રૂપિયા 3 લાખ સુધી સસ્તી થઈ Tata Electric Car, આ દિવસ સુધી મળશે ઓફરનો લાભ
દેશની સૌથી મોટી કાર કંપનીએ તેની ઈલેક્ટ્રિક કારની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કારને 3 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો. આ તમામ ઓફર્સ મર્યાદિત સમય માટે છે. કંપનીએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો કર્યો છે.
જો તમે ઊંચી કિંમતને કારણે ઈલેક્ટ્રિક કાર નથી ખરીદી રહ્યા તો ટાટા મોટર્સે મોટી રાહત આપી છે. દેશની સૌથી મોટી EV કંપનીએ Tata Nexon EVની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કારને 3 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો. આ સિવાય Tiago EV અને Punch EVની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ તમામ ઓફર્સ મર્યાદિત સમય માટે છે. કંપનીએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો કર્યો છે.
Tata Motors એ Nexon EV, Tiago EV અને Punch EV ને 3 લાખ રૂપિયા સુધી સસ્તી કરી છે. ઇલેક્ટ્રિક કારની ધીમી માંગ વચ્ચે આ પગલું વેચાણને વેગ આપી શકે છે. મર્યાદિત સમયગાળાની ઓફર્સ હેઠળ, તમે 31 ઓક્ટોબર, 2024 સુધી ટાટાની આ ઓફર્સનો લાભ લઈ શકો છો. ટાટા મોટર્સે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ કારના ભાવમાં રૂપિયા 1.80 લાખનો ઘટાડો કર્યો છે.
Tata Nexon EV થઈ રૂપિયા 3 લાખ સસ્તી
Tata Nexon EVની એક્સ-શોરૂમ કિંમત હવે રૂપિયા 12.49 લાખથી રૂ.16.29 લાખની વચ્ચે છે. Nexon EVની કિંમતમાં સૌથી મોટો ઘટાડો થયો છે. વેરિઅન્ટ્સ અનુસાર, તમને સસ્તી કિંમતનો લાભ મળશે. અગાઉ Nexon EVની એક્સ-શોરૂમ કિંમત 14.49 લાખ રૂપિયાથી 19.29 લાખ રૂપિયાની વચ્ચે હતી. મતલબ કે ટોપ સ્પેક વેરિઅન્ટની કિંમતમાં 3 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.
Tata Punch EVની કિંમતમાં પણ ઘટાડો
Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત રૂ.10.99 લાખથી રૂ.14.99 લાખ સુધીની છે. હવે આ ઇલેક્ટ્રિક કારની એક્સ-શોરૂમ કિંમત ઘટીને 9.99 લાખ રૂપિયાથી 13.79 લાખ રૂપિયા થઈ ગઈ છે. પંચ EVના બેઝ વેરિઅન્ટમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય ટાટા મોટર્સે ટોપ સ્પેક વેરિઅન્ટમાં રૂ. 1.20 લાખનો ઘટાડો કર્યો છે.
Tata Tiago EV ખરીદવા પર મોટી બચત
Tata Tiago EV ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોને ટાટા મોટર્સે પણ રાહત આપી છે. આ ઇલેક્ટ્રિક કારના ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમતમાં 40,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ મોડલની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયા છે. જ્યારે Tata Tiago EVનું બેઝ વેરિઅન્ટ પહેલાની જેમ 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં જ મળશે.