AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !

આ એ જગદંબા છે જેનાં ચરણની રજ લઈને બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવજી સંહારનું કાર્ય કરે છે. આ એ જગદંબા છે કે જેમની કૃપાદ્રષ્ટિથી જ ભગવાન વિષ્ણુએ મધુ-કૈટવનો વધ કર્યો.

Bhakti: ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !
જગદંબાની કૃપાથી જ ત્રિદેવો પાર પાડે છે તેમના કાર્ય !
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 12, 2021 | 10:57 AM
Share

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

શ્રીમદ્ દેવી ભાગવતમાં (Srimad Devi Bhagwat) વર્ણન છે તે અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના કલ્યાણ અર્થે દેવર્ષિ નારદે શ્રીકૃષ્ણના પિતા વસુદેવજીને શક્તિની આરાધના કરવા કહ્યું. ત્યારે, વસુદેવજીએ દેવર્ષિ નારદજીની પૂછ્યું કે, “જે શક્તિનો મહિમા તમે અમને સંભળાવવાના છો તો એ શક્તિનું, માતાજીનું સ્વરૂપ કેવું છે ? એ શક્તિ કેવાં છે ? એનાં વિષે તમે વિવરણ કરો.” દેવર્ષિ નારદજી વસુદેવજીને જગદંબાના સ્વરૂપનું વર્ણન કરતાં વર્ણવે છે, श्री नारद उवाच वसुदेव महाभाग श्रों संक्षेप्तो मम दिव्या महात्म्य मतुलं कोवक्तुम विस्तरा क्षम । દેવર્ષિ નારદજી કહે છે કે, “હે વસુદેવજી ! તમે ખૂબ મહા ભાગ્યશાળી છો. હે મહા ભાગ્યશાળી વસુદેવ ! શક્તિનો મહિમા હું કેવી રીતે વર્ણવું ? માતાજીના સ્વરૂપનું વર્ણન વિસ્તારથી કરવું એ અશક્ય છે; એને વિસ્તૃત ન કરી શકાય. “कोवक्तुम विस्तरा क्षम ।” એનો કોઈ વિસ્તાર ન કરી શકે.” દેવર્ષિ નારદજી આગળ કહે છે કે, “यासा भगवती नित्या सच्चिदानंद रूपिणी परात्परतरा देवी यया व्याक्तम इदं जगत ।” આ જગત એ અનિત્ય છે. જગત કાયમ નથી. જેનો જન્મ છે એનો નાશ છે. પણ જગતમાં રહેનાર જે શક્તિતત્વ છે, જે જગદંબા છે, એ નિત્ય છે. “यासा भगवती नित्या “ શક્તિ પહેલાં પણ હતાં, અત્યારે પણ છે અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થશે ત્યારેપણ શક્તિ તત્વ એ રહેવાનું જ છે. ‘પર’ થી પણ ‘પર’ છે, જેનું સ્વરૂપ અવર્ણનિય છે અને સમગ્ર જગતમાં એ વ્યાપેલાં છે. માતાજીનું સ્વરૂપ કેવું છે !? તો કહે છે “सच्चिदानंद रूपिणी સત-ચિત-આનંદ” માતાજીનું સ્વરુપ છે. આ એ જગદંબા છે જેનાં ચરણની રજ લઈને બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવજી સંહારનું કાર્ય કરે છે. આ એ જગદંબા છે કે જેમની કૃપાદ્રષ્ટિથી ભગવાન વિષ્ણુએ મધુ-કૈટવનો વધ કર્યો. એ ભગવાન કૈટવહારી બન્યા; માટે તમે એ જગદંબાનું ‘શ્રીમદ્ દેવી ભાગવત’ શ્રવણ કરો.

દેવર્ષિ નારદજી વસુદેવજીને શક્તિ તત્વનું નિરૂપણ કરતાં કહે છે કે, “આ એ જગદંબા છે જે સૃષ્ટિનું અભિન્નનિમિત્તોપાદાન કારણ છે. માટી એ ઉપાદાન કારણ છે કારણ કે માટીમાંથી ઘડો બન્યો. કુંભાર એ નિમિત્તકારણ છે. તો આ સૃષ્ટિમાં ઉપાદાન કારણ પણ માતાજી છે. કારણ કે આપણે જોયું કે જ્યારે કંઈ નહોતું ત્યારે પણ શક્તિ તત્વની હાજરી હતી. જ્યારે જગત છે ત્યારે પણ આ તત્વ રહેવાનું છે. એટલે માતાજી કેવા છે. “करतुम् अकरतुम् अन्यथा करतुम समर्थ परमेश्वरी ।” બધું જ કરવામાં સમર્થ છે.”

નારદજીના વાક્યોને શ્રવણ કરી વસુદેવજીને એક પૂર્વ પ્રસંગ યાદ આવ્યો. પૂર્વ પ્રસંગનું સ્મરણ કરતાં વસુદેવજી કહે છે કે, “જ્યારે કંસે મને કેદ કર્યો ત્યારે મથુરા મંડળમાં ગર્ગાચાર્યજીએ જગદંબાજીની ઉપાસના કરી હતી; અને એજ જગદંબાએ ગર્ગાચાર્યજીને વચન આપ્યું હતું કે હું યશોદાજીને ત્યાં દિકરી બની પ્રગટ થઈશ. એ જ જગદંબા યોગમાયા સ્વરૂપે યશોદા માતાજીને ત્યાં અવતરિત થયા અને એ જ જગદંબા કંસને નિર્દેશ એવો કરે છે કે તારો કાળ તો સલામત સ્થળે છટકી ચૂક્યો છે. એમ નિર્દેશ કરી માતાજી વિંધ્યાચળ પર્વત ઉપર ગયા. એટલે માં વિંધ્યવાસીની કહેવાયાં.” તો હે દેવર્ષિ નારદજી ! મને પણ તમે પૂર્વ પ્રસંગ યાદ કરાવ્યો. હું પણ શ્રીમદ્ દેવી ભાગવતનું શ્રવણ કરીશ.”

આ પણ વાંચોઃ કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા

આ પણ વાંચોઃ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">