RBIએ SBI સહિત 14 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, જાણો કેમ ફટકારાયો દંડ

આ બેંકો ઉપર 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ 14 બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક સામેલ છે.

RBIએ SBI સહિત 14 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, જાણો કેમ ફટકારાયો દંડ
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:27 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે બંધન બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિત 14 બેન્કોને વિવિધ નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં આ માહિતી આપી છેકે આ 14 બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો અને એક નાની ફાઇનાન્સ બેંક સામેલ છે.

આ બેંકો ઉપર 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બેંકો દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેમાં NBFCને ધિરાણ આપવાના અને NBFCના બેંક ધિરાણથી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન સામેલ છે.”

સાગમટે દંડ ફટકારાયાની પેહલી ઘટના આ પહેલીવાર છે જ્યારે એકસાથે RBIએ આટલી બધી બેંકો પર પેનલ્ટી લગાવી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ” બેંકોમાં લાર્જ કોમન એક્સપોઝર ની સેન્ટ્રલ રિપોઝીટરી , સેંટ્રલ સિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRIL)ની રોપોર્ટિંગ,સ્મોલ ફાઇનાન્સ બેન્કની ઓપરેટિંગ ગાઈડલન્સ સાથે જોડાયેલ નિયમોની બેન્કોએ અનદેખી કરી છે ” આ સાથે, બેન્કોએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 19 (2) અને 20 (1) નું ઉલ્લંઘન કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

RBIએ જે અન્ય બેંકો પર દંડ ફટકાર્યો છે તેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ, ઇન્ડિયન બેંક, ઈન્ડસઇન્ડ બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, જેએન્ડકે બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

અન્ય એક મામલામાં HDFC ને NHB એ લાખોનો દંડ ફટકાર્યો નેશનલ હાઉસિંગ બેંક (NHB) એ કેટલાક ધોરણોનું પાલન ન કરવા બદલ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) પર 4.75 લાખનો દંડ ફટકાર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીએ જ આ માહિતી આપી હતી. મંગળવારે બેંક તરફથી એક નિયમનકારી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે “આપને જણાવવાનું છે કે NHBએ 5 જુલાઈ, 2021 ના ​​રોજ તકનીકી અનુપાલન માટે કોર્પોરેશન પર રૂ 4,75,000 નો નાણાકીય દંડ ફટકાર્યો છે.”

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">