AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Automobile News: હ્યુન્ડાઈની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતીય રસ્તા પર દોડવા તૈયાર, માત્ર 18 મિનિટમાં થશે ચાર્જ

સૌથી ઝડપી સપોર્ટેડ ચાર્જર વડે તેને 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ સિવાય પાંચ મિનિટના ચાર્જિંગ પર 100 કિમીની રેન્જ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે

Automobile News: હ્યુન્ડાઈની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર Ioniq-5 ભારતીય રસ્તા પર દોડવા તૈયાર, માત્ર 18 મિનિટમાં થશે ચાર્જ
electric car Ioniq-5
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:42 PM
Share

ભારતનાં ગુરુગ્રામમાં હ્યુન્ડાઇના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઓલ-ઇલેક્ટ્રિક Ioniq-5નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે જ સમયે, ઓલ-ઇલેક્ટ્રિક Hyundai Ioniq-5 કારનો એક વીડિયો આ દિવસોમાં ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. હ્યુન્ડાઇએ ફેબ્રુઆરી 2021 માં હ્યુન્ડાઇના સમર્પિત EV(Electric Vehicle)સબડિવિઝન, Ioniq હેઠળ ઉત્પાદિત થનારી પ્રથમ EV તરીકે વૈશ્વિક પદાર્પણ કર્યું હતું.

Hyundai Ioniq-5 58kWh અને 72.6kWh ના બે બેટરી પેક દ્વારા સંચાલિત છે. કાર નિર્માતા બંને બેટરી સાથે રીઅર-વ્હીલ ડ્રાઇવ અથવા ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ ઓફર કરે છે. કાર ની એક બેટરી પેક 481km સુધીની રેન્જ આપે છે.

દક્ષિણ કોરિયન ઓટોમેકર હ્યુન્ડાઇ ભારતીય બજારમાં તેની એકમાત્ર ઇલેક્ટ્રિક SUV Kona વેચે છે. . તે ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર આર્કિટેક્ચર (E-GMP)નામના EV માટે બનાવેલા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. . ઓલ-ઇલેક્ટ્રિક Hyundai Ioniq-5 ભારતમાં, વધુ સ્પષ્ટ રીતે, ચેન્નાઇમાં જોવામાં આવ્યું છે. જો કે, હ્યુન્ડાઈએ હજુ સુધી ભારતમાં Ioniq-5 લોન્ચ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

સિંગલ ચાર્જમાં ઉત્તમ રેન્જ Ioniq-5 કાર બે બેટરી પેક સાથે આવે છે, 58kWh અને 72.6kWh.વેરિઅન્ટ પર આધાર રાખીને, કાર નિર્માતા બંને બેટરી સાથે રીઅર-વ્હીલ ડ્રાઇવ અથવા ઓલ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ ઓફર કરે છે. મોટી બેટરી વધુ માં વધુ 481km સુધીની WLTP પ્રમાણિત રેન્જ છે, જ્યારે અન્ય બેટરી પેક 385km સુધીની રેન્જ આપી શકે છે .

ભારતમાં ક્યારે લોન્ચ થશે? Porsche Taycan ની જેમ, Ioniq-5 પણ 800-વોલ્ટ સુપર-ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. WLTP(Worldwide Harmonized Light Vehicles Test Procedure)મુજબ, સૌથી ઝડપી સપોર્ટેડ ચાર્જર વડે તેને 18 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ સિવાય પાંચ મિનિટના ચાર્જિંગ પર 100 કિમીની રેન્જ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, હ્યુન્ડાઇ ભારતમાં 2022 અથવા 2023 માં Ioniq-5 લોન્ચ કરવાની યોજના બનાવી શકે છે.

ડિઝાઇન અને કેબિન વિશે શું ખાસ છે Hyundai Ioniq-5 એ ભવિષ્યવાદી ઇલેક્ટ્રિક ક્રોસઓવર SUV છે. તે સીધા-બાજુવાળા તત્વો સાથે સુઘડ ડિઝાઇન ધરાવે છે. હ્યુન્ડાઇ કહે છે કે Ioniq-5 ની બાહ્ય ડિઝાઇન પોની (Car maker’s first mass-market car) દ્વારા પ્રેરિત છે. તેના ફ્રન્ટમાં હાઈ એલઈડી હેડલાઈટ અને ક્વોડ ડીઆરએલ આપવામાં આવી છે. એ જ રીતે, પાછળના ભાગમાં ચોરસ આકારની LED પાછળની લાઇટ અને એક સંકલિત સ્પોઇલર મળે છે. કેબિનમાં આવતાં, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સાથે બે મોટા 12.25-ઇંચ ડિસ્પ્લે છે. આ સિવાય બોસ સાઉન્ડ સિસ્ટમ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, હેન્ડ્સ-ફ્રી ટેલગેટ, 360-ડિગ્રી કેમેરા, સાત એરબેગ્સ અને લેવલ 2 ઓટોનોમસ સુવિધા મળે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">