Ducati SuperSport બાઈક ભારતના ઓટોમોબાઈલ બજારમાં નવી ડિઝાઇન અને વધુ ટેક્નોલોજી સાથે થઈ લોન્ચ
Ducatiએ તેની SuperSport સ્પોર્ટ-ટૂરિંગ મોટરસાઇકલને ભારતમાં વધુ આધુનિક અપડેટ્સ સાથે રજૂ કરી છે. બેઝ વેરિઅન્ટની કિંમત અને વધુ પ્રીમિયમ SuperSport S વેરિઅન્ટની કિંમત જાણો.

ભારતમાં ધીમે ધીમે સુપેરબઇકિંગનું ક્રેજ વધતું જાય છે અને ખાસ કરી ને યંગસ્ટર્સમાં આ ક્રેજ વધારે જોવા મળી રહ્યું છે. જ્યાં હવે Ducati, BMW, Kawasaki, Suzuki, જેવી કંપનીઓ પોતાની બાઇક ને ઉપગ્રડે કરી ભારતમાં લોન્ચ કરવા લાગી છે, ત્યાં જ અત્યારે Ducati એ તેની SuperSport 950 S બાઇકનું મોડલ લોન્ચ કર્યું છે.
નવું ડિઝાઇન, વધુ પાનીગેલ સ્ટાઇલ
2020માં SuperSportનું મોટું રીડિઝાઇન થયું હતું, જ્યાં તેને જૂની Panigaleની ડિઝાઇન ભાષાને વધુ નજીક લાવવામાં આવી. બેઝ વેરિઅન્ટની કિંમત ₹17.16 લાખ અને વધુ પ્રીમિયમ SuperSport S વેરિઅન્ટની કિંમત ₹20.10 લાખ (એક્સ-શોરૂમ, ભારત) રાખવામાં આવી છે.
અપડેટ્સમાં શું સમાવેશ થાય છે
- વી શાર્પ LED હેડલાઇટ્સ
- વધુ સ્કલ્પ્ટેડ અને સ્લીક ફેરિંગ
- નાના એર ઇન્ટેક
- નવી ડિઝાઇનની અપર વિન્ડસ્ક્રીન
Ducatiનું કહેવું છે કે નવું મોડલ પહેલા કરતાં વધુ એરોડાયનેમિક છે. પરફોર્મન્સ – આંકડા યથાવત રાખવામાં આવી છે અને ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે જે બાઇકને વધરે સ્માર્ટ બનવે છે, એન્જિનની શક્તિ 110hp અને ટોર્ક 93Nm જ રાખવામાં આવ્યા છે. પરંતુ આ વખતે SuperSportમાં વધુ અદ્યતન ઇલેક્ટ્રોનિક્સનો પેકેજ ઉમેરાયો છે.
જાણો મુખ્ય ફીચર્સ
- Bosch 6-axis IMU
- Cornering ABS
- Lean-sensitive Traction Control
- Wheelie Control
- Bi-directional Quickshifter
આ બધું નવા 4.3-ઇંચ TFT કલર ડિસ્પ્લે દ્વારા કંટ્રોલ કરી શકાય છે. Ducati SuperSport હવે વધુ મોડર્ન, વધુ સેફ અને વધુ રાઇડર-અસિસ્ટ ફીચર્સ સાથે આવે છે. સ્પોર્ટ રાઇડિંગ અને કમ્ફર્ટ ટૂરિંગ ઈચ્છતા રાઇડર્સ માટે આ બાઈક હવે વધુ બેલેન્સ્ડ પેકેજ બની ગઈ છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
