AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022 : બીજા નોરતે વિજયના આશિષ પ્રદાન કરશે માતા બ્રહ્મચારિણી, જાણો કયા મંત્રથી પ્રાપ્ત થશે દેવીની કૃપા ?

દેવી બ્રહ્મચારિણીના (Brahmacharini)પૂજનથી સાધકના તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી મનુષ્ય સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરે છે !

Navratri 2022 : બીજા નોરતે વિજયના આશિષ પ્રદાન કરશે માતા બ્રહ્મચારિણી, જાણો કયા મંત્રથી પ્રાપ્ત થશે દેવીની કૃપા ?
Mata Brahmacharini ((Symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 27, 2022 | 6:08 AM
Share

નવરાત્રિનો (Navratri 2022) બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને (goddess brahmacharini) સમર્પિત હોય છે. બ્રહ્મનો (Brahma)અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી. જે અનુસાર બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના કારણે અદભુત તેજ તથા કાંતિના દર્શન થાય છે. આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે. દેવી બ્રહ્મચારિણીના એક હાથમાં માળા છે તથા એક હાથમાં કમંડળ છે. દેવી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. અને તપસ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે.

બીજું નોરતું

આસો સુદ બીજ, તા-27 સપ્ટેમ્બર, મંગળવારના રોજ બીજું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના બ્રહ્મચારિણી સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.

બ્રહ્મચારિણી મહિમા

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।

બ્રહ્મચારિણી દેવીના ઘણા નામ છે. જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. મા ભગવતીએ શૈલરાજ હિમાવાનને ત્યાં જન્મ લીધો. જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા, નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ-રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્રજાપ કરતા. વર્ષાઋતુમાં તે પત્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીનાં થતાં રહેતા. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા. અથવા બરફની શિલા પર બેસીને મંત્રજાપ કરતા. દેવીએ પૂરાં 3 હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું. અને તેને લીધે જ તે બ્રહ્માચરિણી, તપશ્ચારિણી જેવાં નામે પ્રસિદ્ધ થયા.

બ્રહ્મચારિણી પૂજન વિધિ

⦁ માતા બ્રહ્મચારિણીને પૂજન સમયે સેવંતી કે સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ.

⦁ નૈવેદ્યમાં દેવીને સાકર અચૂકથી અર્પણ કરવી. કારણ કે દેવીને મીસરી અત્યંત પ્રિય છે. સાથે જ સફેદ મીઠાઈ ધરાવી શકાય.

⦁ ફળ પ્રસાદ રૂપે માતા બ્રહ્મચારિણીને સફરજન ધરાવવું

⦁ વિશેષ કૃપા અર્થે સાધકે આજે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. લાલ રંગથી સાધકમાં શક્તિનો અને ઉત્સાહનો સંચાર થાય છે.

ફળદાયી મંત્ર

ૐ એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમઃ ।

ફળપ્રાપ્તિ

કહે છે કે દેવી બ્રહ્મચારિણીના પૂજનથી સાધકના તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી મનુષ્ય સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરે છે. તથા તેના જીવનની અનેક સમસ્યા તથા પરેશાનીઓનો નાશ થઈ જાય છે. તો, આજના પૂજનથી સાધકનો મંગળદોષ શાંત થઈ જવાની માન્યતા પ્રચલિત છે !

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">