AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BOB Q1 Results: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે 1208 કરોડનો નફો નોંધાવ્યો, સરકાર પાસે બેંકનો 64% હિસ્સો છે

સ્ટોક એક્સચેન્જને અપાયેલી માહિતી અનુસાર બેન્કે જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક નજીવી ઘટીને રૂ 20,022.42 કરોડ થઈ છે જે અગાઉના ક્વાર્ટરમાં રૂ 20,312.44 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન કુલ લોન પર બેન્કની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) ઘટીને 8.86 ટકા થઈ છે.

BOB Q1 Results: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે 1208 કરોડનો નફો નોંધાવ્યો, સરકાર પાસે બેંકનો 64% હિસ્સો છે
Bank of Baroda
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:48 AM
Share

જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા (BOB) એ ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં રૂ 1,208.63 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. બેડ લોન માટે ઓછી જોગવાઈને કારણે બેંકનો નફો સારો રહ્યો છે. આ કારણે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેંકને 864 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી.

સ્ટોક એક્સચેન્જને અપાયેલી માહિતી અનુસાર બેન્કે જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક નજીવી ઘટીને રૂ 20,022.42 કરોડ થઈ છે જે અગાઉના ક્વાર્ટરમાં રૂ 20,312.44 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન કુલ લોન પર બેન્કની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) ઘટીને 8.86 ટકા થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 9.39 ટકા હતી. જોકે બેન્કનો નેટ NPA રેશિયો 2.83 ટકાથી વધીને 3.03 ટકા થયો છે.

બેંકની 4112 કરોડની જોગવાઈ ક્વાર્ટર દરમિયાન બેંકની કુલ જોગવાઈ અને અન્ય આકસ્મિક ખર્ચ ઘટીને 4,111.99 કરોડ થયા છે. જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 5,628 કરોડ રૂપિયા હતું. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં રિઝર્વ બેંકે બેંક ઓફ બરોડા પર 41.75 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક બેંક ઓફ બરોડા હાલમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. બેંક મર્જર હેઠળ વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી હતી. 1 જુલાઈથી તે બંને બેન્કોની ચેકબુક પણ બંધ થઈ ગઈ છે. બેન્ક ઓફ બરોડાના શેર આ સપ્તાહે રૂ 83.40 પર બંધ થયા છે.

સરકાર પાસે 64 ટકા હિસ્સો આ સ્ટોકનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર 99.85 રૂપિયા અને સૌથી નીચું સ્તર 39.50 રૂપિયા છે. બેંકનું માર્કેટ કેપ 43,129 કરોડ રૂપિયા છે. SBI સૌથી મોટી બેંક છે અને તેનું માર્કેટ કેપ 1.68 લાખ કરોડ છે. ત્રીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે જેની માર્કેટ કેપ 24600 કરોડની આસપાસ છે. બેન્ક ઓફ બરોડાના શેરમાં એક સપ્તાહમાં 3.86 ટકાનો વધારો થયો છે. તેણે ત્રણ મહિનામાં 18 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 36 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ બેંકમાં સરકારનો હિસ્સો 63.97 ટકા છે.

આ પણ વાંચો :  LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો નિયમમાં શું બદલાવ કરી રહી છે સરકાર

આ પણ વાંચો : Income Tax વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા માટે 3 ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા , જાણો કેવી રીતે કરવી ફરિયાદ

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">