AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે.

તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં
Auto Debit Payments New Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 8:18 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આદેશ મુજબ બેંકોએ ગ્રાહકોને ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શનમાં થતા ફેરફારો વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. આ ફેરફારો આજે 1 ઓક્ટોબર 2021 થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં રાખીને RBI દ્વારા ઓટો ડેબિટના નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ રિઝર્વ બેંકે 1 એપ્રિલથી આ સમયમર્યાદા લાગુ કરવાનું કહ્યું હતું.

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ મુક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. નિયમો બદલવાથી તમારી ચુકવણી નિષ્ફળ થઈ શકે છે. હવે દરેક વખતે હપ્તા કે બિલના પૈસા કાપતા પહેલા પરવાનગી લેવી પડે છે.

OTT પ્લેટફોર્મ જેવા વિવિધ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સને 1 ઓક્ટોબરથી ઓટો-ડેબિટ નિયમોમાં ફેરફાર બાદ તેમના વપરાશકર્તાઓન બેઝમાં 10-15 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે.

આ પેમેન્ટને અસર થશે મોબાઇલ ફોન બિલ, બ્રોડબેન્ડ, વીજળી, પાણીનું બિલ, વીમા પ્રીમિયમરદ થઇ શકે છે. જો આ બિલ 5 હજારથી ઓછા હોય તો તે રદ કરવામાં આવશે અન્યથા નાણાં ઓટો ડેબિટની સંમતિ પછી જ કપાશે. જો બિલ 5 હજાર રૂપિયાથી વધુ છે તો હવે તમારે સંપૂર્ણ નિયમો સાથે ઓનલાઇન ટ્રાન્સફર કરવું પડશે. જો વીમા પ્રીમિયમ 5 હજારથી વધુ છે તો તે પણ ઓટો ડેબિટ થશે નહીં. તેના માટે CVV અને OTP નો માર્ગ ક્રેડિટ કાર્ડ દ્વારા લેવો પડશે.

આ બેંકે ગ્રાહકોને જાણ કરી હતી બેંકોએ આ નવા નિયમ વિશે પોતાના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. દેશની ખાનગી બેંક એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઓટો ડેબિટ નિયમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે, આરબીઆઈની પેમેન્ટ ગાઈડલાઈન્સ મુજબ, 20-09-21થી પુનરાવર્તિત વ્યવહારો માટે તમારા એક્સિસ બેંક કાર્ડ્સ પર હાલની સૂચનાઓનું પાલન કરવામાં આવશે નહીં. તમે અવિરત સેવા માટે તમારા કાર્ડનો ઉપયોગ કરીને સીધા વેપારીને ચૂકવણી કરી શકો છો.

નવા નિયમમાં બેંક ગ્રાહકોને ચુકવણી કાપવાના 5 દિવસ પહેલા નોટિફિકેશન મોકલશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે. 5,000 રૂપિયાથી વધુની રિકરિંગ પેમેન્ટ માટે બેન્કોએ ગ્રાહકોને વન-ટાઇમ પાસવર્ડ મોકલવાની જરૂર રહેશે.

આ પણ વાંચો : BABA RAMDEV નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો

આ પણ વાંચો : તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Follow Us
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
g clip-path="url(#clip0_868_265)">