Cheap Car Deal : Hyundai i20 મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
જો તમે Hyundai i20 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્ર કરતા સસ્તી મળી રહી છે.
Cheap Car Deal : લોકો નવી કાર (Car) ખરીદવાનું વિચારે છે ત્યારે તેમના મનમાં લાખો સવાલો ઉભા થતા હોય છે. ખાસ કરીને તેના ભાવ સંબંધિત કેટલાક પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે. કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Hyundai i20 કાર ખરીદવા માગતા હોવ તો તે ક્યાંથી ખરીદવાથી તમને કેટલો ફાયદો થશે. જો તમે આ કાર હારાષ્ટ્ર કરતા ગુજરતમાંથી ખરીદશો તો ફાયદો થશે.
આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Maruti FRONX કાર ખરીદવા માંગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી
જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Hyundai i20 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્ર કરતા સસ્તી મળી રહી છે. જો આ કાર તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 93 હજાર સુધીનો ફાયદો થશે.
Hyundai i20ના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.38 હજારનો ફાયદો
જો તમે Hyundai i20 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Hyundai i20ના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 8.68 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના પૂણેમાં આજ કાર 8.30 લાખ રૂપિયામાં મળી રહી છે. તેથી જો તમે Hyundai i20નું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.38 હજારનો ફાયદો થશે.
Hyundai i20 કારની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ
Hyundai i20 કારની મહારાષ્ટ્રના પૂણેમાં ઓન રોડ પ્રાઇસ
Hyundai i20ના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Hyundai i20ના બેઝ મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.38 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Hyundai i20ના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Hyundai i20 ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 13.19 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના પૂણેમાં ટોપ મોડલની પ્રાઇસ 14.12 લાખ રૂપિયા છે. તેથી જો તમે Hyundai i20નું ટોપ મોડલ મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 93 હજારનો ફાયદો થશે.