યુનિક નામ…માતા સીતા અને શ્રીરામના નામ પર રાખો તમારા પુત્ર-પુત્રીના નામ, 22 તારીખે છે શુભ મુહૂર્ત
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જે ભક્તોના પુત્ર-પુત્રીનો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો છે. તેઓ માતા સીતા અને પ્રભુ સાથે જોડાયેલા આ નામો પર તેમના પુત્ર-પુત્રીનું નામ રાખી શકે છે.

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના કારણે દેશભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ પ્રસંગ માટે અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામજીના સસરાના ઘર એટલે કે જનકપુરથી પણ ઘણી બધી વસ્તુઓ આવી છે.
આવી સ્થિતિમાં જો આ મહિનામાં રામ ભક્તોના ઘરે કોઈ નવજાતનો જન્મ થાય છે ત્યારે તેઓ બાળકનું નામ શ્રી રામ પર કે માતા સીતા પર રાખવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે અમે અહીં ઘણા નામ લઈને આવ્યા છીએ.
ઉદાહરણ તરીકે, શ્રી રામને રઘુનંદન અને રામચંદ્ર જેવા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. એ જ રીતે દેવી સીતાની પણ અનેક નામોથી પૂજા થાય છે.
દેવી સીતાના નામ
જાનકી : દેવી સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ જનક હતું. તેથી તે જાનકી એટલે કે રાજા જનકની પુત્રી તરીકે પણ ઓળખાય છે.
મૈથિલી : રાજા જનક મિથિલાના રાજા હતા. તેથી જ તેમની પુત્રી એટલે કે સીતા માતાને મૈથિલી પણ કહેવામાં આવે છે.
ભૂમિજા : રાજા જનકે એક યજ્ઞ કર્યો હતો, ત્યારબાદ માતા સીતા ખેતરમાં ખેડતી વખતે ભૂમિમાંથી મળી આવ્યા હતા. ભૂમિમાંથી જન્મ લેવાને કારણે તેમનું નામ ભૂમિજા પણ પડ્યું.
પાર્થવી : માતા સીતાનો જન્મ ભૂમિમાંથી થયો હતો અને તે પણ ભૂમિમાં સમાયેલી હતી. તેથી તે પૃથ્વીની પુત્રી તરીકે ઓળખાય છે. તમે પણ તમારી દીકરીનું નામ પાર્થવી રાખી શકો છો.
લક્ષાકી : આ નામનો અર્થ લક્ષ્મી સ્વરૂપ છે. માતા સીતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. એટલા માટે તેમની પણ લક્ષાકી નામ સાથે પૂજા કરવામાં આવે છે.
વૈદેહી : સીતાજીના પિતા રાજા જનક એક મહાન અને જ્ઞાની વ્યક્તિ હતા. એટલે તેઓ વિદેહરાજ જનક કહેવાયા. આવી સ્થિતિમાં તેમની પુત્રીને પણ વૈદેહીના નામથી બોલાવવામાં આવતી હતી.
સિયા : જો તમે તમારી બાળકીને ટૂંકું અને સરળ નામ આપવા માંગો છો, તો તમે સિયા નામ પણ રાખી શકો છો. દેવી સીતાને સિયા પણ કહેવામાં આવે છે.
શ્રી રામના નામ :
ત્રિવિકમ – જે ત્રણ લોકને ત્રણ પગલામાં માપે છે
નિમિશ – ભગવાન રામના પૂર્વજો નિમિશ કહેવાય છે.
પરાક્ષ – પરાક્ષ એટલે તેજસ્વી અને ચમકદાર
શાશ્વત – જે ક્યારેય સમાપ્ત થતું નથી
શનય – પ્રાચીન, જે કાયમ રહેશે, તે ભગવાન શનિની શક્તિ છે.
રમિત – આકર્ષક, મોહક, પ્રેમ, ખુશ
અનિક્રત – અનિક્રત નામનો અર્થ સમજદાર અને ઉચ્ચ પરિવારનો પુત્ર છે.
આરવ – શાંત પ્રકૃતિ
અવ્યુક્ત – અવ્યુક્ત નામ ભગવાન રામ અને શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલું છે. કહેવાય છે કે શ્રી રામનો એક અવતાર પણ ભગવાન કૃષ્ણના રૂપમાં પ્રગટ થયો હતો. આ શબ્દનો અર્થ છે બુદ્ધિશાળી અને સારી સમજ ધરાવનાર વ્યક્તિ.
અથર્વ – જો તમે નાનામાં નાનું નામ રાખવા માંગતા હોય તો અથર્વ નામ રાખી શકો છો. શ્રી રામ ઉપરાંત ભગવાન ગણેશને પણ અથર્વ નામથી ઓળખવામાં આવે છે. આ શબ્દનો અર્થ છે વેદના જાણકાર.
લવ – તમે ભગવાન રામના પુત્રના નામ પર પણ નામ પણ રાખી શકો છો. આ નામ પ્રેમની લાગણી દર્શાવે છે અને આ નામ પણ એકદમ અનોખું છે. તેનો અર્થ પ્રેમાળ અને લાગણીઓ ધરાવતી વ્યક્તિ એવો થાય છે.
આર્ય રાજ – આ નામ તદ્દન અલગ અને શાનદાર લાગે છે. તમે તમારા પ્રિય માટે ભગવાન રામના ઘણા નામોમાંથી આ નામ પસંદ કરી શકો છો. આ નામનો અર્થ આર્યનો રાજા થાય છે.
રિહાન – ભગવાન વિષ્ણુ સાથે આ નામ જોડાયેલું છે. આ નામ પણ એકદમ શાનદાર છે.
