90 હજારથી ઓછી કિંમતમાં બાઇક અને સ્કૂટર, ઓનલાઈન પણ કરી શકો છો ઓર્ડર

|

Jun 05, 2024 | 4:35 PM

જો તમારે બાઈક ખરીદવું છે અને બજેટ ઓછું છે, તો આજે અમે તમને આ લેખમાં 90 હજાર રૂપિયાના બજેટમાં કઇ બાઇક અને સ્કૂટર ખરીદી શકો છો તેના વિશે જાણકારી આપીશું. તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ નો-કોસ્ટ EMI વિકલ્પ સાથે બાઇક અને સ્કૂટર ખરીદી શકો છો.

90 હજારથી ઓછી કિંમતમાં બાઇક અને સ્કૂટર, ઓનલાઈન પણ કરી શકો છો ઓર્ડર
Cheapest Bike

Follow us on

જો તમે પણ બાઇક અથવા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે 90 હજાર રૂપિયાના બજેટમાં કઇ બાઇક અને સ્કૂટર ખરીદી શકાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ તમે નો-કોસ્ટ EMI વિકલ્પ સાથે ઘણા શાનદાર બાઇક અને સ્કૂટર ખરીદી શકો છો.

Hero Splendor+ (i3S)

આ Hero Splendor 97.2cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 8000 rpm પર 8.02 PSનો પાવર અને 5000 rpm પર 8.05 Nmનો ટાર્ક જનરેટ કરે છે. તમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી આ પાવરફુલ એન્જિન બાઇકને 76,786 રૂપિયામાં ખરીદી શકો છો. પ્લેટફોર્મ પર આ બાઇકના 2 વર્ઝન ઉપલબ્ધ છે.

Hero Glamour (Drum)

હીરોની આ બાઇક સસ્તી અને સારી માઇલેજ આપતી 125 સીસી કમ્યુટર બાઇક છે. તેની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે, હીરો ગ્લેમર (ડ્રમ) 55 kmpl ની માઇલેજ આપે છે, જે તેમારા માટે દૈનિક મુસાફરી માટે સારો વિકલ્પ છે. આ બાઇક તમે ફ્લિપકાર્ટ પરથી 82,598 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે બાઇકને બદલે સ્કૂટર ખરીદવા માંગો છો, તો 90 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આ સ્કૂટર ખરીદી શકો છો.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

Ampere Reo Li Plus

આ સ્કૂટીમાં 1.34 kWh લિથિયમ-આયન બેટરી છે, જે સિંગલ ચાર્જ પર 70 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેને ફુલ ચાર્જ થવામાં 6 કલાક લાગે છે. આ EVમાં તમને LED હેડલાઇટ અને ટેલલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB ચાર્જિંગ પોર્ટ અને સ્ટોરેજ સ્પેસ જેવી સુવિધાઓ મળે છે. તમે તેને ઓનલાઈન 59,900 રૂપિયામાં ખરીદી શકો છો.

Joy e-bike Wolf Eco

તમને આ ઈ-બાઈક ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહી છે. સૌથી સારી વાત એ છે કે તમારે તેને ખરીદવા માટે કોઈ શોરૂમમાં જવું પડશે નહીં. તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અને ડિલિવરી મેળવી શકો છો. ઇ-બાઇકમાં 250 W BLDC ઇલેક્ટ્રિક મોટર છે જે ફુલ ચાર્જ પર લગભગ 60 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તમે તેને ફ્લિપકાર્ટ પરથી 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 84,000 રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો એરબેગવાળી પ્રથમ મોટરસાઇકલ, કિંમત એટલી છે કે આવી જાય 11 મારુતિ અલ્ટો

Next Article