AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા

શ્રીકૃષ્ણ ભગવાનનું જાંબુવંતજી સાથે ૨૭ દિવસ યુદ્ધ ચાલ્યું. ૧૨ દિવસ સુધી મિત્રોએ ગુફાની બહાર પ્રતિક્ષા કરી. પણ દ્વારિકાધીશ પાછાં ફર્યા નહીં. ત્યારે દેવર્ષી નારદે ચિંતિત વસુદેવજીને કહ્યું કે, "ભગવાન શ્રીકૃષ્ણ જરૂર ઝડપથી પાછાં ફરશે; પણ એનાં માટે તમારે એક કાર્ય કરવું પડશે."

Bhakti: કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા
ભગવતીની કૃપાથી શ્રીકૃષ્ણ પરનું લાંછન દૂર થયું અને તેમને પત્ની રૂપે જાંબવતીની પ્રાપ્તિ થઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:45 PM
Share

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

‘શ્રીમદ્ દેવી ભાગવત’ (Srimad Devi Bhagwat) એનું શ્રવણ કોણે કર્યું ? તો એનાં જવાબમાં કહે છે કે દ્વારિકા નગરીમાં વસુદેવજીએ શ્રીમદ્ દેવી ભાગવતની કથા શ્રવણ કરી. જેનાં પ્રભાવથી ભગવાન શ્રીકૃષ્ણ જાંબુવંતીજી સાથે દ્વારિકામાં પધાર્યાં. વસુદેવજીને પુત્ર તો આવ્યો પણ પુત્રવધૂ પણ આવી.

ઋષિમુનિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યો કે “વસુદેવજીએ ક્યારે અને કયા સમયે શ્રીમદ્ દેવી ભાગવતની કથાનું આયોજન કર્યું ? એ કથા અમને વિસ્તારથી સંભળાવો.” ત્યારે સુતજી કહે છે કે ‘સત્રાચિત’ નામનો યાદવ એ દ્વારિકા નગરીમાં નિવાસ કરતો હતો. આ ‘સત્રાચિત’ યાદવ એ સૂર્યનારાયણ ભગવાનનો પરમ ભક્ત હતો. એના ઉપર સૂર્યનારાયણ ભગવાનની કૃપા હતી. સૂર્યનારાયણ ભગવાને એને ‘સ્યમંતક મણિ’ પ્રદાન કરેલો. આ મણિ ‘આઠ ભાર ચોર્યાસીસો તોલા’ રોજનું સુવર્ણ આપતો હતો.

અર્થાત ‘ચાલીસ મણ’ સુવર્ણ રોજનું આ મણિ આપતો હતો. એ મણિને પહેરી સત્રાચિત યાદવ ભગવાનની સભામાં આવ્યા. ભગવાનની સભાનું નામ છે ‘સુધર્મા સભા’ કે જ્યાં માત્ર સનાતન ધર્મનું ચિંતન થાય છે. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને સત્રાચિત યાદવને કહ્યું કે “તારી પાસે જે મણિ છે એ તું રાજ્યમાં જમા કરાવ” તો એનાંથી રાજ્યનાં કાર્ય થાય.” પણ સત્રાચિત યાદવે એ મણિ રાજ્યમાં જમા કરાવ્યો નહીં. તો ભગવાને કહ્યું, “તમે આપો કે ન આપો આ તો તમારી વસ્તુ છે.” પણ એકવાર એવું બન્યું કે સત્રાચિત યાદવના ભાઈ પ્રસેન આ મણિ પહેરી સિંહનો શિકાર કરવા ગયા. પણ બન્યું એવું કે સિંહે એમનો શિકાર કર્યો. સિંહે પ્રસેનને માર્યા. પરંતુ પેલો મણિ સત્રાચિત યાદવને મળ્યો નહીં. એટલે સત્રાચિત યાદવે બધો આરોપ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર મૂક્યો.

શ્રીકૃષ્ણ ભગવાન મણિની શોધ કરવા માટે જાંબુવંતજીની ગુફામાં ગયા. તે સમયે જાંબુવંતજીના હાથમાં મણિ હતો. શ્રીકૃષ્ણ ભગવાનનું જાંબુવંતજી સાથે ૨૭ દિવસ યુદ્ધ ચાલ્યું. ૧૨ દિવસ સુધી મિત્રોએ ગુફાની બહાર પ્રતિક્ષા કરી. પણ દ્વારિકાધીશ પાછાં ફર્યા નહીં. તે સમયે સૌ મિત્રો ચિંતિત બન્યા અને વસુદેવજીને દ્વારિકામાં આવી વાત કરી કે ભગવાન શ્રીકૃષ્ણ મણિની શોધ કરવા ગયા છે અને હજી સુધી પાછાં ફર્યા નથી. પૂરું દ્વારિકા આજે શોકમગ્ન છે. બધા ચિંતિત છે. કેટલાંક યાદવો સત્રાચિતને દોષ આપવા માંડ્યા. એ જ સમયે દેવર્ષિ નારદજીનું આગમન થયું.

દેવર્ષિ નારદજીએ વસુદેવજીને પૂછ્યું કે, “તમે કેમ ચિંતિત છો ?” ત્યારે વસુદેવજીએ કહ્યું કે, “શ્રીકૃષ્ણ ભગવાન મણિની શોધ કરવા ગયા છે અને હજી સુધી પાછાં ફર્યાં નથી.” ત્યારે ઉત્તર આપતાં દેવર્ષિ નારદજીએ કહ્યું કે, “ભગવાન શ્રીકૃષ્ણ જરૂર ઝડપથી પાછાં ફરશે; પણ એનાં માટે તમારે એક કાર્ય કરવું પડશે.” નવરાત્રિ નજીક આવે છે. તો નવરાત્રિના સમયે મા જગદંબાનો જે નવાર્ણ મંત્ર છે “ॐ एँ ह्रीं क्लीं चामुंडायै विच्चयै ।” આ નવારણ મંત્રનું તમે અનુષ્ઠાન કરો. એની સાથે-સાથે ‘શ્રીમદ્ દેવી ભાગવત’ને શ્રવણ કરો.

નારદમુનિની વાત સાંભળી વસુદેવજીએ કહ્યું કે, “હું નવરાત્રિનું અનુષ્ઠાન કરીશ, માતાજીના નવાર્ણ મંત્રનો જાપ કરીશ અને શ્રીમદ્ દેવી ભાગવતનું શ્રવણ કરીશ.” વસુદેવજીએ નવરાત્રિના સમયે શ્રીમદ્ દેવી ભાગવતનું આયોજન કર્યું. જેમાં દેવર્ષિ નારદજી વક્તા બન્યા. દ્વારિકાના પ્રજાજનોએ તેમજ વસુદેવજીએ ભગવતીનું ભાગવત શ્રવણ કર્યું. આ બાજુ જાંબુવંતજી સાથે ભગવાનનું સત્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. સત્યાવીસમાં દિવસે જાંબુવંતજી ભગવાનના ચરણોમાં પડ્યા અને કહ્યું કે, હે પ્રભુ ! તમે કોણ છો ? ત્યારે ભગવાને કહ્યું કે, “હે જાંબુવંત ! હું જે ત્રેતાયુગમાં રામ હતો એ જ હું હવે શ્યામ બનીને આવ્યો છું. આ મણિના માટે મારા ઉપર ખોટો દોષ છે. જૂઠ્ઠો આરોપ છે.” ત્યારે જાંબુવંતજીએ કહ્યું કે “તમે મણિ તો લઈ જાવ પણ સાથે-સાથે મારું કન્યારત્ન એ પણ તમે લઈ જાવ.”

શ્રીમદ્ દેવી ભાગવત શ્રવણ કરતાં-કરતાં દ્વારિકાના પ્રજાજનોએ પ્રાર્થના કરી કે હે જગદંબા ! દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ જલ્દીથી પાછાં આવે એવું કરજો. અહિયાં યુદ્ધનો સત્યાવીસમો દિવસ થયો અને કથામાં નવમો દિવસ થયો, અને જ્યાં શ્રીમદ્ દેવી ભાગવતની પૂર્ણાહુતિ થઈ ત્યારે સમાચાર આવ્યા કે દ્વારિકાધીશ ભગવાન પધારી રહ્યાં છે અને વળી એકલા નથી આવતા, સાથે કન્યા પણ છે. વસુદેવજી ખુબ પ્રસન્ન થયાં. એમણે શ્રીમદ્ દેવી ભાગવતનું પૂજન કર્યું, માતાજીનું પૂજન કર્યું, “હે માં ! આજે તમારી કૃપાથી દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અમને પ્રાપ્ત થયા છે.” દ્વારિકાના પ્રજાજનો પણ માતાજીની પૂજા કરવા માંડ્યા. વસુદેવજીએ કુમારીકાઓનું પૂજન કર્યું. ભોજન કરાવ્યું. અને દેવર્ષિ નારદજીનું પણ પૂજન કર્યું.

આ પણ વાંચોઃ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

આ પણ વાંચોઃ નવરાત્રીમાં પ્રાપ્ત કરો દેવી લક્ષ્મીની કૃપા, ક્યારેય ઘરમાં નહીં વર્તાય ધનની ખોટ !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">