AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક માટે જરૂરી: ઘરે બેઠા કરો FASTag KYC, આ સિમ્પલ સ્ટેપ્સ કરો ફોલો

NHAI એ ટોલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક નવી વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ શરૂ કરી છે. આવી સ્થિતિમાં, જે FASTags 31 જાન્યુઆરીએ KYC પૂર્ણ કર્યા નથી, તે નિષ્ક્રિય થઈ જશે. જે માટે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા અહીં જરૂરી સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. 

દરેક માટે જરૂરી: ઘરે બેઠા કરો FASTag KYC, આ સિમ્પલ સ્ટેપ્સ કરો ફોલો
| Updated on: Jan 17, 2024 | 5:24 PM
Share

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ પ્રક્રિયાને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એક નવી – એક વાહન, એક ફાસ્ટેગ – પહેલ શરૂ કરી છે. NHAI ની આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને અલગ-અલગ વાહનો માટે એક જ FASTag નો ઉપયોગ કરવાથી અથવા એક જ વાહન માટે બહુવિધ FASTag નો ઉપયોગ કરવાથી રોકવાનો છે.

NHAI એ કહ્યું છે કે બેંકો એવા FASTags ને નિષ્ક્રિય કરશે જેમણે 31 જાન્યુઆરીએ KYC પૂર્ણ કર્યું નથી. NHAI એ કહ્યું છે કે વપરાશકર્તાઓએ RBIની માર્ગદર્શિકા અનુસાર FASTags માટે KYC પૂર્ણ કરવું પડશે.

NHAIએ કહ્યું કે અધૂરી KYC ધરાવતા લોકોને 31 જાન્યુઆરી, 2024 પછી બેંકો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. કોઈપણ અસુવિધા અટકાવવા માટે, NHAI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે વપરાશકર્તાઓએ તેમના વાહનના ફાસ્ટેગ માટે KYC પૂર્ણ કરવાનું રહેશે.

તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘર બેઠા FASTags ની KYC પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો અને તમારી જાતને ઘણી અસુવિધાઓથી બચાવી શકો છો. તમારા માટે વસ્તુઓ સરળ બનાવવા માટે, અમે FASTag માટે KYC અપડેટ કરવાની પ્રક્રિયા સમજાવી છે અને જો તે અધૂરી હોય તો તેને ઑનલાઇન પૂર્ણ કરો.

FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?

  • સૌ પ્રથમ આ માટે તમારે વેબ પોર્ટલ https://fastag.ihmcl.com ની મુલાકાત લેવી.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો અથવા OTP- વડે login કરો.
  • એકવાર લૉગ ઇન થઈ ગયા પછી, ડેશબોર્ડ મેનૂ પર જાઓ. ડેશબોર્ડની ડાબી બાજુએ, “માય પ્રોફાઇલ” વિકલ્પ પસંદ કરો.
  • “મારી પ્રોફાઇલ” પેજ KYC સ્ટેટસ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન સબમિટ કરવામાં આવેલી તમામ પ્રોફાઇલ વિગતો દર્શાવશે.

જો તમારું KYC બાકી છે અને હજી પૂર્ણ થયું નથી, તો તેને પૂર્ણ કરવા માટે આગળના કેટલાક સ્ટેપ્સ ફોલો કરો

  • “My Profile” પેજમાં, ‘KYC’ ટેબ પર ક્લિક કરો. અહીં તમને તમારો “ગ્રાહક પ્રકાર” પસંદ કરવાનું કહેવામાં આવશે.
  • જરૂરી ID પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો સબમિટ કરીને જરૂરી માહિતી ભરો. વધુમાં, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સરનામાંની વિગતો સરનામાના પુરાવા મુજબ અપલોડ કરો. આ પછી જ તમારું KYC અપડેટ થઈ જશે.

FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો

RBIની માર્ગદર્શિકા મુજબ, તમારે FASTag KYC માટે આમાંથી એક દસ્તાવેજનો ઉપયોગ કરવો જરૂરી છે.

  • પાસપોર્ટ
  •  મતદાર ઓળખ કાર્ડ
  • આધાર કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાન કાર્ડ
  • NREGA જોબ કાર્ડ (રાજ્ય સરકારના અધિકારી દ્વારા સહી કરેલ)
  • KYC દસ્તાવેજો ઉપરાંત, RC (વાહન નોંધણી પ્રમાણપત્ર) જરૂરી છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">