AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યગ્રહણના કારણે આજે ગુજરાતના તમામ મંદિરો બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે

સૌરાષ્ટ્રના (Saurashtra) મંદિરની વાત કરીએ તો, દ્વારકા, સોમનાથ અને વીરપુર મંદિર ભક્તો માટે બંધ રહેશે. સૂર્યગ્રહણનો વેદ લાગતો હોવાથી પાવાગઢ અને અંબાજી મંદિર રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે.

સૂર્યગ્રહણના કારણે આજે ગુજરાતના તમામ મંદિરો બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે
અંબાજી મંદિરImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 10:35 AM
Share

25મી ઓક્ટોબરે એટલે કે આજે દેશ અને દુનિયામાં આંશિક સૂર્યગ્રહણ (Solar Eclipse) થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. ભારતમાં સૂર્ય ગ્રહણને કારણે સૂતક લાગતુ હોવાની માન્યતા છે. ત્યારે ભારતમાં (India) આજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ હોવાથી ગુજરાતના (Gujarat)  મોટાભાગના મંદિરો બંધ રહેશે. સાંજે 4 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થવાના કારણે ભક્તો માટે રાત્રે 9 વાગ્યા સુધી મંદિરો (Temples) બંધ રહેશે.

સૌરાષ્ટ્રના મંદિરની વાત કરીએ તો, દ્વારકા, સોમનાથ અને વીરપુર મંદિર ભક્તો માટે બંધ રહેશે. સૂર્યગ્રહણનો વેદ લાગતો હોવાથી પાવાગઢ અને અંબાજી મંદિર રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવશે. બહુચરાજી અને શંખલપુર મંદિર સાંજે સાડા સાત વાગ્યા સુધી બંધ. વડનગરમાં પણ હાટકેશ્વર મંદિર રહેશે. પ્રક્ષાલન વિધિ બાદ ભક્તો મંદિરોમાં આરતીના દર્શન કરી શકશે. ગ્રહણ મોક્ષ બાદ તમામ મંદિરોમાં પૂજા અને આરતી યથાવત્ કરવામાં આવશે. બીજી તરફ સૂર્યગ્રહણને લઈ શહેરના મંદિરોમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ક્યારે લાગશે સૂતક ?

સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે એટલે ભારતમાં 25 ઓક્ટોબરે સવારે 4 વાગ્યે સૂતક લાગશે અને જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક દરમિયાન તમામ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. જેથી મંદિરો બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરનું શુદ્ધિકરણ કરી મંદિરોમાં દર્શન કરી શકાશે.

સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે

ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાશે. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આમ દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે સૂર્યગ્રહણ થશે. આ દરમિયાન 1300 વર્ષ બાદ 4 ગ્રહોનો દુર્લભ યોગ રચાશે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ પોત-પોતાની રાશિમાં હશે. આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવે છે.

આંશિક સૂર્યગ્રહણ શું છે?

સૂર્ય તેની ભ્રમણકક્ષામાં ફરતો રહે છે, પરંતુ જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે આપણે સૂર્યને જોઈ શકતા નથી, તેને ‘સૂર્યગ્રહણ’ કહેવામાં આવે છે. આંશિક સૂર્યગ્રહણનો અર્થ એ છે કે, જ્યારે ચંદ્ર સૂર્યના કેટલાક કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ, 2027ના રોજ દેખાશે, જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">