AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola-Uber ના વળતાં પાણી! 50% ડિસ્કાઉન્ટ અને 5-સ્ટાર સુવિધા સાથે આવી નવી ‘ટેક્સી સર્વિસ’, મુસાફરોને જલસા

ભારતના કેબ માર્કેટમાં અત્યાર સુધી ઓલા અને ઉબેરનો દબદબો રહ્યો છે પરંતુ હવે તેમને ટક્કર આપવા માટે એક નવી વિદેશી કંપનીએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. આ કંપની સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ગાડીઓ અને ખાસ પ્રીમિયમ સુવિધાઓ સાથે માર્કેટમાં આવી છે.

Ola-Uber ના વળતાં પાણી! 50% ડિસ્કાઉન્ટ અને 5-સ્ટાર સુવિધા સાથે આવી નવી ‘ટેક્સી સર્વિસ’, મુસાફરોને જલસા
| Updated on: Jun 06, 2026 | 7:20 PM
Share

ભારતીય રાઇડ-હેલિંગ (કેબ) માર્કેટમાં એક નવી એન્ટ્રી થઈ છે. ઓલા અને ઉબેરના દબદબાને પડકારવા માટે વિયેતનામની પ્રખ્યાત કંપની ‘ગ્રીન એસએમ’ (Green SM) એ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે.

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે કંપનીએ ગઈકાલે 05 જૂનના રોજ દેશની રાજધાની નવી દિલ્હીમાં પોતાની સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક ટેક્સી સેવા ‘ગ્રીન એસએમ લિમો’ (Green SM Limo) લોન્ચ કરી છે. વિયેતનામ, લાઓસ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ પછી ભારત આ કંપનીનું પાંચમું આંતરરાષ્ટ્રીય બજાર બની ગયું છે.

દિલ્હી-NCRથી સફરની શરૂઆત

કંપનીએ પોતાની ભારતીય સફરની શરૂઆત દિલ્હી-NCRના અગ્રણી વિસ્તારોથી કરી છે, જેનો ધીમે-ધીમે વિસ્તાર કરવામાં આવશે. આ સેવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી 7-સીટર ઇલેક્ટ્રિક એસયુવી ‘વિનફાસ્ટ લિમો ગ્રીન’ (VinFast Limo Green) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ગાડી રોજ ઓફિસ જનારાઓ, એરપોર્ટ પર આવવા-જવા વાળા મુસાફરો, પારિવારિક યાત્રાઓ અને બિઝનેસ ટ્રિપ માટે ખૂબ જ અનુકૂળ છે. આ લોન્ચિંગ સાથે જ વિયેતનામના ‘વિનફાસ્ટ ઇકોસિસ્ટમ’ની ગાડીઓ ભારતીય રસ્તાઓ પર કોમર્શિયલ રીતે દોડવા લાગી છે.

મુસાફરોને મળશે ‘5-સ્ટાર’ પ્રીમિયમ અનુભવ

પરંપરાગત કેબ સેવાઓથી અલગ દેખાવા માટે ગ્રીન એસએમ એ આને એક પ્રીમિયમ અનુભવ તરીકે રજૂ કર્યો છે, જે અંતર્ગત દરેક ગાડીમાં મુસાફરો માટે પીવાનું પાણી અને વેટ ટિશ્યુ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

ગાડીઓમાં અંદર અને બહાર કેમેરા, એઆઈ (AI) ટેકનોલોજી અને ડ્રાઇવર તેમજ મુસાફર બંને માટે ઇમરજન્સી સપોર્ટ બટન આપવામાં આવ્યા છે. કંપની પોતાના ડ્રાઇવરોને ‘ગ્રીન ડ્રાઇવર્સ’ કહે છે, જેમને સુરક્ષિત ડ્રાઇવિંગ અને શાનદાર કસ્ટમર સર્વિસની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

શરૂઆતના ગ્રાહકો માટે 50%નું બમ્પર ડિસ્કાઉન્ટ

ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ એક ધમાકેદાર શરૂઆતની ઓફર બહાર પાડી છે. 5 જૂનથી 11 જૂન વચ્ચે ગ્રીન એસએમ એપ દ્વારા રાઇડ બુક કરવા પર ગ્રાહકોને 50% ની છૂટ (મહત્તમ 250 રૂપિયા સુધી) મળશે.

ગ્રાહકો આ કેબને એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) પર ઉપલબ્ધ ‘Green SM’ એપ, કંપનીના હેલ્પલાઇન નંબર અથવા સીધા રસ્તા પર રોકીને બુક કરી શકે છે.

લોન્ચિંગના પ્રસંગે કંપનીના ગ્લોબલ સીઈઓ ગુયેન વાન થાને જણાવ્યું હતું કે, ભારત વિશ્વના સૌથી મોટા મોબિલિટી બજારોમાંનું એક છે. અમે અહીં સ્થાનિક ભાગીદારો સાથે મળીને સુરક્ષિત, ભરોસાપાત્ર અને પર્યાવરણને અનુકૂળ સફરનો વિકલ્પ આપવા આવ્યા છીએ. સાથે જ, કંપનીએ ટકાઉ વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ) માટે 5 સ્થાનિક ભાગીદારોને પોતાની સાથે જોડ્યા છે.

Car Mileage Tips : કારનું માઇલેજ વધારવું છે? અપનાવો આ 5 સરળ ડ્રાઇવિંગ ટિપ્સ

Follow Us
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">