AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Panchami 2026 : આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો

Rishi Panchami 2026 : પંચાગ અનુસાર આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓના જીવનમાં એક આધ્યાત્મિક મહત્વ રાખે છે. તો ચાલો જાણીએ આજના દિવસની ધાર્મિક માન્યતા શું છે.

Rishi Panchami 2026 :  આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો
| Updated on: Sep 15, 2026 | 8:39 AM
Share

Rishi Panchami 2026 Date: આજે સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીનું વ્રત છે. ઋષિ પંચમીનું વ્રત ભાદ્રપદ શુકલ પંચમીના રોજ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે સપ્તઋષિઓનું નમન કરવા અને મહિલાઓ દ્વારા કરવામાં આવનાર વિશેષ વ્રત સાથે જોડાયેલ છે. તો ચાલો જાણીએ રજસ્વલા દોષ શું હોય છે. આ વ્રત પીરિયડ્સ દરમિયાન થયેલી અજાણતા ભૂલોથી છુટકારો મેળવવામાં કેવી રીતે મદદ કરે છે, અને આજે પૂજા માટે સૌથી યોગ્ય અને શુભ સમય કયો રહેશે, જેથી તમે કોઈપણ ખચકાટ વિના તમારા ઉપવાસ પૂર્ણ કરી શકો.

ઋષિ પંચમી 2026 તિથિ અને શુભ મુહૂર્ત

આ વર્ષે ઋષિ પંચમીનું વ્રત 15 સપ્ટેમ્બર 2026ના મંગળવારના રોજ રાખવામાં આવે છે. પંચમી તિથિ 15 સપ્ટેમબરના સવારે 7:44 કલાકથી શરુ થશે. તેમજ 16 સપ્ટેમ્બર સવારે 8:59 કલાકે પૂર્ણ થશે. ઋષિ પંચમીની પુજા માટે શુભ સમય સવારે 11:02 કલાકથી બપોરના 1:30 કલાક સુધી રહેશે. પુજાનો કુલ સમય 2 કલાક 28 મિનિટ છે.

સપ્તઋષિને સમર્પિત છે ઋષિ પંચમી

ઋષિ પંચમીનું મુખ્ય રુપથી સપ્તઋષિયોની પુજા અને તેના પ્રતિ શ્રદ્ધા વ્ય્કત કરવાનો દિવસ મનાવવામાં આવે છે. ધાર્મિક પરંપરામાં કશ્યપ, અત્રિ, ભારદ્રાજ,વિશ્વમિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વશિષ્ઠને સપ્તઋષિના રુપમાં પુજવામાં આવે છે. માન્યતા છે કે, ઋષિ પંચમીના આ દિવસે ઋષિયોનું સ્મરણ અને પુજા કરવાથી વ્યક્તિને પોતાના જીવનમાં થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરવાની તક મળે છે.આ કારણોસર, આ દિવસને ફક્ત પૂજાનો દિવસ જ નહીં, પણ આત્મશુદ્ધિ અને સંયમ સાથે પણ સંકળાયેલો છે.

મહિલાઓ માટે કેમ ખાસ છે આ વ્રત?

ઋષિ પંચમીનું વ્રત પારંપારિક રુપથી મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે. જુના ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં પીરિયડ્સ સાથે સંકળાયેલા કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન કરવાથી સંબંધિત ધાર્મિક માન્યતાઓના કારણ મહિલાઓ માટે ઋષિ પંચમીના વ્રતને પ્રાયશ્ચિત અને શુદ્ધિ સાથે જોડાયેલા છે. ધાર્મિક માન્યતા અનુસાર પીરિયડ્સ ધર્મ દરમિયાન અજાણતા કોઈ ધાર્મિક નિયમો તુટવા પર ઋષિ પંચમીનું વ્રત પ્રાર્યશ્ચિતના રુપમાં કરવામાં આવે છે. આ કારણ થી આ વ્રત મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે.

ઋષિ પંચમી પર શું કરવામાં આવે ?

ઋષિ પંચમીના દિવસે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવાની પરંપરા છે. ત્યારબાદ સપ્તઋષિયોનું ધ્યાન અને પુજન કરવામાં આવે છે. કેટલાક સ્થાનો પર મહિલાઓ આ દિવસે વિશેષ નિયમનું પાલન કરે છે. તેમજ દિવસભર વ્રત રાખે છે. પુજા દરમિયાન સપ્તઋષિઓને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવે છે. તેમજ પરિવારની સુખ શાંતિની કામના કરવામાં આવે છે.

Disclaimer: આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

Ganesh Chaturthi 2026 : ભારતમાં જ નહી પરંતુ આ દેશમાં પણ ગણેશ ચતુર્થીની થાય છે ઉજવણી, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">