Buddha Purnima 2022 : આજે ચંદ્રગ્રહણ, ક્યાં લાગશે સૂતકકાળ ? પૂનમના દિવસે બની રહ્યા છે આ વિશેષ યોગ

આજે બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima) છે ત્યારે  વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ (lunar eclipse) પણ થઈ રહ્યું છે અને બે વિશેષ યોગ પણ બની રહ્યા છે . આ ગ્રહણ જોકે ભારતમાં જોવા મળશે નહીં.

Buddha Purnima 2022 : આજે ચંદ્રગ્રહણ, ક્યાં લાગશે સૂતકકાળ ? પૂનમના દિવસે બની રહ્યા છે આ વિશેષ યોગ
Buddha Purnima 2022- Luner Eclips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 7:46 AM

(Luner eclips 2022 )ગુજરાતી મહિના પ્રમાણે હાલમાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. અને વૈશાખ મહિનાની પૂનમ બુદ્ધ (Budha purnima) પૂર્ણિમા તરીકે ઓળખાય છે. વૈશાખ મહિનાની પૂનમના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. માટે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.હિદું ધર્મ(Hindu dharma)માં બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ માહાત્મય છે.

સાથે જ બુદ્ધ ભગવાનના અનુયાયીઓ માટે પણ આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. ભારતીય જ્યોતિષ વિજ્ઞાન પરિષદના ચેપ્ટર ચેરમેન જ્યોતિષાચાર્ય આચાર્ય મનીષ સ્વામીએ જણાવ્યું હતું કે આ સ્નાન અને દાનનું મહત્વ ધરાવતી બુદ્ધ પૂર્ણિમા છે.

સાથે જ આજે પૂનમના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે . જોકે તે ભારતમાં દેખાવાનું નથી. આ ચંદ્ર ગ્રહણ ખગોળીય દ્રષ્ટિએ વિશેષ રહેશે. વળી તેની અશુભ અસર પણ પડેશ નહીં કારણ કે આ ગ્રહણનું ધાર્મિક મહત્વ નથી. આ ગ્રહણનું સૂતક પણ દેશમાં લાગશે નહીં. ખાસ તો સવારે 6.16 વાગ્યા સુધીનો વરિયાન યોગ રહેશે ત્યાર બાદ 16મેની સવારથી બપોરના 2.30 વાગ્યા સુધી પરિઘા યોગ પણ રહેશે. જ્યોતિષિઓના જણાવ્યા મુજબ વક્ર યોગમાં કરવામાં આવેલા બધા જ શુભ કાર્યો પૂર્ણ થતા હોય છે. તો પરિઘ યોગમાં શત્રુ વિરૂદ્ધ કરવામાં આવેલા બધા જ ઉપાય કારગત નીવડે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Buddha Purnima 2022lunar eclipse: ક્યાં જોવા મળશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ?

વર્ષું પ્રથમ ચંદ્ર ગ્રહણ દક્ષિણી-પશ્ચિમ યૂરોપ, દક્ષિણી-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકાના મોટા ભાગમાં દેખાશે. દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર,એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં પણ આ ગ્રહણ જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોવાથી સૂતકકાળ માન્ય રહેશે નહીં. જોકે બુદ્ધ પૂર્ણિમાના દિવસને વિશેષ ગણીને કરવામાં આવેલું દાન પુણ્ય ખૂબ શુભ માનવામાં આવે છે.

વૈશાખી પૂર્ણિમાએ આ રીતે કરો પૂજા

  1. વૈશાખી પૂર્ણિમાના દિવેસ સૂર્યોદય પહેલા જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તો ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ.
  2. ત્યાર બાદ ઇશાન ખૂણામાં લાલ, પીળું કે સફેદ વસ્ત્ર પાથરીને તેની પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ફોટાનું સ્થાપન કરવું જોઈએ.
  3. આ દેવી દેવતાઓનું પૂજન કંકુ, અક્ષત, પંચામૃત અને ફળ ફૂલ, કેસર, શ્રીફળ તેમજ તુલસીદળ અર્પણ કરીને કરવું.
  4. વૈશાખી પૂર્ણિમાના દિવસે પાણીનો ભરેલો ઘડો, છત્રી, ફળ તથા પંખાનું દાન કરવું ઉત્તમ મનાય છે.

ધન પ્રાપ્તિ માટો કરો આ ઉપાય

જે જાતક પિતૃદોષથી કે શનિ દોષથી પીડાય છે. તેમના માટે આજનો દિવસ ખાસ છેચ આવા જાતકોએ જળમાં કાળા તલ ભેળવીને પીપળાના વૃક્ષ પર તે જળ ચઢાવવું જોઈએ.

પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદોષના નિવારણની સાથે સાથે શનિનો પ્રકોપ પણ ઓછો થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">