Bhakti: કયા પ્રકારના દુર્યોગને નિવારશે મા અન્નપૂર્ણા ? જાણો દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિની સરળ વિધિ

સંકટ સમયે તો અચૂક મા અન્નપૂર્ણાની આરાધના કરવી જોઈએ. કહે છે કે કેટલાંક કષ્ટાદાયક યોગ વચ્ચે જો મા અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરવામાં આવે, તો ભક્તોને તે દુર્યોગના દુષ્પરિણામ નથી ભોગવવા પડતા.

Bhakti: કયા પ્રકારના દુર્યોગને નિવારશે મા અન્નપૂર્ણા ? જાણો દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિની સરળ વિધિ
માતા અન્નપૂર્ણા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:35 AM

દેવી અન્નપૂર્ણાની (goddess annapurna) કૃપા જે શ્રદ્ધાળુઓ પર ઉતરતી હોય છે, તેમના ત્યાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, ઘરમાં સુખ, સમૃદ્ધિમાં પણ ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગે છે. લોકો આ જ સુખની કામના સાથે મા અન્નપૂર્ણાની આરાધના કરતા હોય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે સંકટ સમયે તો ખાસ મા અન્નપૂર્ણાની આરાધના કરવી જોઈએ. કહે છે કે કેટલાંક કષ્ટાદાયક યોગ વચ્ચે જો મા અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરવામાં આવે તો ભક્તોને તે દુર્યોગના દુષ્પરિણામ નથી ભોગવવા પડતા.

કયા દુર્યોગથી બચાવશે મા અન્નપૂર્ણા ⦁ કુંડળીમાં દરિદ્રયોગ કે દેવાળીયા થવાનો યોગ હોચ ⦁ કુંડળીમાં ગુરુ ચાંડાલનો યોગ હોય ⦁ શનિ પંચમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં હોય ⦁ રાહુ દ્વિતીય કે અષ્ટમ ભાવમાં હોય ⦁ કુંડળીમાં વિષ યોગ હોય

કહે છે કે જેની કુંડળીમાં ઉપરોક્તમાંથી કોઈપણ દુર્યોગ હોય તો તેણે ખાસ મા અન્નપૂર્ણાનું શરણું લઈ તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. તેને લીધે દુર્યોગના દુષ્પરિણામો ટળી જશે. અને જે-તે વ્યક્તિને યોગના લીધે સર્જાનાર વિવિધ મુસીબતો કે તકલીફોનો સામનો નહીં કરવો પડે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કુંડળીમાં જો કોઈપણ પ્રકારનો દુર્યોગ હોય તો નિત્ય જ મા અન્નપૂર્ણાનું પૂજન કરવું વિશેષ લાભદાયી બની રહેશે. પણ, જો નિત્ય જ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના શક્ય ન હોય તો શુક્રવારના રોજ તો અચૂક માનું પૂજન કરવું. તેનાથી દરિદ્રતાનો નાશ થશે. સાથે જ વિવિધ સંકટો પણ આવતા પહેલાં જ ટળી જશે.

ફળદાયી પૂજનવિધિ ⦁ સવારે વહેલાં ઉઠી નિત્યક્રિયાથી પરવારી મા અન્નપૂર્ણાના પૂજનનો સંકલ્પ લો. ⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી મા અન્નપૂર્ણાની તસવીર મૂકો. ⦁ માતાની તસવીર સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરો. ⦁ કુમકુમ, અક્ષત, પુષ્પથી દેવીની પૂજા કરો. ⦁ દેવી આગળ ધૂપ અર્પણ કરો અને આસ્થા સાથે તેમની આરતી ઉતારો. ⦁ પૂજા પૂર્ણ થાય ત્યારબાદ દેવીને ભોગ અર્પણ કરો. યાદ રાખો કે દેવીને નૈવેદ્યમાં સંપૂર્ણ ભોજનથાળ પીરસવો જોઈએ. ⦁ મા અન્નપૂર્ણાની પૂજા સમયે એ યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી છે કે દેવીને પ્રસાદ અર્પણ કર્યા પૂર્વે ઘરમાંથી કોઈએ પણ ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ⦁ માતાની સન્મુખ જ બેસીને અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરો અથવા તો મંત્રનો જાપ કરો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરપ્રાણવલ્લભે । જ્ઞાનવૈરાગ્ય સિદ્ધિયર્થં ભિક્ષાં દેહિ ચ પાર્વતી ।। ⦁ પૂજા પૂર્ણ થયા બાદ માને અર્પણ કરેલો ભોગ પ્રસાદની જેમ ગ્રહણ કરો. અને પરિવારના બધાં જ એકસાથે ભોજન ગ્રહણ કરો. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમારા ઘરમાં છે આ પાંચ વસ્તુઓ ? જો ન હોય તો આજે જ લાવી દો, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ !

આ પણ વાંચો : ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ

g clip-path="url(#clip0_868_265)">