AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir Ayodhya : શ્રી રામ મંદિરને 1000 વર્ષ સુધી કઈ નહીં થાય- મંદિર બાંધનાર L&T એ કર્યો દાવો

22 જાન્યુઆરી 2024 સોમવારની તારીખ ઈતિહાસમાં નોંધાવા જઈ રહી છે. અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની L&Tએ દાવો કર્યો છે કે 1000 વર્ષ સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કંઈપણ નુકસાન થશે નહીં.

Ram Mandir Ayodhya : શ્રી રામ મંદિરને 1000 વર્ષ સુધી કઈ નહીં થાય- મંદિર બાંધનાર  L&T એ કર્યો દાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2024 | 7:20 AM
Share

22 જાન્યુઆરી 2024 સોમવારની તારીખ ઈતિહાસમાં નોંધાવા જઈ રહી છે. અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની L&Tએ દાવો કર્યો છે કે 1000 વર્ષ સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કંઈપણ નુકસાન થશે નહીં.

એલએન્ડટીએ તેની ડિઝાઇન અને સામગ્રીને એવી રીતે પસંદ કરી છે કે ,લાંબો સમય વીતવા છતાં તેને અસર થશે નહીં. કંપનીનો દાવો છે કે તે એક માસ્ટરપીસ સાબિત થશે. તેને બનાવવામાં દેશની સંસ્કૃતિ, કલા અને લોકોની ભાવનાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

ત્રણ માળના મંદિરમાં પાંચ મંડપ અને મુખ્ય શિખર

શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં લગભગ 70 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું સ્થાપત્ય નાગર શૈલીનું છે. તેની ઉત્કૃષ્ટ ડિઝાઈનના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ મંદિર 161.75 ફૂટ ઊંચું, 380 ફૂટ લાંબુ અને 249.5 ફૂટ પહોળું છે. ત્રણ માળના આ મંદિરમાં પાંચ મંડપ છે. આ નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુડ મંડપ, કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ તરીકે ઓળખાશે. એક મુખ્ય શિખર પણ છે.

મંદિર શ્રદ્ધા સાથે આકર્ષણનું કેન્દ્ર બનશે

L&Tના ચેરમેન અને MD SN સુબ્રહ્મણ્યને કહ્યું કે અમે આ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમે ભારત સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, નૃપેન્દ્ર મિશ્રા અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાયનો અમને શ્રી રામ જન્મભૂમિ મંદિરની ડિઝાઇન અને નિર્માણ કરવાની તક આપવા બદલ આભાર માનીએ છીએ. આ બધા લોકોના સતત સહયોગથી અમે આ એન્જિનિયરિંગ માર્વલ સર્જવામાં સફળ થયા. તે હજારો વર્ષો સુધી મુલાકાતીઓને આકર્ષવાનું ચાલુ રાખશે.

શ્રી રામ મંદિરની વિશેષતાઓ

તેને બનાવવા માટે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ગુલાબી બંસી પહારપુર પત્થરો મંગાવવામાં આવ્યા છે. આ મંદિર સૌથી શક્તિશાળી ભૂકંપને પણ સરળતાથી સહન કરી શકશે. મંદિરની દરેક બાજુએ 390 સ્તંભો અને 6 મકરાણા આરસના સ્તંભો છે. તેમાં 10 હજારથી વધુ શિલ્પો અને થીમ કોતરવામાં આવી છે. મંદિરનું નિર્માણ મે 2020થી શરૂ કરવામાં આવ્યું હતું. તેના પાયા માટે IIT જેવી સંસ્થાઓની મદદ પણ લેવામાં આવી હતી. L&Tના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એમ.વી. સતીષે કહ્યું કે આ મંદિરના દરેક પથ્થરને ખૂબ જ કાળજી અને શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્થાપિત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">