એક નાનકડી વાંસળી પરિવારમાં વધારી દેશે પ્રેમ ! તમે ક્યારેય નહીં જાણ્યા હોય વાંસળીના આવા લાભ !

વાસ્તુ અનુસાર જોઇએ તો જે ઘરમાં લાકડાની વાંસળી (flute) હોય છે ત્યાં સદાય શ્રીકૃષ્ણ વાસ કરતાં હોય છે. અને તે ઘર પર સદાય કૃષ્ણની કૃપા વરસતી રહે છે. કહે છે કે જે ઘરમાં વાંસળી હોય છે, તે ઘરમાં ક્યારેય ઐશ્વર્યની ઉણપ નથી સર્જાતી.

એક નાનકડી વાંસળી પરિવારમાં વધારી દેશે પ્રેમ ! તમે ક્યારેય નહીં જાણ્યા હોય વાંસળીના આવા લાભ !
Flute
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 31, 2023 | 6:14 AM

દરેક વ્યક્તિની એક જ મનશા હોય છે કે તેના પરિવારમાં બધાં જ હંમેશા સ્વસ્થ રહે, ખુશ રહે અને પરિવારજનો વચ્ચે પ્રેમ અકબંધ રહે. ઘરમાં સુખ-સમૃદ્ધિની મનશા સાથે લોકો કેટ-કેટલા ઉપાયો પણ અજમાવતા હોય છે. પરંતુ, કેટલીક વાર આપણાં શાંતિના અનેક પ્રયત્નો છતાં ઘરમાં કે પરિવારજનોમાં અશાંતિનો માહોલ સર્જાઈ જાય છે. વળી, અનેક ઉપાય કરવા છતાં આપણને સમસ્યાઓનું સમાધાન પણ નથી મળતું. પણ, શું તમે એ જાણો છો કે આ સમસ્યાનું સમાધાન એક નાનકડી વાંસળીમાં છૂપાયેલું છે ! વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઇએ તો ઘરમાં રાખેલી એક નાનકડી વાંસળી તમારી તમામ સમસ્યાઓને દૂર કરીને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. આવો, આજે તે વિશે વિગતે જાણીએ.

વાંસળી અપાવશે શ્રીકૃષ્ણના આશીર્વાદ

ભગવાન શ્રીકૃષ્ણ સદાય પોતાની સાથે વાંસળી રાખતા હતા. પ્રેમ અને શાંતિનો સંદેશ આપનાર વાંસની બનેલી વાંસળી તેમની શક્તિ હતી. વાસ્તુ અનુસાર જોઇએ તો જે ઘરમાં લાકડાની વાંસળી હોય છે ત્યાં સદાય શ્રીકૃષ્ણ વાસ કરતાં હોય છે. અને તે ઘર પર સદાય કૃષ્ણની કૃપા વરસતી રહે છે. કહે છે કે જે ઘરમાં વાંસળી હોય છે, તે ઘરમાં ક્યારેય ઐશ્વર્યની ઉણપ નથી સર્જાતી.

વાંસળીના સૂરથી નકારાત્મકતાનો નાશ

વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે એટલા માટે જ તે પવિત્ર અને પૂજનીય ગણાય છે. વાંસળીને સંમોહન, ખુશી અને આકર્ષણનું પ્રતિક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેના મધુર અવાજથી તેના પ્રત્યે આકર્ષિત થાય છે. વાંસળી વગાડવાથી જે સ્વર ઉત્પન્ન થાય છે તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્કમ ઊર્જાનો સંચાર કરે છે. તેનાથી મનમાં આનંદની અનુભૂતિ થાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઘરના કયા સ્થાન પર રાખશો વાંસળી ?

ઘરમાં વાંસળી એવા સ્થાન પર રાખવી જોઇએ કે જે સ્થાન પર આપની વારંવાર નજર પડતી હોય. આ ઉપાય અજમાવવાથી આપના સકારાત્મક વિચારોમાં વૃદ્ધિ થશે તેમજ આપને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

વાંસળી વધારશે પ્રેમ !

વાંસળીના સૂર પ્રેમ વરસાવે છે એટલે જે ઘરમાં વાંસળી હોય છે, તે ઘરમાં પ્રેમ ભરેલા સૂર ગુંજતા રહે છે. અને પરિવારજનો વચ્ચે અંદરોઅંદર પ્રેમ અને ઉલ્લાસ અકબંધ રહે છે. જો તમને માનસિક તણાવ વધુ રહેતો હોય કે પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો સૂતા સમયે તમારા મસ્તકની પાસે વાંસળી રાખીને સૂવાથી લાભ થશે. માન્યતા અનુસાર તેનાથી પતિ-પત્નીના મતભેદ દૂર થશે અને તેમની વચ્ચે પ્રેમ વધશે. આપના વૈવાહિક જીવનમાં મધુરતા લાવવા માટે ઉત્તર દિશામાં નૃત્ય કરતા મોર કે નૃત્ય કરતા રાધા-કૃષ્ણનું સુંદર ચિત્ર લગાવવું જોઇએ.

સંતાન પ્રાપ્તિ અર્થે

સંતાન પ્રાપ્તિની ઇચ્છા રાખનાર દંપતીએ તેમના ઘરમાં જરૂરથી વાંસળી રાખવી જોઈએ. સાથે જ શ્રીકૃષ્ણના બાળરૂપનું અથવા તો ગાયનું વાછરડા સાથેનું ચિત્ર પોતાના શયનકક્ષમાં લગાવવું જોઇએ.

સમૃદ્ધિ અર્થે

વાંસળીને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. કહે છે કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વાંસથી બનેલી સુંદર વાંસળી લગાવવાથી સમૃદ્ધિનું આગમન આપણાં ઘરમાં થાય છે. આ ઉપાયથી આપના પરિવાર પર શ્રીકૃષ્ણની કૃપા બની રહેશે તેમજ આપને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.

સારા સ્વાસ્થ્ય અર્થે

જો ઘરમાં સતત કોઇ વ્યક્તિ બીમાર રહેતી હોય તો તેના રૂમના દરવાજા ઉપર અથવા તો તેમની પથારીમાં મસ્તક પાસે વાંસળી રાખવી. કહે છે કે તેનાથી તે વ્યક્તિને સ્વાસ્થ્યમાં સુધારો વર્તાશે અને રોગથી મુક્તિ મળશે.

વાંસળીનો આ ઉપાય વધારશે વ્યાપાર !

જો આપનો વ્યાપાર ધંધો સારો ન ચાલી રહ્યો હોય, તો આપના વ્યાપાર ધંધાની ઓફિસના સ્થાન પર કે દુકાનના મુખ્ય દ્વાર પર બે વાંસળી લગાવવી જોઇએ. તેનાથી ચોક્કસપણ ધીમે-ધીમે ધંધામાં પ્રગતિ થશે.

આધ્યાત્મિક સાધનાની સફળતા અર્થે

આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિ મેળવવા માટે અથવા તો કોઇપણ પ્રકારની સાધનામાં સફળતા મેળવવા માટે પોતના પૂજાઘરના દરવાજા પર વાંસળી લગાવવી. માન્યતા અનુસાર આમ કરવાથી આપને કાર્યમાં તરત જ સફળતાની પ્રાપ્તિ થશે. પરંતુ, એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે વાંસળીને ક્યારેય સીધી ન લગાવવી. તેને ત્રાંસી લગાવવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">