Astrology Latest News: 100 વર્ષે શનિવારે સર્જાઈ રહ્યો છે શુભ સંયોગ, શનિ મહારાજને રિઝવવા માટે અજમાવો આ ખાસ ઉપાયો

|

Apr 26, 2022 | 6:32 PM

29 એપ્રિલના રોજ શનિનું રાશિ પરિવર્તન અને તેના બીજા જ દિવસે 30 તારીખે શનૈશ્વરી અમાસ (Shanaishwari Amas) અને એપ્રિલમાં પાંચ શનિવાર હોવાનો સંયોગ આ તમામ યોગ શનિના શુભ બળનો સંકેત આપે છે જે વિશેષ કૃપા પ્રાપ્ત કરાવે છે

Astrology Latest News: 100 વર્ષે શનિવારે સર્જાઈ રહ્યો છે શુભ સંયોગ, શનિ મહારાજને રિઝવવા માટે અજમાવો આ ખાસ ઉપાયો
Special remedies to please Shani Maharaj

Follow us on

Astrology latest News: કુંભ રાશિમાં શનિ મહારાજનાં ભ્રમણને લઈને કદાચ આપ સહુ તો માહિતગાર હશો જ પરંતુ 100 વર્ષ પછી શનિ મહારાજ(Shani Maharaj)ને રિઝવવા માટેનો એ દિવસ આપી પહોચ્યો છે કે જે જવલ્લે આવે છે.  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે 30 વર્ષ પછી શનિ દેવ પોતાની જ રાશિ કુંભ(Aquarius)માં પ્રવેશ કરવા જઇ રહ્યા છે, 29 એપ્રિલના રોજ શનિનું રાશિ પરિવર્તન અને તેના બીજા જ દિવસે 30 તારીખે શનૈશ્વરી અમાસ(Shanaishwari Amas) અને એપ્રિલમાં પાંચ શનિવાર હોવાનો સંયોગ આ તમામ યોગ શનિના શુભ બળનો સંકેત આપે છે જે વિશેષ કૃપા પ્રાપ્ત કરાવે છે શાસ્ત્રોમાં પણ શનિને રિઝવવા શનિવાર કે અમાસના યોગને સુચવવામાં આવે છે

જયોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ને રિઝવવા ખુબ કઠિન છે જેમ શનિ વક્ર દૃષ્ટિ કરે કે શનિ બગડે કે પનોતી માં દંડ આપે ત્યારે લોકોને આસમાને થી જમીન પર લાવી દેછે ત્યારે તેમને ખુશ કરવા જરૂરી બને છે. શાસ્ત્રો મુજબ શનિ દેવ શનિવાર ના અધિપતિ છે તેમ કુંભરાશી ના પણ સ્વામી છે અને પોતે રાત્રિ બલી કહેવાય છે અને અમાસ ને મહરાત્રી કહેવાય છે માટે જ્યારે પણ શનિવારે અમાસ હોય તેને શનિઅમાવસ્યા , તરીકે ઉજવવા માં આવે છે પ્રાચીન સમય શનિ કૃપા પ્રાપ્ત કરવા શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે આ દિવસે શનિદેવ ખૂબ ખુશ હોય છે આ સમયે કરેલી શનિ મહારાજની પૂજા કે સચોટ ઉપાયો કરવાથી શનદેવને ઝડપી રિઝવી શકાય છે કારણ શનિમહારાજ આ દિવસે ખૂબ ખુશ અને બળવાન સ્થિતિમાં રહે છે.

જ્યોતિષી ચેતનભાઇ પટેલનાં જણાવ્યા મુજબ જે જાતકોને પનોતી શરૂ થઈ હોય તેણે અને જે લોકો પર શનિની અશુભ અસર હોય તેમણે તથા જે લોકોને કુંડળી માં શનિ અશુભ હોય નીચનો કે શત્રુ ક્ષેત્રી હોય અને આ સમયે કષ્ટ કે પીડા આપતો હોય જેવા કે દગો ફટકો લડાઈ-ઝઘડા કોર્ટ-કચેરી નુકશાની , કર્જ કે દેવું ,લગ્ન વિલંબ લગ્ન જીવનમાં ક્લેશ ,કાર્યમાં રુકાવટ , કૌટુંબિક ક્લેશ વેર ઝેર , કે એકાએક શારીરિક માનસિક સમસ્યા, વાયુ ને લગતા રોગો ડાયાબિટીસ, પ્રેશર, સાંધાના દુખાવા, હાર્ટ પ્રોબ્લેમ, આ સમસ્યા હોય તેમણે તથા જે રાશિના લોકો હાલમાં નાની પનોતી શરૂ થઈ છે તેવી કર્ક રાશિ, અને વૃશ્ચિક રાશિ એ તથા મોટી પનોતી શરૂ થઈ છે તેવી મકર, કુંભ અને મીન રાશિએ પણ શનિ દેવને રિઝવવા શાસ્ત્રોકત ઉપાયો કરવા જોઈએ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શનિ મહારાજને રીઝવવાના ઉપાયો

  1. સૌથી પ્રથમ આ દિવસે શનિદેવની કૃપા થાય અને કષ્ટ અને પીડા દૂર થાય તેવો સંકલ્પ લઇ નીચેના ઉપાયો કરવા
  2. આ દિવસે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય
  3. સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસા કરવા કે સવાર સાંજ અને મધ્ય રાત્રી એમ ત્રણ વખત
  4. એક શનિ મંત્ર ની માળા -(પીડા નિવારણ ની પ્રાર્થના સાથેકોઈ પણ મંત્ર ની ૧, કે ૩ માળા કરવી) ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
  5. નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ, છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ!
  6. ઓમ શં શનેશ્વરાય નમ:
  7. હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા
  8. શનિ અમાવસ્યા એ ગરીબો ને દાન કરવું
  9. પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું ગરીબોને દાન કરવું
  10. ગરીબોને કાળા કામળાનું દાન કરવું.
  11. લોખંડના વાસણોનું દાન કરવું
  12. કાળા અડદ કાળા તલનું દાન કરવું
  13. ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું
  14. ગરીબ જરૂરિયાત વાળા લોકોને પૈસા કે વસ્તુ આપી યથાશક્તિ મદદ કરવી
  15. કૂતરાઓ અને કાગડાઓને ભોજન આપવું

આવા ઉપાયો આ દિવસે સંકલ્પ કરી કરવાથી શનિદેવને રીઝવી શકાય છે અને તે ખુશ થઇ જાય છે અને તેમની કૃપાથી કષ્ટો, પીડા અને સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે ભલભલા શુભ સમયમાં પણ આંચ નથી આવતી તકલીફોમાં માર્ગ મળે છે

 

આ પણ વાંચો-Astrology Latest: શનિના કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ ત્રણ રાશિને રંકમાંથી રાજા થવાના યોગ, વાંચો તમારી રાશિનું નામ છે સામેલ?

આ પણ વાંચો-Shani Panoti 2022: આ ત્રણ રાશિ શનિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ, જાણો શનિ પનોતી છતા કોને લાભ થવાના યોગ

Published On - 2:15 pm, Tue, 26 April 22

Next Article