AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !

આ વખતે દશેરાના પર્વ પર ત્રણ શુભ યોગ સર્જાઈ રહ્યા છે. માન્યતા અનુસાર શુભ યોગનું આ સાયુજ્ય સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. માતા દુર્ગા અને શ્રીરામની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ આ દિવસ સર્વોત્તમ રહેશે.

Bhakti: શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !
દશેરાએ અનિષ્ટનું દમન કરશે મા દુર્ગા !
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 14, 2021 | 1:13 PM
Share

દશેરાના (Dussehra) ઉત્સવનું એક આગવું જ મહત્વ છે. આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવાતો આ અવસર એ હિંદુ સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ વર્ષે આ ઉત્સવ 15 ઓક્ટોબર 2021, શુક્રવારના રોજ ઉજવાશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે દશેરાના અવસર પર અનેક શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.

પ્રચલિત કથા અનુસાર દશેરાના દિવસે જ આદ્યશક્તિ જગદંબાએ અસુર મહિષનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવી મહિષાસુરમર્દિની બન્યા. તો, ભગવાન શ્રીરામે રાવણનો વધ પણ આ દસમી તિથિએ જ કર્યો હોવાની કથા પ્રચલિત છે. અને એટલે જ આ ઉત્સવ વિજયા દશમી (vijaya dashami) તરીકે પણ પ્રસિદ્ધ છે. આ દિવસે લોકો આદ્યશક્તિની અને શક્તિના પ્રતિક એવાં શસ્ત્રોની પૂજા કરતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ વર્ષે કયા શુભ મુહૂર્તમાં કરશો પૂજા.

પૂજાના શુભ મુહૂર્ત સવારે 6:40 થી 10:55 બપોરે 12:35 થી 01:45 સાંજે 05:00 થી 06:02

પૂજાનું વિજય મુહૂર્ત બપોરે 02:02 થી 02:48

ત્રણ યોગ સાથે દશેરા આ વખતે દશેરાના પર્વ પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને કુમાર યોગનું સાયુજ્ય સર્જાયું છે. માન્યતા અનુસાર શુભ યોગનું આ સાયુજ્ય સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. આ દિવસે લોકો અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરે છે. તો, ઘણાં ભક્તો માતા દુર્ગા અને શ્રીરામજીની પ્રતિમાની સ્થાપના કરી તેમની પૂજા કરે છે. તો આ દિવસ ગ્રહદોષથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો પણ મનાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસની વિશેષ પૂજા.

પૂજાની વિધિ ⦁ દશેરાના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી પૂજાનો સંકલ્પ કરો ⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રીરામ અને મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરો ⦁ બાજોઠ પર હળદર મિશ્રિત ચોખાથી સાથિયો બનાવો ⦁ સર્વ પ્રથમ ગજાનન ગણેશજીનું આવાહન કરો ⦁ નવગ્રહોની સ્થાપના કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો ⦁ પૂજામાં લાલ રંગના પુષ્પ અર્પણ કરવા ⦁ ગોળમાંથી બનેલી વાનગી નૈવેદ્ય રૂપે ધરાવવી ⦁ આ દિવસે બ્રાહ્મણોને દાન-દક્ષિણા દેવી ⦁ જરૂરિયાતમંદોને ભોજન કરાવવું ⦁ આ દિવસે ઘરના મંદિર પર ધર્મધજા લહેરાવી શકાય

વાસ્તવમાં વિજયા દશમીનો તહેવાર ભક્તોને એ વાતનો નિર્દેશ કરે છે કે તેમણે પણ અનિષ્ટ વિરુદ્ધ લડવા તૈયાર રહેવું જોઈએ. માતા દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ અવસર છે. એમાં પણ શુભ મુહૂર્તમાં થયેલી પૂજા ભક્તોને વિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી બની રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !

આ પણ વાંચોઃ કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">