Cheap Car Deal : Skoda Slavia કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં છે સસ્તી, જાણો ગુજરાતમાં કેટલી છે કિંમત
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Skoda Slavia કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં Skoda Slavia ખરીદવાથી તમને રુપિયા 75 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે.
Cheap Car Deal : કાર (car) ખરીદવી એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ આજકાલ કાર પણ લોકોની જરૂરિયાત બની ગઈ છે. જો કે, મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી સરળ નથી કારણ કે તેની કિંમત ઓછામાં ઓછી 4થી 5 લાખ રૂપિયા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Skoda Slavia કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. આ કાર તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Skoda Slavia કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં Skoda Slavia ખરીદવાથી તમને રુપિયા 75 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે.
Skoda Slaviaના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.60 હજારનો ફાયદો
જો તમે Skoda Slavia કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Skoda Slavia (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ 12.65 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ઈંદોરમાં આજ કારની પ્રાઇસ 13.25 લાખ રૂપિયા છે. તેથી જો તમે Skoda Slaviaનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.60 હજારનો ફાયદો થશે.
Skoda Slaviaના બેઝ મોડલની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ
Skoda Slaviaના બેઝ મોડલની મધ્યપ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ
Skoda Slaviaના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Skoda Slaviaના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.60 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Skoda Slaviaના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Skoda Slaviaના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ 20.67 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના ઈંદોરમાં ટોપ મોડલની પ્રાઇસ 21.42 લાખ રૂપિયા છે. તેથી જો તમે Skoda Slaviaનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો, તો તમને રૂપિયા 75 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો