AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 રૂપિયાથી ઓછા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર GSTનો મુદ્દો અટક્યો, કાઉન્સિલની બેઠકમાં લેવાયો આ નિર્ણય

GST કાઉન્સિલે હાલમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 18 ટકા ટેક્સ ભરવામાંથી રાહત આપી છે. કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે સભ્યોમાં મતભેદો સર્જાયા હતા અને આખરે મામલો ફિટમેન્ટ કમિટીમાં ગયો હતો. આગામી મીટીંગમાં ફીટમેન્ટ કમિટીના અભિપ્રાય સાથે જીએસટી કાઉન્સીલ સમક્ષ આ પ્રસ્તાવને નવેસરથી મુકવામાં આવશે.

2000 રૂપિયાથી ઓછા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર GSTનો મુદ્દો અટક્યો, કાઉન્સિલની બેઠકમાં લેવાયો આ નિર્ણય
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Updated on: Sep 09, 2024 | 9:46 PM
Share

GST કાઉન્સિલની બેઠક સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે, કાઉન્સિલે હાલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 18% ટેક્સના મામલે રાહત આપી છે.

જીએસટી કાઉન્સીલ સમક્ષ આ પ્રસ્તાવને નવેસરથી મુકવામાં આવશે

કાઉન્સિલ આ મુદ્દે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. અંતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટેક્સ અંગે કોઈ નિર્ણય ન આવતા મામલો ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો હતો. આગામી મીટીંગમાં ફીટમેન્ટ કમિટીના અભિપ્રાય સાથે જીએસટી કાઉન્સીલ સમક્ષ આ પ્રસ્તાવને નવેસરથી મુકવામાં આવશે.

GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે

સમિતિએ પહેલાથી જ કાઉન્સિલને વિકલ્પો આપ્યા છે. કમિટિનું માનવું છે કે આવા જીએસટીની અસર ગ્રાહકોને થવાની શક્યતા નથી. મીટીંગ પહેલા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા કે શું પેમેન્ટ ગેટવેને 2,000 રૂપિયાથી ઓછા ક્રેડિટ-ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.

એગ્રીગેટર ફી વસૂલવામાં આવે છે, તેના પર પણ 18 ટકા GST : સુત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પેમેન્ટ ગેટવે પણ આમાં સામેલ છે. આનો અર્થ એ થયો કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ અથવા QR કોડ દ્વારા રૂ. 2,000 સુધીના વ્યવહારો, જેના પર એગ્રીગેટર ફી વસૂલવામાં આવે છે, તેના પર પણ 18 ટકા GST લાગશે.

ફિટમેન્ટ કમિટી વિચારણા કરશે

એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 80 ટકાથી વધુ ઓનલાઈન પેમેન્ટ 2000 રૂપિયાથી ઓછી છે. 2016 માં ડિમોનેટાઇઝેશન દરમિયાન, સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જે મુજબ પેમેન્ટ એગ્રીગેટર્સ વેપારીઓને આપવામાં આવતી સેવાઓ પર ટેક્સ વસૂલ કરી શકશે નહીં. હાલમાં, એગ્રીગેટર્સ વેપારી પાસેથી 0.5% થી 2% પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. આવી સ્થિતિમાં, જો નાના વ્યવહારો પર GST લાગુ કરવામાં આવે છે, તો પેમેન્ટ એગ્રીગેટર્સ તેમના વેપારીઓ પાસેથી આ વધારાનો ટેક્સ વસૂલ કરી શકે છે.

આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ કાઉન્સિલના ઘણા સભ્યોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટેક્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. સદસ્યએ વાંધો ઉઠાવ્યા બાદ મામલો ફરીથી ફિટમેન્ટ કમિટીને વિચારણા માટે મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: Adani warned Bangladesh: અદાણીએ બાંગ્લાદેશને આપી ચેતવણી, કહ્યું- 4200 કરોડ ચૂકવો, નહીં તો…

g clip-path="url(#clip0_868_265)">