AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રણ એવી રાશિના જાતકો કે જેની સાથે બ્રેક અપ કરીને વૃશ્ચિક રાશિના જાતકો ઘણો કરે છે પસ્તાવો

કન્યા રાશિના લોકો જવાબદારી નિભાવવા વાળા લોકો છે જે વૃશ્ચિક રાશિના જાતકોને સ્થિરતા આપે છે. તેઓ વફાદાર, પ્રેમાળ છે અને વૃશ્ચિક રાશિ વાળાને ખુશ કરી શકે છે અને તેમને જે જોઈએ છે તે આપી શકે છે

ત્રણ એવી રાશિના જાતકો કે જેની સાથે બ્રેક અપ કરીને વૃશ્ચિક રાશિના જાતકો ઘણો કરે છે પસ્તાવો
ત્રણ એવી રાશિના જાતકો કે જેની સાથે બ્રેક આ કરીને વૃશ્ચિક રાશિના જાતકો ઘણો કરે છે પસ્તાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:30 AM
Share

વૃશ્ચિક (Scorpio)રાશિના લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ તીવ્ર હોય છે. તેઓ પ્રામાણિક, વફાદાર અને જવાબદાર લોકો છે કે જે તેમના સંબંધોને ખૂબ જ ગંભીરતાથી લે છે. અને પોતાના સબંધોને ગંભીરતાપૂર્વક નિભાવે છે. તેઓ તેમના પાર્ટનર સાથે હ્રદયથી જોડાવા અને ઊંડાણ પૂર્વકની લાગણીઓ સાથે સબંધ નિભાવવા વાળા હોય છે.

બદલામાં, તેઓ પણ તેમના પાર્ટનર પાસેથી સમાન આત્મીયતા અને પ્રામાણિકતાની અપેક્ષા રાખે છે. પરંતુ જો તેઓ છેતરાઈ ગયા હોય અથવા દુ: ખી થયા હોય, તો તેઓ ગુસ્સે થઈ જશે જે મોટે ભાગે બ્રેકઅપ તરફ આગળ વધશે અને તેઓ બ્રેકઅપ પછી ખુશ જણાતા હોય છે. પરંતુ 3 રાશિઓ એવી છે જેની સાથે સંબંધો તોડ્યા બાદ તેમને પસ્તાવો કરવો પડી શકે છે.

મેષ રાશિ

વૃશ્ચિક અને મેષ બંને એકસાથે એક હોટ જોડી બનાવે છે જ્યાં સંબંધ ક્યારેય નિસ્તેજ અથવા કંટાળાજનક નથી. તેઓ બંને ઘમંડી છે અને સતત આવતી મુશ્કેલીઓને હળવી કરવાનો પ્રયાસ કરશે. પરંતુ જો તેઓનો સબંધ તૂટે છે, તો વૃશ્ચિક રાશિનો માણસ દુ:ખી થશે અને ખૂબ જ પસ્તાવો કરશે, કારણ કે તેને મેષ રાશિના માણસ જેવો અન્ય બીજો કોઈ લગભગ મળશે નહીં.

કર્ક રાશિ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિની સાથી રાશિ છે. તેઓ વૃશ્ચિક રાશિના લોકોની જેમ સંવેદનશીલ, ભાવનાત્મક અને સાહજિક છે અને તેઓ બંને તેમના પ્રિયજનો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તેથી, જ્યારે તેઓ પ્રેમમાં હોય છે, ત્યારે બધું સ્પાર્કલિંગ અને વધુ પડતું રોમેન્ટિક લાગે છે. પરંતુ જો બ્રેક અપ થઈ જાય છે, તો વૃશ્ચિક રાશિના માણસને તેનો ઘણો અફસોસ થશે કારણ કે કર્ક રાશિના લોકો તેમના જેવા જ હોય છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો જવાબદારી નિભાવવા વાળા લોકો છે જે વૃશ્ચિક રાશિના જાતકોને સ્થિરતા આપે છે. તેઓ વફાદાર, પ્રેમાળ છે અને વૃશ્ચિક રાશિ વાળાને ખુશ કરી શકે છે અને તેમને જે જોઈએ છે તે આપી શકે છે અને વૃશ્ચિક રાખીના જાતકો એક નિશ્ચિત જળ રાશિ હોવાથી કોઈપણ સંબંધમાં પ્રામાણિકતા, વિશ્વાસ અને આ બાબતોને ઘણું મહત્વ આપે છે. તેથી, તે ચોક્કસપણે કન્યા પુરુષ સાથે સંબંધ તોડવાનો અફસોસ કરશે, કારણ કે તે સ્થિરતા અને આંતરિક સુખમાં માનનારી રાશિ હોય છે.

નોંધ: અહી આપેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ  અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. 

g clip-path="url(#clip0_868_265)">