AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy TATA Car: આવી ગયો ટાટાની કાર ખરીદવાનો મોકો, કંપનીએ કિંમતમાં લાખનો કર્યો ઘટાડો

ટાટા મોટર્સે તહેવારોની સિઝન પહેલા જ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં ટાટાએ તહેવારોની સિઝનમાં અન્ય કંપનીઓને માત આપવા માટે મોટી તૈયારીઓ કરી છે. ટાટાની સૌથી સસ્તી કાર Tata Tiago ખરીદો છો, તો તમને ઓછામાં ઓછા 65 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Buy TATA Car: આવી ગયો ટાટાની કાર ખરીદવાનો મોકો, કંપનીએ કિંમતમાં લાખનો કર્યો ઘટાડો
Image Credit source: Google@tata Motors
| Updated on: Sep 10, 2024 | 4:25 PM
Share

ટાટા મોટર્સની SUV અને સેડાન કાર પર 2 લાખ રૂપિયાથી લઈને 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે ટાટાની સૌથી સસ્તી કાર Tata Tiago ખરીદો છો, તો તમને ઓછામાં ઓછા 65 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ટાટા મોટર્સે તહેવારોની સિઝન પહેલા જ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં ટાટાએ તહેવારોની સિઝનમાં અન્ય કંપનીઓને માત આપવા માટે મોટી તૈયારીઓ કરી છે. જો તમે આ તહેવારોની સિઝનમાં ટાટા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે.

ટાટા હેરિયર પર ડિસ્કાઉન્ટ

હેરિયર એસયુવી ટાટા મોટર્સની બીજી સૌથી શક્તિશાળી એસયુવી છે, આ એસયુવીને ટોયોટા ફોર્ચ્યુનરના વિકલ્પ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ટાટા હેરિયરના બેઝ વેરિઅન્ટની કિંમત 14,99,000 લાખ રૂપિયા છે, જો તમે તેને અત્યારે ખરીદો છો તો તમને તે 1 લાખ 60 હજાર રૂપિયા સસ્તી મળશે.

ટાટા સફારી પર ડિસ્કાઉન્ટ

Tata Safari કંપનીની એકમાત્ર SUV છે જેના કારણે ટાટા મોટર્સને શરૂઆતમાં ઓળખ મળી હતી. અત્યાર સુધી ટાટા મોટર્સે તેના 3 અપડેટ વેરિઅન્ટ રજૂ કર્યા છે. Tata Safariના લેટેસ્ટ મોડલના બેઝ વેરિઅન્ટની કિંમત 15 લાખ 49 હજાર રૂપિયા છે, જેના પર તમને 1 લાખ 80 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Tata Nexon પર ડિસ્કાઉન્ટ

Tata Nexon કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે. કંપનીએ આ SUVના અત્યાર સુધીમાં 7 લાખ યુનિટ વેચ્યા છે. Tata Nexon SUVની શરૂઆતી કિંમત 7 લાખ 99 હજાર રૂપિયા છે, જેના પર તમને હાલમાં 65,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Tata Altroz ​​પર ડિસ્કાઉન્ટ

ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝની કિંમત ફેસ્ટિવલ ઓફ કાર્સ ઓફર હેઠળ રૂ. 45 હજાર ઘટાડી દેવામાં આવી છે અને નવી એક્સ-શોરૂમ કિંમત હવે રૂ. 6,49,900 થી શરૂ થાય છે.

આ સિવાય ફેસ્ટિવલ ઑફ કાર્સ ઑફર હેઠળ ટાટા મોટર્સની એન્ટ્રી લેવલ કાર ટિયાગોની કિંમતમાં 65,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ હેચબેકની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે 4,99,900 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો: 2000 રૂપિયાથી ઓછા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર GSTનો મુદ્દો અટક્યો, કાઉન્સિલની બેઠકમાં લેવાયો આ નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">