Bhakti: દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?

ધતુરાનું પુષ્પ એ મહાદેવને સૌથી વધુ પ્રિય મનાય છે. પરંતુ, શિવપુરાણમાં એવાં અનેકવિધ પુષ્પનો ઉલ્લેખ મળે છે કે જેનાથી મહાદેવની પૂજા કરવાથી તે વિશેષ પ્રસન્ન થાય છે. તેમજ ભક્તને વિધ વિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે છે.

Bhakti: દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?
પુષ્પથી પ્રસન્ન થશે પાર્વતીપતિ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:35 AM

દેવાધિદેવ મહાદેવને (Mahadev) ભક્તો ભોળાનાથ તરીકે પૂજે છે. કારણ કે, મહેશ્વર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થનારા મનાય છે. શિવપુરાણમાં (shiv purana) ઉલ્લેખ છે તે અનુસાર શિવજી તો તેમના ભક્તોના આંસુ જોઈને જ પીગળી જાય છે અને પછી ભક્તને કલ્યાણના આશિષ પ્રદાન કરે છે. અલબત્, ભક્તો કેટલીક ખાસ વસ્તુઓના માધ્યમથી મહેશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા જ રહે છે. જેમાંથી જ છે કેટલાંક ખાસ પુષ્પ !

સામાન્ય રીતે ધતુરાનું પુષ્પ એ મહાદેવને સૌથી વધુ પ્રિય મનાય છે. અને ભક્તો શ્રાવણ માસમાં કે સોમવારના અવસરે તો ખાસ આ પુષ્પ મહાદેવને અર્પણ કરતા હોય છે. પરંતુ, શિવપુરાણમાં એવાં અનેકવિધ પુષ્પનો ઉલ્લેખ મળે છે કે જેનાથી મહાદેવની પૂજા કરવાથી તે વિશેષ પ્રસન્ન થાય છે. તેમજ ભક્તને વિધ વિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે છે. આવો, આજે આ જ પુષ્પ સંદર્ભે અને તેના દ્વારા થનારી ફળપ્રાપ્તિ અંગે વાત કરીએ.

ધતુરાથી સંતાન સુખ ! આગળ ઉલ્લેખ કર્યો તેમ ધતુરો એ શિવજીનું સૌથી પ્રિય પુષ્પ મનાય છે. તે એક જંગલી ફૂલ છે. કહે છે કે સર્વ પ્રથમ દેવી પાર્વતીએ આ પુષ્પથી મહાદેવની પૂજા કરી હતી. અને એટલે જ મહાદેવને તે અત્યંત પ્રિય છે. માન્યતા અનુસાર આસ્થા સાથે આ પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી વ્યક્તિને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જૂહીથી ધન-ધાન્ય ! દરેક વ્યક્તિની મનશા એ જ હોય છે કે તેના ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ ન વર્તાય. માન્યતા અનુસાર આ કામનાને પરિપૂર્ણ કરવા શિવજીને જૂહીનું ફૂલ અર્પણ કરવું જોઈએ. ધન-ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રહેશે.

મોગરાથી સંસાર સુખ ! દરેક યુવકની ઈચ્છા એવી જ હોય છે કે તેને સુંદર, સુશીલ અને સંસ્કારી પત્નીની પ્રાપ્તિ થાય. કહે છે કે આ માટે મહેશ્વરને નિત્ય મોગરાનું ફૂલ અર્પણ કરવું. દરરોજ શક્ય ન હોય તો સોમવારે અચૂક શિવજીને આ પુષ્પ ચઢાવવું. કહે છે કે તેનાથી જલ્દી વિવાહના યોગ બને છે. અને યુવકને સુશીલ કન્યાની પ્રાપ્તિ થાય છે.

ચમેલીથી વાહન સુખ ! ચમેલીના ફૂલ પણ મહાદેવને અત્યંત પ્રિય મનાય છે. કહે કે જેને વાહન ખરીવાની ઈચ્છા હોય, અને અનેક પ્રયાસ છતાં તે ખરીદવાના સંજોગો જ ન સર્જાતા હોય તો આ ફૂલ લાભદાયી બની શકે. શિવલિંગ પર આસ્થા સાથે ચમેલીનું ફૂલ અર્પણ કરવાથી એવાં સંજોગોનું નિર્માણ થાય છે કે વ્યક્તિ નવું વાહન ખરીદી શકે.

ફળદાયી આંકડાના પુષ્પ જીવનમાં જો અનેકવિધ સંકટો ઘેરી વળ્યા હોય તો તેમાંથી મુક્ત થવા માટે મહાદેવને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ. માન્યતા અનુસાર આંકડાના ફૂલથી પ્રસન્ન થઈ મહેશ્વર તમામ પ્રકારના સંકટોથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, તે ભક્તની મોક્ષની કામનાને પણ પરિપૂર્ણ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ

આ પણ વાંચોઃ નવો ધંધો શરૂ કરવા લાભ પંચમીનો દિવસ છે શ્રેષ્ઠ, નહીં આવે ધંધામાં કોઈ મુશ્કેલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">