ચીપ કાર ડીલ: MG એસ્ટર કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા હજારનો ફાયદો
જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ક્યાંથી ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે MG એસ્ટર કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તી મળશે. ત્યારે તમને જણાવી દઈએ કે આ કારને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે.
દરેક વ્યક્તિને પોતાની કાર ખરીદવી એ એક સપનું હોય છે. આજના યુગમાં સતત વધતી જતી મોંઘવારીના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ કાર ક્યાંથી ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે MG એસ્ટર કાર ખરીદવા માગો છો તો આ કાર તમને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તી મળશે. ત્યારે તમને જણાવી દઈએ કે આ કારને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે.
જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને MG એસ્ટર કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી MG એસ્ટર કાર ખરીદવાથી તમને રુપિયા 86 હજાર સુધીનો ફાયદો થશે.
MG એસ્ટરના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.48 હજારનો ફાયદો
જો તમે MG એસ્ટર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે MG એસ્ટર (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 12.26 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના ધુલેમાં આજ કારની પ્રાઇસ 12.74 લાખ રૂપિયા છે. તેથી જો તમે MG એસ્ટરનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.48 હજારનો ફાયદો થશે.
MG એસ્ટરના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ
MG એસ્ટરના બેઝ મોડલની મહારાષ્ટ્રના ધુલેમાં ઓન રોડ પ્રાઇસ
આ પણ વાંચો ચીપ કાર ડીલ: જો તમે મારુતિ અલ્ટો K10 કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી
MG એસ્ટરના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો
MG એસ્ટરના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 21.05 લાખ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના ધુલેમાં MG એસ્ટરનું ટોપ મોડલ તમને 21.91 લાખ રૂપિયામાં પડશે. તેથી જો તમે MG એસ્ટરનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.86 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો