AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ

વૈદિક સનાતન પરંપરામાં મર્યાદાની વાત આવે એટલે તરત જ ભગવાન શ્રીરામનું નામ પ્રથમ યાદ આવે છે. ભારતીય પરંપરામાં એક પ્રેમાળ અને કરૂણાનું સ્વરૂપ એટલે ભગવાન શ્રીરામ. ભગવાન રામને સત્યના સ્વરૂપ પણ કહ્યા છે. કરૂણાના સાગર પણ કહ્યા છે.

Bhakti : ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ
શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 25, 2021 | 3:45 PM
Share

પૂ.રામેશ્વરદાસ હિરયાણી (કથાકાર)

વૈદિક સનાતન (sanatan) પરંપરામાં મર્યાદાની વાત આવે એટલે તરત જ ભગવાન શ્રીરામનું નામ પ્રથમ યાદ આવે છે. ભારતીય પરંપરામાં એક પ્રેમાળ અને કરૂણાનું સ્વરૂપ એટલે ભગવાન શ્રીરામ. ભગવાન રામને સત્યના સ્વરૂપ પણ કહ્યા છે. કરૂણાના સાગર પણ કહ્યા છે. માટે શ્રીરામ રક્ષાસ્તોત્રમાં બુધકૌશિક ઋષિ સ્વયં કહે છે કે, લોકભિરામં રણરંગધીરં, રાજીવનેત્રં રઘુવંશનાથમ । કરૂણ્યરૂપં કરૂણાકરં તં, શ્રી રામચંદ્ર શરણં પ્રયદ્યે ।। ભગવાન રામ બ્રહ્મવાદીઓના બ્રહ્મ છે. જ્યારે સગુણવાદીઓ માટે સાકારરૂપ છે. નિર્ગુણવાદીઓ માટે નીરાકાર આત્મારામ છે. ઈશ્વરવાદીઓના ઈશ્વર છે. અવતારવાદીઓના અવતાર છે. ભજનાનંદીઓ માટે ભાવસ્વરૂપ છે. ભક્તિધારામાં પ્રેમ સ્વરૂપ છે. વૈદિક સાહિત્યમાં એકરૂપ સ્વરૂપ છે. જ્યારે બૌદ્ધ જાતક કથાઓમાં અન્ય રૂપમાં છે.

વાલ્મિકીઋષિના રામાયણમાં એકરૂપમાં છે. યોગવસિષ્ઠમાં બીજા રૂપમાં છે. કમ્બ રામાયણમાં તેઓ દક્ષિણ ભારતીય જનમાનસને ભાવવિભોર કરી દે છે. જ્યારે ગૌસ્વામી તુલસીદાસજીના રામચરિતમાનસ સુધી આવતા આવતા ભગવાન રામ ભારતભૂમિના દરેક ઘરમાં આજ્ઞાકારી પુત્ર, આદર્શભાઈ, સૌમ્ય પતિ અને આદર્શ પ્રજા પાલનકર્તા રાજા બની જાય છે. રામચરિત માનસમાં તુલસીદાસજી ભગવાન રામનું કેવી રીતે દર્શન કરે છે ? મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સુદશરથ અજીર બિહારી ।। ભગવાન રામ અમંગળ હરનારા છે. અમંગળતત્વને દુર કરનારા છે. આપ દશરથ પુત્ર છો માટે હે રામ મારા ઉપર કૃપા વરસાવો, ભગવાન શિવ તો રામને પોતાના ઇષ્ટદેવ માને છે. રામચરિતમાનસમાં બાલકથા આવે છે કે ભગવાન શિવ હિમાલયમાં વડલાના વૃક્ષ નીચે પ્રસન્નચિત્તે ભગવાન રામની કથઓ મા પાર્વતીને સંભળાવતા કહે છે, કે દેવી મારા ઈષ્ટદેવ રામ કોણ છે ? કેવા છે ? એ તમે ધ્યાનથી સાંભળજો.. બિનુપદ ચલઈ સુનઈ બિનુ કાના । કરબિનુ કરમ કરઈ બિધિ નાના ।। આનન રહિત સકલ રસભોગી । બિનુબાની બક્તા બડ જોગી ।। ભગવાન રામ પગ વગર ચાલી શકે છે. કાન વગર સાંભળી શકે છે. વગર હાથે કામકાજ કરી શકે છે. મુખ વગર, જીભ વગર બધાજ રસોનો આનંદ લઈ શકે છે. વગર બોલે યોગ્ય વક્તા છે પ્રભુ. શરીર વિના સ્પર્શ કરી શકે છે, આંખ વગર દરેક જીવને નિહાળી શકે છે, નાક વગર જ સુગંધ ગ્રહણ કરી શકે છે. એની લીલાને કોઈ પામી શકતું નથી. ભગવાન રામ સ્વયં પરબ્રહ્મ વિષ્ણુના અવતાર છે. આપણા સનાતન શાસ્ત્રોમાં બ્રહ્મના ચોવીસ અવતારોની કથા છે. જેમાં વિશેષ દશ અવતારનું વર્ણન છે. જે દશ અવતારોને પ્રમુખ માનવામાં આવે છે તેમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામનો સાતમો અવતાર છે.

ત્રેતાયુગમાં રઘુકુળ પરંપરામાં રાજા દશરથને ત્યાં કૌશલ્યાના કુખથી અયોધ્યા નગરીમાં ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરે બાર વાગ્યે રામનો જન્મ થયો છે. આજે યુગો પછી પણ ભગવાન રામની મર્યાદા આપણા સમાજ અને માનસચિત્ત ઉપર પ્રકાશિત છે. કારણકે રામસ્વરૂપ અને રામ નામ અજર અમર છે. આપણા પુણ્યશ્લોકો, ભજનાનંદી મહાપુરૂષો કહે છે કે યુગ બદલાય જશે, પરંતુ રામ નામ ક્યારેય ભુલાવાનું નથી. ભગવાન રામના જન્મવિશે ઘણા બધા લોકો તર્ક ઉભા કરીને સમાજમાં ખોટા સંદેશાઓ મુકતા હોય છે. ઘણા એમ પણ કહે છે કે રામ ભગવાન હતા ? ઘણા તો રામાયણ અને રામચરિતમાનસને ધર્મ ગ્રંથ તરીકે સ્વીકારવા પણ તૈયાર હોતા નથી.

આવા રામદ્રોહી અને વિધર્મી લોકોથી સમાજે ચેતવાની જરૂર છે. રામ કોણ હતા એ વિધર્મીને સમજાશે નહીં કારણકે રામ તો વિશાળ સમુદ્ર અને આકાશ સમાન છે. સમુદ્રની ઊંડાઈ અને વિશાળતા કેટલી છે તે કુવાના દેડકાને થોડી ખબર હોય કે સમુદ્ર એટલે શું ? આજે ઘણાં લોકો આદિ-અનાદિ યુગોથી જેનું ભજન કરતાં આવે છે એવા ભગવાન રામને સામાન્ય મનુષ્ય ગણાવીને પોતાના દેવને મોટા ગણાવે છે. આવા વિધર્મી અને પાખંડી લોકોએ હવે ચેતવાની જરૂર છે કે રામને તમે ક્યારેય સમાજમાંથી દુર કરી શકશો નહીં. આપણે ત્યાં ડુંગર ઉપર કોઈ વાવવા જતું નથી તેમ છતા ઉગી નીકળે છે.

પરંતુ વરસાદના કારણે ઉગી નીકળેલું ઘાસ તડકો પડતાં જ બળી જાય છે એવી રીતે કળિયુગમાં ઉભુ કરેલું કોઈપણ તત્વ જાતે જ નાશ પામશે. રામ કોઈએ ઉભા કરેલા નથી એ સ્વયં છે. સમાજને આજે પણ શ્રદ્ધા છે કે રામ પરબ્રહ્મ છે. જેનું સ્વરૂપ આજે પણ ઘર-ઘરમાં પૂજાય છે. આજે રામને આદર્શ બનાવીને વિવેકી માણસો પોતાનું જીવન મુલ્ય સાથે જીવી રહ્યા છે. ભગવાન રામ તો પ્રવાદિત પરંપરાના ઈશ્વર છે.

રામ ક્યારેય કોઈને બંધનમાં રાખતા નથી સર્વને મુક્ત કરે છે. ભગવાન રામનું મુક્તપણુ એ જ જીવ માટે મુક્તિ છે. આજે આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે સ્વર્ગલોક, બ્રહ્મલોક, મુક્તિલોક, વૈકુંઠલોક આપવાના બહાને લોકોનું કેવું શોષણ કરવામાં આવે છે. લોકોની ઉપર કેવી રાક્ષસીવૃતિથી ત્રાસ આપવામાં આવે છે શું આ મુક્તિ છે ? આ ભગવાનના દર્શન છે ? આને ધર્મ કહેવાય ? ધર્મ અને ઈશ્વર એને કહેવાય જે વ્યક્તિને નિત્ય મુક્ત રાખી શકે. રામ સ્વયં મુક્તિના દાતા છે.

આ પણ વાંચો : જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

આ પણ વાંચો : શા માટે દેવીદેવતાઓને અર્પણ કરવામાં આવે છે પુષ્પ ? જાણો પુષ્પથી પૂજનનો શાસ્ત્રોક્ત મહિમા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">