AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: દિવાળીના આ શુભ દિવસ પર આજે કયા સમય પર કરવું લક્ષ્મી પૂજન ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

દિવાળીનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી અનિવાર્ય માનવામાં આવે છે, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે.

Diwali: દિવાળીના આ શુભ દિવસ પર આજે કયા સમય પર કરવું લક્ષ્મી પૂજન ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Diwali 2026
| Updated on: Nov 08, 2026 | 9:07 AM
Share

આજે 8 નવેમ્બર, રવિવારના રોજ સમગ્ર દેશમાં દિવાળીનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી અનિવાર્ય માનવામાં આવે છે, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે. ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે બંનેની પૂજા એકસાથે શા માટે કરવામાં આવે છે અને તેમની મૂર્તિ કઈ દિશામાં સ્થાપિત કરવી જોઈએ.

ખરેખર, માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે, જ્યારે ભગવાન ગણેશ બુદ્ધિ અને વિવેકના દેવતા છે. બુદ્ધિ વિના ધનનો ખોટો ઉપયોગ થઈ શકે છે. તેથી ધનનો યોગ્ય ઉપયોગ થાય અને જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે બંનેની હંમેશાં સાથે પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત

  • લક્ષ્મી પૂજાની તિથિ: રવિવાર, 8 નવેમ્બર 2026
  • લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત: સાંજે 05:54થી 07:50 વાગ્યા સુધી
  • પૂજાનો કુલ સમયગાળો: 01 કલાક 56 મિનિટ
  • પ્રદોષ કાળ: સાંજે 05:31થી રાત્રે 08:09 વાગ્યા સુધી

દિવાળી પર લક્ષ્મી-ગણેશની પૂજા શા માટે કરવામાં આવે છે?

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની એકસાથે પૂજા કરવા પાછળ ખાસ ધાર્મિક કારણ છે. કોઈપણ શુભ કાર્યમાં ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. માતા લક્ષ્મીના આગમનમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ગણેશજીની હાજરી જરૂરી માનવામાં આવે છે.

આ ઉપરાંત, એક પૌરાણિક કથા અનુસાર, એકવાર માતા લક્ષ્મીને પોતાની સમૃદ્ધિ પર અભિમાન થઈ ગયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે સંતાન વિના સ્ત્રીનું જીવન પૂર્ણ થતું નથી. આ વાતથી દુઃખી થઈને માતા લક્ષ્મી પાર્વતીજી પાસે ગયાં. ત્યારબાદ પાર્વતીજીએ ભગવાન ગણેશને તેમને દત્તક પુત્ર તરીકે સોંપ્યા હતા.

દત્તક લેવાની પૌરાણિક કથા

ભગવાન ગણેશને દત્તક પુત્ર તરીકે મેળવીને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. તેમણે ગણેશજીને વરદાન આપ્યું કે જે પણ મારી પૂજા કરશે, તેણે સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવું પડશે. ત્યાર બાદ જ મારી પૂજા સ્વીકારવામાં આવશે.

આ જ કારણ છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સાથે તેમના દત્તક પુત્ર ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. ગણેશજી પ્રથમ પૂજનીય હોવાની સાથે માતા લક્ષ્મીના માનસપુત્ર પણ માનવામાં આવે છે. આ ધાર્મિક પરંપરાનું પાલન કરવાથી દિવાળીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે અને ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

પૂજાની ચોકી સ્થાપિત કરવાની યોગ્ય દિશા

દિવાળીની પૂજા કરતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પૂજાની ચોકી હંમેશાં ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ.

આ ઉપરાંત, પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશાં ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. યોગ્ય દિશામાં ચોકી સ્થાપિત કરીને પૂજા કરવાથી ઘરના તમામ સભ્યોને પૂજાનું પૂર્ણ ફળ મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.

લક્ષ્મી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાની યોગ્ય રીત

  • મૂર્તિ સ્થાપિત કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશને હંમેશાં માતા લક્ષ્મીની ડાબી બાજુ સ્થાપિત કરવા જોઈએ.
  • માતા લક્ષ્મીને ભગવાન ગણેશની જમણી બાજુ સ્થાપિત કરવાં જોઈએ. આ નિયમનું ધાર્મિક મહત્ત્વ છે.
  • તેનું મુખ્ય કારણ એ છે કે માતા લક્ષ્મીને ભગવાન ગણેશની માનસ માતા તરીકે પૂજવામાં આવે છે.
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા અથવા પત્નીને ડાબી બાજુનું સ્થાન ત્યારે આપવામાં આવે છે જ્યારે તેઓ પત્નીના સ્વરૂપમાં હોય.
  • ભગવાન ગણેશ તેમના પુત્રના સ્વરૂપ હોવાથી માતા લક્ષ્મી હંમેશાં તેમની જમણી બાજુ બિરાજમાન થાય છે.
  • આ નિયમ અનુસાર મૂર્તિ સ્થાપિત કરીને પૂજા અને આરતી કરવાથી ઘરમાં હંમેશાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી.

Diwali 2026: દિવાળીની રાત્રે શાંતિથી આમાંથી કોઈ એક ઉપાય કરી લો, લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ચમકશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
g clip-path="url(#clip0_868_265)">