ભવના ભવ તરી જવાય. અરે ધરતી પર જ સાક્ષાત ‘વૈકુંઠ’ની  અનુભૂતિ થઈ જાય. આ વખતે ગુરુ પૂર્ણિમાનો (Guru purnima) તહેવાર 13 જુલાઈએ મનાવવામાં આવશે. આ તહેવાર વેદના રચયિતા મહર્ષિ વેદ વ્યાસની (Maharshi ved vyas) જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુના આશીર્વાદ મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, તે વ્યક્તિનો વિચાર કરો કે જેના પર ગુરુની કૃપા વરસે છે, તે વ્યક્તિના તો જીવનના દરેક અવરોધો દૂર થાય છે. આ પવિત્ર દિવસે જો આપ અહીં જણાવેલ મંત્રોનો જાપ કરશો તો તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આપને જીવનમાં ક્યારેય કોઇ સંકટ કે આપત્તિનો સામનો નહીં કરવો પડે.

ગુરુ પૂર્ણિમા મંત્ર

1) ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુઃ, ગુરુદેવો મહેશ્વરઃ ।

ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ।।

2) ૐ શ્રી ગુરુભ્યોનમઃ ।

3) ૐ પરમતત્ત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ ।

4) ૐ વેદાહી ગુરુ દેવય વિદ્મહે પરમ ગુરુવે ધીમહિ તન્નોહ ગુરુ પ્રચોદયાત્. ।

5) ૐ ગું ગુરુભ્યો નમઃ ।

6) ૐ ધિવરાય નમઃ ।

7) ૐ ગુણિને નમઃ ।

શુભ ફળદાયી ગુરુ પૂર્ણિમા

મહાભારતના રચયિતા અને ચાર વેદના વ્યાખ્યાતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુની પૂજા કરવાની પરંપરા ઘણી જૂની છે. આ દિવસે જે કોઈ પોતાના માનેલા ગુરુની પૂજા કરે છે. પૂજા કર્યા બાદ પીળા ફળ, મીઠાઈ, પીળા વસ્ત્રોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ-પૂજાનો કાયદો છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. જેના કારણે શારીરિક અને માનસિક તકલીફોમાંથી તેમને મુક્તિ મળે છે. હિંદુ ધર્મમાં ભગવાન કરતાં પણ ગુરુનું સ્થાન વધારે ઉચ્ચ કહેવાય છે. કહેવાય છે કે ગુરુના આશીર્વાદ વિના દેવતાઓના આશીર્વાદ પણ નિરર્થક બની જાય છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગુરુ મંત્રના ફાયદા 

ગુરુ દ્વારા આપવામાં આવેલ જ્ઞાન આપણા અજ્ઞાનનો નાશ કરે છે અને આપણા જીવનને દિશા આપે છે. ગુરુ 2 પ્રકારના હોય છે. એક જે આપણને શિક્ષણ દ્વારા જ્ઞાનની અનુભૂતિ કરાવે છે અને બીજા જે આ માયાના સંસારના અજ્ઞાનમાંથી મુક્તિ આપે છે. આ સિવાય દરેક વ્યક્તિ, જીવ, ભૌતિક-ચેતન વસ્તુ આપણા ગુરુ છે જે આપણને કોઈ ને કોઈ સ્વરૂપે કલ્યાણકારી શિક્ષણ આપે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">