RBIએ માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવ્યો, આજથી આ ટાઈમ ટેબલ લાગુ કરાયું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ કહ્યું હતું કે રેગ્યુલેટેડ માર્કેટનો સમય બદલવામાં આવી રહ્યો છે.આજે 18 એપ્રિલથી રિઝર્વ બેંક દ્વારા નિયમન કરાયેલા તમામ બજારોનો સમય સવારે 10 વાગ્યાથી ઘટાડી 9 વાગ્યા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)ના નિયમનવાળા બજારોમાં ટ્રેડિંગના કલાકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બજારનું નવું ટાઈમ ટેબલ આજે સોમવાર 18 એપ્રિલથી લાગુ થશે. નવા ટાઈમ ટેબલ મુજબ હવે કામકાજ સવારે 10 વાગ્યાના બદલે 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. આરબીઆઈએ બજારનો સમય 30 મિનિટ વધારી દીધો છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે કોવિડ પ્રતિબંધો દૂર થવાથી અને લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવાથી તેમજ ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને કારણે સવારે 9 વાગ્યાથી નાણાકીય બજારોમાં વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું છે કે હવે તેમનો નિયમનિત નાણાકીય બજારો માટેનો પ્રી-પેન્ડિક સમય સવારે 9:00 વાગ્યે પુનઃસ્થાપિત થશે.
ગયા અઠવાડિયે યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી(MPC)ની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ કહ્યું હતું કે રેગ્યુલેટેડ માર્કેટનો સમય બદલવામાં આવી રહ્યો છે.આજે 18 એપ્રિલથી રિઝર્વ બેંક દ્વારા નિયમન કરાયેલા તમામ બજારોનો સમય સવારે 10 વાગ્યાથી ઘટાડી 9 વાગ્યા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે રિઝર્વ બેંકે 7 એપ્રિલ 2020 ના રોજ વિવિધ બજારો માટે ટ્રેડિંગના સમયમાં ફેરફાર કર્યો હતો. સેન્ટ્રલ બેંકે ટ્રેડિંગનો સમય સવારે 10 વાગ્યા સુધી વધારી દીધો હતો. થોડા મહિના પછી 9 નવેમ્બર 2020 થી કેટલાક બજારોમાં સમય જૂનો કરવામાં આવ્યો. RBIએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવા અને ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને ધ્યાનમાં રાખીને સવારે 9 વાગ્યાથી નાણાકીય બજારો(Financial Market)માં વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોવિડ -19 રોગચાળાની શરૂઆત પછી આ બજારોમાં સવારે 10 વાગ્યાથી વેપાર શરૂ થયો હતો પરંતુ આજથી આ બજારો ફરી એકવાર નવ વાગ્યાથી ખુલશે. આરબીઆઈએ કહ્યું કે આજે 18 એપ્રિલથી ફાઈનાન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 9 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. ફોરેન એક્સચેન્જ માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે જ શક્ય બનશે. શુક્રવારે નાણાકીય સમીક્ષા પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 18 એપ્રિલથી સવારે 9 વાગ્યાથી તમામ નાણાકીય બજારોમાં ફરીથી વેપાર શરૂ કરવાની જાહેરાત કરી હતી.
RBI ફાયનાન્શીયલ માર્કેટ નિયમનકાર છે
આપણા દેશમાં નાણાકીય બજારનું નિયમનકાર રિઝર્વ બેંક છે જ્યારે મની માર્કેટ એટલે કે શેરબજારનું નિયમનકાર સેબી છે. રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ માર્કેટ, કોમર્શિયલ પેપર માર્કેટ, રેપો કોર્પોરેટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, ફોરેન કરન્સી માર્કેટ, ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ જેવા બજારોનું નિયમનકાર છે.