AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવજીનો એક સરળ મંત્ર કરાવશે આપનો ભાગ્યોદય, જાણી લો કયો છે આ શક્તિશાળી મંત્ર !

અધિક શ્રાવણમાં ભગવાન શંકરની (Lord shiva) વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભોળાનાથના મંત્રોનો જાપ કરવો ખૂબ લાભદાયી સાબિત થાય છે. અધિક શ્રાવણ મહિનો એ બુદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ, ઐશ્વર્ય, ધન, સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર અને સર્વ વ્યાધિનું નિવારણ કરાવનાર માનવામાં આવે છે. આ મહિનામાં શિવલિંગ પર દૂધ કે જળ વડે અભિષેક કરતાં સમયે શિવજીના ચમત્કારી મંત્રોનો જાપ કરવો.

શિવજીનો એક સરળ મંત્ર કરાવશે આપનો ભાગ્યોદય, જાણી લો કયો છે આ શક્તિશાળી મંત્ર !
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 6:20 AM
Share

ભગવાન વિષ્ણુ અને શિવજીને પ્રિય એવા અધિક શ્રાવણમાસની શરૂઆત થતા જ ચારેય તરફ ભક્તિમય માહોલ સર્જાઇ ગયો છે. અધિક શ્રાવણમાં ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભોળાનાથના મંત્રોનો જાપ કરવો ખૂબ લાભદાયી સાબિત થાય છે અને આ મંત્રજાપથી ભોળાશંકર તુરંત પ્રસન્ન થાય છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ વર્ષે બે શ્રાવણનો લાભ મળી રહ્યો છે. અધિક શ્રાવણમાં કરવામાં આવેલ પૂજા, પાઠ, વ્રત, તપ, આરાધનાથી મહાદેવ જટ રીઝી જાય છે અને તેમના જાતકને પ્રસન્ન થઇને આશીર્વાદ આપે છે એટલે આ બે મહિનાનો લાભ દરેક વ્યક્તિએ લેવો જ જોઇએ.

આ મહિનો બુદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ, ઐશ્વર્ય, ધન, સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર અને સર્વ વ્યાધિનું નિવારણ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં શિવલિંગ પર દૂધ કે જળ વડે અભિષેક કરતાં સમયે આ મંત્રોનો જાપ કરવો. આ શક્તિશાળી અને ખૂબ જ ચમત્કારી શિવમંત્રોનો જાપ કરવાથી આપનો ભાગ્યોદય નક્કી છે સાથે સાથે તેના દ્વારા આપના પરિવાર પર શિવજીની અમી કૃપા વરસતી રહેશે.

ચમત્કારી શિવ મંત્રનો જાપ

‘ૐ નમ: શિવાય ’

આ મંત્ર પૃથ્વી તત્વના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રના જાપથી ભગવાન શંકર તેમના ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે. ખાસ કરીને આ મંત્રના જાપ દ્વારા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

‘ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ |

ઉર્વારૂકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||

આ મહા મૃત્યુંજય મંત્ર છે. આ મંત્રને સંજીવની મંત્ર કહે છે. આ શિવજીના શક્તિશાળી મંત્રોમાંથી એક મંત્ર છે. જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. અધિક શ્રાવણમાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય અને રોગનો ભય દૂર થાય છે.

‘ૐ નમો ભગવતે રુદ્રાય ’

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરનાર જાતકને ભયથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

‘ૐ હં હં સહ: ’

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી આપને શિવકૃપા, શક્તિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

‘ૐ નમ: શિવાય વ્યોમકેશ્વરાય ’

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રના જાપથી આત્મિક ઉન્નતિનું ફળ પ્રદાન થાય છે.

‘ૐ પાર્વતીપતયે નમ: ’

શિવજી એ માતા ગૌરીના પતિ પરમેશ્વર છે એટલે શિવજીને પાર્વતીપતયે કહેવામાં આવે છે. આ મંત્ર દેવી પાર્વતીના નામ સાથે જોડાયેલ છે એટલે આ મંત્રજાપ કરવાથી શિવજીની પ્રસન્નતાની સાથે માતા પાર્વતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

‘ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ્ ’

આ મંત્રમાં ભગવાન શિવની સાથે હનુમાનજીની સ્તુતિ કરવામાં આવી છે. આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તેમજ તમામ પ્રકારના દુ:ખમાંથી મુક્તિ મળે છે.

‘ૐ શંકરાય નમ: ’

આ મહિનામાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરવો જરૂરી છે. ખાસ કરીને અઘોરી અને તાંત્રિક સાધના કરનાર શિવભક્ત આ મંત્રનો જાપ કરતા હોય છે.

‘ૐ નમ: શિવાય ગંગાધરાય ’

આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ધૈર્ય અને સહનશીલતામાં વૃદ્ધિ થાય છે સાથે સાથે શિવજીની અવિરત કૃપાની પ્રાપ્તિ થાય છે.

‘ૐ નમ: શિવાય શાન્તાય ’

આ મંત્રના જાપથી ભગવાન શિવની કૃપાની પ્રાપ્તિ થાય છે અને ભક્ત સમગ્ર જીવન ચિંતામુક્ત થઇને પસાર કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">