BANK : ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં 9 નહિ પણ 11 દિવસ બેંકો બંધ રહેશે, જાણો કેમ?

|

Feb 10, 2022 | 6:14 AM

નવા વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (CTU) અને અન્ય કેટલાક સંગઠનોએ 23 અને 24 ફેબ્રુઆરીએ સંયુક્ત બેંક હડતાળની જાહેરાત કરી છે.

BANK : ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં 9 નહિ પણ 11 દિવસ બેંકો બંધ રહેશે, જાણો કેમ?
બેંકના કામના પ્લાનિંગ પહેલા આ માહિતી જાણવી જરૂરી

Follow us on

વર્ષના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં બેંક 12 દિવસ માટે બંધ(Bank Holidays in February 2022) રહેવાની જાહેરાત થઇ હતી. આ ફેબ્રુઆરીની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. પહેલા પખવાડિયામાં ૩ રજાઓ બાદ કરતા બીજા પખવાડિયામાં 9 દિવસ બેંકો બંધ રહેવાની હતી. આ મહિને બે દિવસની બેંકમાં હડતાળ(Bank Strike) ના કારણે બેંક શાખામાં આ દિવસોમાં પણ કામકાજ થઈ શકશે નહી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલી રજાઓની યાદી અનુસાર ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં બેંકો 9 દિવસ બંધ રહેવાની હતી પણ અસલમાં 9 નહિ પણ હવે 11 દિવસ માટે બેંક બંધ રહેશે. જાણો કેમ?

કેમ હડતાળનું શસ્ત્ર ઉગામાયું

નવા વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (CTU) અને અન્ય કેટલાક સંગઠનોએ 23 અને 24 ફેબ્રુઆરીએ સંયુક્ત બેંક હડતાળની જાહેરાત કરી છે. જેમાં દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકોના કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી એકવાર હડતાળ પર જવાના છે.

જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજનાના વિરોધમાં બેંક યુનિયનોએ 16 અને 17 ડિસેમ્બરે હડતાળ પર ઉતર્યા હતા. બેંક હડતાલ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), સેન્ટ્રલ બેંક અને RBL બેંકના કામકાજને અસર થશે. આ ઉપરાંત ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડને લગતી કામગીરી પણ અટવાઈ પડશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ફેબ્રુઆરીના બીજા પખવાડિયાની રજાઓની યાદી

  • 15 ફેબ્રુઆરી: મોહમ્મદ હઝરત અલી / લુઈ નાગાઈ ના જન્મદિવસને કારણે ઈમ્ફાલ, કાનપુર અને લખનૌમાં બેંક બંધ રહેશે.
  • 16 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતિ તે દિવસે ચંદીગઢમાં બેંકોમાં કામ થશે નહિ
  • 18 ફેબ્રુઆરી: દોલજાત્રાના કારણે કોલકાતામાં બેંકની શાખાઓ બંધ રહેશે.
  • 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના કારણે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.

આ દિવસે બેંકમાં હડતાળ રહેશે

  • 23 ફેબ્રુઆરીએ બેંક હડતાળ રહેશે
  • 24 ફેબ્રુઆરી બેંક હડતાળ રહેશે

આ તારીખોએ પણ બેંકો બંધ રહેશે

ઉપરોક્ત રજાઓ ઉપરાંત રવિવારના કારણે 13, 20 અને 27 ફેબ્રુઆરીએ તો બીજી તરફ બીજા અને ચોથા શનિવારના કારણે 12 અને 26 ફેબ્રુઆરીએ બેંકો બંધ રહેશે.

અગાઉની હડતાળને કારણે કામકાજ પર અસર પડી હતી

જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજનાના વિરોધમાં બેંક યુનિયનોએ ગયા મહિને 16 અને 17 ડિસેમ્બરે હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ બેંક હડતાલને કારણે SBI, PNB, સેન્ટ્રલ બેંક અને RBL બેંકના કામકાજને અસર થઈ હતી. ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડને લગતી કામગીરી પણ અટવાઈ પડી હતી.

 

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

 

આ પણ વાંચો : Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે

Next Article