CitiBank ભારતમાં કારોબાર સમેટવાની તૈયારી કરી રહ્યું છે , SBI સહીત મોટી બેન્ક ખરીદવાની રેસમાં

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), અમેરિકાના સિટીબેંક (CitiBank) નો ક્રેડિટ કાર્ડ બિઝનેસ ખરીદી શકે છે.

CitiBank ભારતમાં કારોબાર સમેટવાની તૈયારી કરી રહ્યું છે , SBI સહીત મોટી બેન્ક ખરીદવાની રેસમાં
CitiBank
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 10:22 AM

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), અમેરિકાના સિટીબેંક (CitiBank) નો ક્રેડિટ કાર્ડ બિઝનેસ ખરીદી શકે છે. ગયા અઠવાડિયે સિટીબેન્કે ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી હતી અને હવે તે અહીં પોતાનો વ્યવસાય વેચવા માટે ખરીદદારોની શોધ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર SBI સહિત ભારતીય બેંકિંગ ક્ષેત્રની ઘણી મોટી બેંકો આ એસેટને ખરીદવાની રેસમાં છે. સિટીબેન્કે જાહેરાત કરી હતી કે તે ભારત અને અન્ય 12 દેશોમાં નફા અને સ્કેલના અભાવે તે રિટેલ બેંકિંગ કામગીરીમાંથી બહાર નીકળી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સબસિડિયરી એસબીઆઇ કાર્ડ (SBI Card) સિટીબેંકનો ક્રેડિટ કાર્ડનો વ્યવસાય ખરીદી શકે છે. આ સમાચારને લીધે શુક્રવારે એસબીઆઈ કાર્ડના શેરના ભાવોમાં 7.5 ટકાનો વધારો પણ થયો હતો. સીટીબેન્કને નાણાકીય વર્ષ 2019-20માં 4,912 કરોડ રૂપિયા નેટ લોસ થયો હતો જે અગાઉના નાણાકીય વર્ષમાં 4,185 કરોડ રૂપિયા હતો.

સિટીબેંક ક્યાંથી કારોબાર સમેટશે સિટી ગ્રૂપ ભારત, ઓસ્ટ્રેલિયા, બહિરીન, ચીન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, પોલેન્ડ, રશિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેટનામમાં તેનો કન્ઝ્યુમર બિઝનેસને સમેટશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઇન્સ્ટિટ્યુશનલ બેંકિંગ વ્યવસાય ઉપરાંત તે મુંબઇ, પુણે, બેંગ્લોર, ચેન્નાઈ અને ગુરુગ્રામના કેન્દ્રોથી પૂરા પાડવામાં આવેલા ઓફશોરિંગ અથવા વૈશ્વિક વ્યવસાય સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. સિટીબેંક ભરતમાં તેના રિટેલ અને ગ્રાહક વ્યવસાયને વેચવા માટે ખરીદદારની પણ શોધ કરી રહી છે.

ભારતમાં સિટીબેંકનો કારોબાર સિટીબેંક 1902 માં ભારતમાં પ્રવેશ કર્યો અને 1985 માં બેંકે કન્ઝ્યુમર બેંકિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. બેંકના કન્ઝ્યુમર બેન્કિંગ બિઝિનેસમાં ક્રેડિટ કાર્ડ્સ, રિટેલ બેંકિંગ, હોમ લોન અને એસેટ મેનેજમેન્ટ શામેલ છે. આ બેંકના 12 લાખ ખાતા છે અને કુલ 22 લાખ ગ્રાહકો પાસે સીટીબેંકનું ક્રેડિટ કાર્ડ છે. સિટીબેંકની ભારતમાં 35 શાખાઓ છે. લગભગ 4,000 લોકોએ તેના ગ્રાહક બેંકિંગ વ્યવસાયમાં કામ કરે છે .

ક્રેડિટ કાર્ડ બિઝનેસ ખરીદવાની રેસમાં કોણ કોણ છે માનવામાં આવે છે કે સીટીના ક્રેડિટ કાર્ડના બિઝનેસને ખરીદવાની રેસમાં એસબીઆઇ સૌથી શક્તિશાળી દાવેદાર છે. આ ઉપરાંત એચડીએફસી બેંક (HDFC Bank) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank), આરબીએલ બેંક (RBL Bank) અને આઈડીએફસી બેંક(IDFC Bank) નો સમાવેશ થાય છે. એચડીએફસી બેંક ભારતીય કાર્ડ ઓપરેશનની સૌથી મોટી હરીફ છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરાયેલી મજબૂત નિયમનકારી નીતિઓને કારણે તે વધુ ગ્રાહકોને ઉમેરી શકશે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">