ખુશખબર, નવા અવતારમાં લોન્ચ થશે ટાટા પંચ EV, તેના ડિઝાઇનથી લઈ રેન્જ સુધીમાં થશે ફેરફાર, જાણો
ટાટા પંચ EV ફેસલિફ્ટ ડિઝાઇન, રેન્જ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારા સાથે આવી રહી છે. તેમાં નવી જનરેશન-2 ઇલેક્ટ્રિક મોટર, મોટો બેટરી પેક, 12.2-ઇંચ ટચસ્ક્રીન, AVAS અને ADAS જેવી અદ્યતન સુવિધાઓ હશે.

ડિઝાઇનથી લઈને રેન્જ અને ટેક્નોલોજી સુધી, ટાટા પંચ EV ફેસલિફ્ટમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે. ટાટા મોટર્સ ટૂંક સમયમાં પંચ EV નું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાં નવી જનરેશન-2 ઇલેક્ટ્રિક મોટર, મોટો બેટરી પેક અને 12.2-ઇંચ હાઇ-રિઝોલ્યુશન ટચસ્ક્રીન જેવા અદ્યતન ફીચર્સ સામેલ થઈ શકે છે.
ટાટા પંચ EV ફેસલિફ્ટમાં એકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમ (AVAS) પણ આપવામાં આવી શકે છે. આ સિસ્ટમ ઓછી ગતિએ વાહન ચાલે ત્યારે અવાજ ઉત્પન્ન કરે છે, જેથી રાહદારીઓને નજીક આવતી ઇલેક્ટ્રિક કાર અંગે ચેતવણી મળી શકે. આવી ટેક્નોલોજી આપણે પહેલાથી કર્વ EV અને હેરિયર EV માં જોઈ ચૂક્યા છીએ.
તાજેતરમાં કરેલી અનેક જાહેરાતો બાદ, ટાટા મોટર્સે ત્રણ નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. સાથે જ, ટાટા EV એ સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2030 સુધીમાં કંપની પાસે કુલ પાંચ ઇલેક્ટ્રિક વાહન મોડેલ્સ ઉપલબ્ધ રહેશે. આ નવી લાઇનઅપમાં સૌથી પહેલાં Sierra EV લોન્ચ થવાની સંભાવના છે, ત્યારબાદ પંચ EV ફેસલિફ્ટનું અનાવરણ થઈ શકે છે.
New Generation -2 ઇલેક્ટ્રિક મોટર
પંચ EV ફેસલિફ્ટમાં સૌથી મોટું અપગ્રેડ નવી જનરેશન-2 ઇલેક્ટ્રિક મોટર હોઈ શકે છે. હાલની પંચ EV જનરેશન-2 પ્લેટફોર્મ પર આધારિત છે, પરંતુ નવી જનરેશન-2 મોટર Nexon EV સાથે રજૂ કરવામાં આવી હતી, જે વધુ શક્તિશાળી અને વધુ કાર્યક્ષમ છે. આ મોટર પંચ EV ના પ્રદર્શનને વધુ સુધારશે તેવી શક્યતા છે.
AVAS જેવી નવી સુરક્ષા સુવિધા
પંચ EV હાલ તેના સેગમેન્ટની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV છે. ફેસલિફ્ટ વર્ઝનમાં AVAS જેવી સુરક્ષા સુવિધા ઉમેરવામાં આવે તેવી સંભાવના છે, જે શહેરી વિસ્તારોમાં રાહદારીઓની સલામતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
મોટી અને વધુ આધુનિક ટચસ્ક્રીન
હાલ પંચ EV માં 10.24-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન મળે છે, પરંતુ ફેસલિફ્ટમાં તેને 12.2-ઇંચની હાઇ-રિઝોલ્યુશન ટચસ્ક્રીનથી અપગ્રેડ કરવામાં આવી શકે છે. આ સ્ક્રીન ટાટાની મોટી ઇલેક્ટ્રિક SUVમાં પહેલેથી જ જોવા મળે છે અને વધુ પ્રીમિયમ અનુભવ આપે છે.
મોટો બેટરી પેક અને વધુ રેન્જ
જો Tata.ev પોતાની નવી ટેક્નોલોજી પંચ EV ફેસલિફ્ટમાં સામેલ કરે છે, તો બેટરી પેકની ક્ષમતામાં પણ વધારો થવાની શક્યતા છે. હાલ ઉપલબ્ધ 25 kWh બેટરી પેકને વધારીને લગભગ 30 kWh સુધી લઈ જવામાં આવી શકે છે. આ બદલાવથી પંચ EV ની કુલ ડ્રાઇવિંગ રેન્જમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ADAS જેવી અદ્યતન ટેક્નોલોજી
ટાટા પંચ EV ફેસલિફ્ટમાં સેગમેન્ટ-ફર્સ્ટ ADAS (Advanced Driver Assistance Systems) ફીચર્સ રજૂ થઈ શકે છે. વર્તમાન મોડેલમાં પહેલેથી જ 360-ડિગ્રી કેમેરા, ચાર ડિસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, અને ફેસલિફ્ટ સાથે સુરક્ષા ટેક્નોલોજીમાં વધુ સુધારો જોવા મળી શકે છે.
SBI પાસેથી Electric Car Loan લેવા માંગો છો? સંપૂર્ણ માહિતી જાણો
