જાણો એક સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલા ચેક મળે ફ્રી, એકસ્ટ્રા ચેક માટે કેટલો આપવો પડે છે ચાર્જ ?

જાણો એક સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલા ચેક મળે ફ્રી, એકસ્ટ્રા ચેક માટે કેટલો આપવો પડે છે ચાર્જ ?
સાંકેતિક તસ્વીર

બેંક દ્વારા પ્રત્યેક નાણાંકીય વર્ષ દરમિયાન સેવિંગ્સ એકાઉન્ટ પર કેટલાક ચેક ફ્રી આપવામાં આવે છે પરંતુ એકસ્ટ્રા ચેક લેતા બેંક દ્વારા કેટલાક ચાર્જ વસૂલવામાં આવે છે.

TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Jul 04, 2021 | 2:53 PM

દેશની સૌથી મોટી બેંક એટલે સ્ટેટ બેંક પોતાના ગ્રાહકોને કેટલીક ખાસ સુવિધાઓ આપે છે. જે માટે કોઇ બીજી સરકારી અથવા પ્રાઇવેટ બેંકમાં પૈસા આપવા પડે છે. પરંતુ સ્ટેટ બેંક પોતાના સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને વર્ષે દર મહિનાના હિસાબથી એક પણ ફ્રી ચેક આપતા નથી. એસબીઆઈ એક વર્ષમાં એક સેવિંગ્સ એકાઉન્ટ પર માત્ર 10 ચેક આપે છે. જો કોઇ વ્યક્તિને આના કરતા વધારે ચેક (Cheque)  જોઇએ છે તો તે માટે તેણે ચાર્જ આપવો પડશે. જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંક પોતાના સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને વર્ષના 20થી 25 ચેક ફ્રી આપે છે.

વધારે ચેક માટે આપવો પડશે જીએસટી 

ગયા વર્ષે જુલાઇ સુધી એસબીઆઈ એક નાણાંકીય વર્ષમાં 25 ચેક ફ્રી આપતી હતી. પરંતુ હવે તે ઘટાડીને માત્ર 10 કરી દેવાયા છે. બેંકની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે એક સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને એક નાણાંકીય વર્ષમાં પહેલા 10 ચેક ફ્રી મળે છે. વેબસાઇટ પર આપેલી જાણકારી પરથી ખબર પડે છે કે 10 ચેક પછી 10 ચેક વાળી ચેકબુક પર 40 રુપિયા જીએસટી આપવો પડશે. 25 ચેક વાળી ચેકબુક માટે સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ પાસેથી 75 રુપિયા પ્લસ જીએસટી વસૂલ કરવામાં આવે છે.

બેંક ચેક આપવાનો ચાર્જ
ભારતીય સ્ટેટ બેંક પ્રત્યેક નાણાંકીય વર્ષ 10 ચેક ફ્રી ,

10 ચેક માટે રુપિયા 40 + જીએસટી

25 ચેક માટે રુપિયા 75+ જીએસટી

પંજાબ નેશનલ બેંક
પ્રત્યેક નાણાંકીય વર્ષ 20-25 ચેક ફ્રી
ત્યારબાદ પર્સનલાઇઝડ માટે ડિઝિટલ મોડથી રુપિયા 2 પ્રતિ ચેક ,
બ્રાંચ પર રુપિયા 4 પ્રતિ ચેક , નોન પર્સન્લાઇઝડ માટે રુપિયા 5 પ્રતિ ચેક
બેંક ઓફ બરોડા શહેરી વિસ્તારમાં પ્રત્યેક નાણાંકીય વર્ષ 30 ચેક ફ્રી,

ત્યારબાદ રુપિયા 4 પ્રતિ ચેક

એચડીએફસીબેંક પ્રતિ નાણાંકીય વર્ષ 25 ચેક ફ્રી ,ત્યારબાદ 25 ચેક રુપિયા 75 ,

વરિષ્ઠ નાગરિકો માટે 25 ફ્રી ચેક, બાદ રુપિયા 2 પ્રતિ ચેક

પહેલા 100 ચેક મળતા હતા ફ્રી 

બેંક પોતાના સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં તેમના સેવિંગ્સ એકાઉન્ટના બેલેન્સની લેવડ-દેવડ કરવા માટે ફ્રી ચેક આપે છે. કેટલાક વર્ષો પહેલા લગભગ તમામ બેંક પોતાના સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને દર ત્રિમાસિકે 25 ચેક વાળી ચેકબુક (Cheque Book) એટલે કે પ્રત્યેક નાણાંકીય વર્ષમાં 100 ચેક બિલ્કુલ ફ્રી આપતા હતા. જો કે આરબીઆઈ દ્વારા ઓપરેશનના મોર્ચા પર કેટલીય સ્વતંત્રતા આપ્યા બાદ બેંકે તેમાં બદલાવ કર્યો છે.

જો કે એક વર્ષ દરમિયાન એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટમાં એવરેજ ઓછામાં ઓછા બેલેન્સની જરુરિયાતને પૂરી કરી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે દેશની આ સૌથી મોટી બેંક હવે ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. બીજી વાત એ પણ છે કે ફ્રી ચેકની સંખ્યા ઓછી કરવાથી બેંકને બચત પણ થઇ રહી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati