AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays In May 2022 : મે મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ

મે મહિનામાં વિવિધ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જારી કરવામાં આવે છે.

Bank Holidays In May 2022 : મે મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ
Symbolic Image of Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 10:04 AM
Share

Bank Holidays In May 2022 : એપ્રિલ મહિનાનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો છે અને મે મહિનો શરૂ થવાનો છે. Reserve Bank of India(RBI) દ્વારા મે મહિનામાં આવતી રજાઓની યાદી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. શું તમારા ધ્યાનમાં છે કે મે મહિનાની શરૂઆતમાં ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ મે મહિનાથી અશ્રુઆતના સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. જોકે જરૂરી નથી કે તમામ રજાઓ એકસાથે તમામ ક્ષેત્રમાં રહેશે.

1 થી 4 મે સુધી સતત રજાઓ રહેશે

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર મુજબ મેના પહેલા સપ્તાહમાં ચાર દિવસની રજાઓ છે. મે ડે નિમિત્તે 1 મેના રોજ બેંકો બંધ રહેશે. આ દિવસે રવિવાર હોવાથી મહારાષ્ટ્ર દિવસ પણ છે. આ સિવાય ઘણા રાજ્યોમાં 2 મેના રોજ પરશુરામ જયંતિની રજા રહેશે. 3 અને 4 મેના રોજ ઈદ-ઉલ-ફિત્ર અને બસવ જયંતિ (કર્ણાટક)ની રજા રહેશે. દરેક રાજ્યમાં ઈદની રજા અલગ-અલગ હોઈ શકે છે.

મે મહિનામાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે

મે મહિનામાં વિવિધ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જારી કરવામાં આવે છે. રજાઓની યાદી દેશ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારો અનુસાર છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રજાઓ અને શનિવાર-રવિવારની રજાઓ પણ કેલેન્ડરમાં છે.

મે મહિનામાં બેંક રજાઓની યાદી (Bank Holidays in May 2022)

  • 1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવાર હોવાથી પણ રજા રહેશે.
  • 2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા રહેશે
  • 3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
  • 4થી મે 2022: ઈદ-ઉલ-ફિત્ર, (તેલંગાણા)
  • 9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં રજા રહેશે
  • 16 મે 2022: બુધ પૂર્ણિમા
  • 24 મે 2022: કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમમાં રજા

મે 2022 માં વીકેન્ડની  રજાઓ

  • 1 મે ​​2022 : રવિવાર
  • 8 મે 2022 : રવિવાર
  • 14 મે 2022: બેંકોમાં બીજા શનિવારે રજા
  • 15 મે 2022 : રવિવાર
  • 22 મે 2022 : રવિવાર
  • 28 મે 2022: 4થા શનિવારે બેંકોમાં રજા
  • 29 મે 2022 : રવિવાર

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 3 દાયકા બાદ Airstrip ને ગ્રીન સિગ્નલ મળ્યો, મે મહિનામાં પૂર્ણેશ મોદી ભૂમિપૂજન કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">