Bank Holidays in April 2023 : નવા નાણાકીય વર્ષના પહેલા મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીલો

Bank Holidays in April 2023: બેંકોમાં રજાઓ છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે, જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ બધા દ્વારા, તમે સરળતાથી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

Bank Holidays in April 2023 : નવા નાણાકીય વર્ષના પહેલા મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 8:01 AM

Bank Holidays in April 2023: એપ્રિલ શરૂ થતાં જ નવું નાણાકીય વર્ષ શરૂ થશે. આવી સ્થિતિમાં નાણાકીય વર્ષ 2023-24 ની શરૂઆત સાથે આવા ઘણા ફેરફારો લાગુ થશે જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન અને ખિસ્સા પર પડશે. એપ્રિલ મહિનામાં ઘણા દિવસ બેંકોમાં રજાઓ હોય છે. મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો આવે છે. આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય તો તમારે એપ્રિલમાં બેંકની રજાઓની યાદી તપાસવી જરૂરી છે.

એપ્રિલમાં બેંકો 15 દિવસ બંધ રહેશે

નોંધપાત્ર વાત એ છે કે બેંકોની રજાના કારણે ઘણા નાણાકીય કામકાજને માઠી અસર થાય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે. એપ્રિલ મહિનામાં વિવિધ તહેવારો, જન્મજયંતિ અને શનિવાર-રવિવારની રજાઓ સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. એપ્રિલ મહિનામાં મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો અને વર્ષગાંઠોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જો તમારે આગામી મહિનામાં બેંકમાં ચેક જમા કરાવવો, ઉપાડ વગેરે જેવા મહત્વના કામો હાથ ધરવાના હોય તો આરબીઆઈની આ યાદી તપાસી બેંકમાં જવું જોઈએ.

બેંક રજાઓ દરમિયાન આ સેવાઓ ચાલુ રહેશે

બેંકોમાં રજાઓ છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે, જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ બધા દ્વારા, તમે સરળતાથી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સિવાય તમે ATM દ્વારા રોકડની અછતને પૂરી કરી શકો છો. તે જ સમયે, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા તમે સરળતાથી ચૂકવણી કરી શકો છો અને પેમેન્ટ લઈ શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 એપ્રિલ 2023 ની બેંકની રજાઓની યાદી

  • 1 એપ્રિલ, 2023-  વાર્ષિક ક્લોઝિંગને કારણે આઈઝોલ, શિલોંગ, શિમલા અને ચંદીગઢ સિવાય  દેશમાં સામાન્ય લોકો માટે બેંક બંધ રહેશે.
  • 2 એપ્રિલ, 2023- રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 4 એપ્રિલ, 2023- અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચીમાં મહાવીર જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
  • 5 એપ્રિલ, 2023- બાબુ જગજીવન રામની જન્મજયંતિના કારણે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.
  • 7 એપ્રિલ 2023- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 8 એપ્રિલ, 2023- બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 9 એપ્રિલ, 2023- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 14 એપ્રિલ, 2023- ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે આઈઝોલ, ભોપાલ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 15 એપ્રિલ, 2023- અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષને કારણે બેંકો બંધ રહેશે.
  • 16 એપ્રિલ, 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
  • 18 એપ્રિલ, 2023 – શબ-એ-કદર માટે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
  • 21 એપ્રિલ, 2023- અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં ઈદ-ઉલ-ફિત્રને કારણે બેંકો બંધ રહેશે.
  • 22 એપ્રિલ, 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે  બેંકો બંધ રહેશે.
  • 23 એપ્રિલ, 2023- રવિવારે બેંકો બંધ રહેશે.
  • 30 એપ્રિલ, 2023 – રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">