શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન

શનિદેવની પૂજા દરમિયાન કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ. દાનથી પણ પનોતીની પરેશાનીમાંથી મુક્તિ અપાવે છે શનિમહારાજ.

  • Updated On - 11:26 am, Sat, 15 May 21 Edited By: Utpal Patel
શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન
પનોતીની પરેશાનીમાંથી મુક્તિ અપાવે છે શનિમહારાજ

શનિદેવ (SHANIDEV)  એટલે તો ધર્મ અને ન્યાયના દેવતા. શનિ દેવ એટલે તો મોક્ષના દાતા. સુખ, સંપતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવતા દેવ એટલે શનિદેવ. એવું કહેવાય છે કે સૂર્ય પુત્ર શનિને પ્રસન્ન કરવા એ કોઈ સહેલું કામ નથી. એવું કહેવાય છે કે જે વ્યક્તિએ શનિદેવને પ્રસન્ન કરી લીધા તેમના પર શનિ દેવના અઢળક આશીર્વાદની વૃષ્ટિ થાય છે. શનિ દેવ તેના ભક્તોની રોજગાર, વ્યવસાય, ધન, ધાન્ય, સ્વાસ્થ્ય સંબંધી તમામ સમસ્યાઓને દુર કરે છે.

એવું કહેવાય છે કે શનિ દેવને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ એક અઘરી પરિક્ષામાંથી પસાર થવું પડે છે, ખાસ તો એવા લોકો કે જેઓ સાડાસાતી અને પનોતીથી પરેશાન છે. ત્યારે આજે અમે આપને શનિદેવને પ્રસન્ન કરવાની સંપૂર્ણ રીતથી વાકેફ કરાવીશું. અમે આજે આપને જણાવીશું કે શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા શું કરશો. અને હા, ખાસ તો આજે એ પણ જાણીશું કે શનિમહારાજ ની પૂજા દરમિયાન કઈ ભૂલ ક્યારેય ન કરવી.

આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું:
1. સૌથી પહેલાં તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પર શનિદેવની મૂર્તિની પાસે તેલ ચડાવવું અથવા તો તેને ગરીબોને દાન કરી દેવું જોઈએ. શનિ દેવને તેલ અર્પણ કરતી વખતે ખાસ ખ્યાલ રાખો કે તે આજુ બાજુ ઢોળાય નહી.
2. આજના દિવસે એટલે કે શનિવારે કીડીને તલ અને ગોળ ખવડાવવો જોઈએ. એવું કહેવાય છે કે શનિ દેવને તેલ અને તલ અત્યંત પ્રિય છે. ત્યારે આ વસ્તુઓનું આપ દાન પણ કરી શકો છો. એવું કહેવાય છે માટીના વાસણમાં સરસવનું તેલ ભરી તેનું દાન કરવામાં આવે તો આપના જિવનના તમામ દુષ્પ્રભાવ દુર થાય છે અને જિવનમાં શાંતી સ્થિર થાય છે.
3. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે ચામડાના જુતાનું પણ દાન કરવું જોઈએ.
4. પનોતી નિવારવા અને શનિ માહારાજને પ્રસન્ન કરવા માટે પીપળા અને શમીના વૃક્ષનું પૂજન કરવું.
5. અને અંતે શનિદેવના કોઈ પણ મંત્રનો જાપ કરવાથી જિવનના તમામ સંકટોનું શમન થઈ જતું હોવાની માન્યતા છે. આપ શનિ દેવનો જે પણ મંત્ર જાણતા હોય તેનો જાપ કરવો. શનિ દેવના મંત્રના જાપ માત્રથી જ સાડાસાતી અને પનોતી દુર થઈ જાય છે.

આવો હવે જાણીએ શનિદેવની પૂજા વિધિમાં કઈ કઈ બાબતોનું રાખશો ધ્યાન:

1. શનિ દેવની પૂજા સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય પછી જ કરવી.
2. શનિ દેવની પૂજા પહેલા સ્નાન અવશ્ય કરવું અને સ્વચ્છ કપડા જ પહેરવાં.
3. શનિદેવના પૂજન દરમિયાન સરસવનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરવો.
4. શનિદેવની પૂજા પીપળાના વૃક્ષની નીચે કરવી.
5. પૂજા દરમિયાન ભૂરા અથવા કાળા રંગના આસનનો ઉપયોગ કરવો.
6. શનિ દેવની પૂજા હંમેશા શાંત મનથી આસ્થા સાથે કરવી.
7. યાદ રાખો શનિદેવની મૂર્તિની સામે ક્યારેય ઉભું ન રહેવું. હંમેશા એવા મંદિરમાં જવું કે જ્યાં શનિમહારાજ શિલા રૂપે બિરાજમાન હોય.
માનવામાં આવે છે કે જો કેટલીક સાવધાની સાથી શનિદેવનું પૂજન કરવામાં આવે તો ચોક્કસ શનિદેવ પ્રસન્ન થાય છે.